જોઇ લો તસવીરોમાં ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણ ઘરે બેસીને કરે છે કેવા કામો…

આજે જ્યા ભારત સહિત આખી દુનિયામાં નોવેલ કોરોના વાયરસના કારણે ભારતમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આવા સમયે દેશના સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવુડના સિતારાઓ, ક્રિકેટ જગતના ખેલાડીઓ, અન્ય ખેલ જગતના ખેલાડીઓ અને એ દરેક વ્યક્તિઓને કોરોના વાયરસના કારણે લાગુ થયેલ લોકડાઉનના લીધે પોતાના પરિવાર સાથે, પોતાના જ ઘરમાં એકસાથે સમય વિતાવવાનો અવસર મળ્યો છે.

image source

આવા સમયે ઇન્ડીયન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર એવા ઈરફાન પઠાણએ હાલમાં જ પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. ઈરફાન ખાનનો આ વિડીયો તેના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

ભારતમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તો આવામાં દરેક વ્યક્તિ વિચારતા હશે કે, આ ૨૧ દિવસ સુધી ઘરની બહાર નીકળ્યા વગર ઘરમાં જ કેવી રીતે વિતાવશે. આવા સમયે ઈરફાન પઠાણે આ ૨૧ દિવસ દરમિયાન સમય પસાર કરવા માટે જે કર્યું છે તેનો એક વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર પોસ્ટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

આ વિડીયો પોસ્ટ કરતા ઈરફાન પઠાણ લખે છે કે, ‘ઘરનો વાળંદ’. ઈરફાન પઠાણ દ્વારા શેર કરાયેલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, ઈરફાન પોતાના પિતાને એક ખુરસીમાં બેસાડીને પૂછે છે કે, ખાન સાહેબ, આપને શું કરાવવા ઈચ્છો છો તે જણાવો. ત્યાર પછી ઈરફાન પઠાણના પિતા કહે છે કે, મારે દાઢી કરાવવી છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

ઈરફાન દ્વારા શેર કરાયેલ વિડીયોમાં ઈરફાન પઠાણ જણાવે છે કે, સામાન્ય રીતે તેમના પિતા બહાર જઈને જ કોઈ વાળંદ પાસે દાઢી કરાવે છે પણ અત્યારે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે બહાર જઈ શકતા નહી હોવાથી ઈરફાન પઠાણના પિતા પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યાર પછી ઈરફાન પઠાણ થોડીક જ વારમાં પોતાની પિતાને સરસ દાઢી કરી આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

ત્યાર પછી ઈરફાન પઠાણ પોતાની અને પોતાના પિતાની એક જૂની ફોટો શેર કરે છે. ઈરફાન પઠાણએ જયારે પિતાની દાઢી કરી લીધી ત્યાર પછી તેના પિતાને ઈરફાનની કરેલ દાઢી પસંદ આવે છે અને ઈરફાનને કહે છે કે, ક્રિકેટ ના ચાલે તો કઈ નહી આ પણ સારું ચાલશે. પિતાની આ વાત સાંભળીને ઈરફાન પઠાણ પણ પિતા સાથે હસી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

જોવા જેવી વાત છે કે, ક્રિકેટર ઈરફાન પઠાણ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ સક્રિય રહે છે. ઈરફાન પઠાણ વિડીયો એપ ટીકટોક પર અવાર-નવાર વિડીયો બનાવીને અપલોડ કરતા જોવા મળે છે. ટીકટોક એપ પર ઈરફાન પઠાણના ઘણા વિડીયો વાઈરલ થયા છે ઉપરાંત ટીકટોક પર ઈરફાન પઠાણની જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ