સાનિયા મિર્ઝાની બહેન અનમ, કરશે ભુતપુર્વ ભારતિય ક્રીકેટ કેપ્ટનના દીકરા સાથે લગ્ન, જુઓ ફોટોસ

સાનિયા મિર્ઝાની બહેન અનમ કરશે ભુતપુર્વ ભારતિય ક્રીકેટ કેપ્ટનના દીકરા સાથે લગ્ન, ભારતના ભુતપુર્વ ક્રીકેટ કેપ્ટન મહમ્મદ અઝરુદ્દીનના દીકરા સાથે સાનિયા મિરઝાની નાની બહેનના લગ્ન

image source

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમના લગ્નની અટકળો સોશિયલ મિડિયા તેમજ સામાન્ય મિડિયામાં ચાલી રહી હતી. પણ છેવટે તે બધી અટકળોનો અંત આવી ગયો છે અને દુલ્હાનું નામ જાહેર થઈ ગયું છે.

image source

તમે એ સારી રીતે જાણતા હશો કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રીકેટર શોએબ મલિક સાથે 2010માં લગ્ન કર્યા હતા અને હાલ તેમનો એક બેબી બોય પણ છે. હવે તેની નાની બહેનની વાત કરીએ તો તેણી પણ એક ક્રીકેટરના દીકરા સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. પણ આ વખતે આ ક્રીકેટર પાકિસ્તાની નહીં પણ ભુતપુર્વ ઇન્ડિયન ક્રીકેટ કેપ્ટન મહમ્મદ અઝરુદ્દીનનો દીકરો અસાદ અઝરુદ્દીન છે જે પોતે પણ એક ક્રીકેટર જ છે. તેઓ ડીસેમ્બરમાં સાથે નિકાહ પઢવા જઈ રહ્યા છે.

image source

તેણીના આ સમાચારનો મોટી બહેન સનિયા મિર્ઝાએ જ ઘટસ્ફોટ કર્યો છે. તાજેતરમાં થયેલા એક ઇન્ટર્વ્યુમાં તેણીએ જણાવ્યું હતું, “અમે હજુ હમણા જ પેરિસથી અનમની બેચલોરેટ ટ્રીપ પરથી પાછા આવ્યા છીએ. અમે ખરેખર તેણીના લગ્નને લઈને ખુબ જ એક્સાઇટેડ છીએ.”

image source

સાનિયાએ પોતાના ભાવિ જીજાના વખાણ કરતાં જણાવ્યું હતું કે તે એક પ્રેમાળ છોકરો છે. અને તે બન્ને ડિસ્મ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેણીએ વધારામાં જણાવ્યું હતું કે અનમ એક પ્રેમાળ છોકરાને પરણવા જઈ રહી છે. તેનું નામ છે અસદ અને તે મહમ્મદ અઝરુદ્દિનનો દીકરો છે અને અમે આ લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છીએ.

image source

16 સપ્ટેમ્બરે અનમ મિર્ઝાએ પોતાની એક તસ્વીર પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેણી બલુન્સ દ્વારા લખવામાં આવેલા ‘બ્રાઈડ ટુ બી’ એટલે કે ભાવિ દુલ્હનના લખાણ સાથે જોવા મળી હતી. તેણી આ તસ્વીરમાં ખુબ જ ખુશખુશહાલ લાગતી હતી. અને તેણીની આ જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અનમને ઘણા બધા લોકોએ કમેન્ટ સેક્સનમાં અભિનંદન પાઠવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Anam Mirza (@anammirzaaa) on

ત્યાર બાદ હીન્દી ફિલ્મ પ્રોડ્યુસર, ડીરેક્ટર અને ડાન્સ ડીરેક્ટર ફારાહ ખાન કે જેણી સાનિયા મિર્ઝા તેમજ તેની બહેન અનમની નજીકની મિત્ર છે તેણીએ પણ અનમ સાથેની પોતાની તસ્વીર શેયર કરી હતી જેમાં કેપ્શન હતું બ્રાઈડ ટુ બી. ફારાહની આ તસ્વીરમાં ફારાહ, અનમ અને સાનિયા મસ્તીના મૂડમાં જોઈ શકાય છે. અનમ છેલ્લા કેટલાક સમયથી ક્રીકેટર અઝહરુદ્ધીનના દીકરા મોહમ્મદ અસાદુદ્દીનને ડેટ કરી રહી હતી.

પેરિસમાં કરી બેચરોલેટ પાર્ટી

image source

સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેયર કરી હતી જેમાં તેણી તેની નાની બહેન અનમ અને તેની ગર્લ ગેંગ સાથે પેરિસના રસ્તાઓ પર લટાર મારી રહી હતી. તસ્વીરના બેકડ્રોપમાં સુંદર એફિલ ટાવર પણ જોઈ શકાય છે.

image source

તેણીએ પોતાની બહેનની આ બેચલોરેટ ટ્રીપની ઘણી બધી તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી. જેમાં કોઈક ફોટોમાં તેણી પોતાની બહેનની તસ્વીરમાં ફોટો બોમ્બીંગ કરતી જોવા મળી છે તો કેટલાકમાં તેણીનું તેની બહેન સાથેનું ઉંડુ કનેક્શન જોવા મળે છે.

image source

તેણીની આ તસ્વિરોમાં માત્ર સાનિયાની મસ્તિભરી બાજુ જ નથી જોવા મળી પણ તેણી કેટલી ફેશનેબલ છે તે પણ જોવા મળે છે. તેણીએ આ તસ્વીરોમાં એકએકથી ચડિયાતા ડીઝાઈનર વસ્ત્રો પહેર્યા છે. તેણીના આ સુંદર વસ્ત્રો અને પેરિસનું બેકગ્રાઉન્ડ આ બધું જ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. અને આપણને બધાને પણ એક ટ્રાવેલ ગોલ પુરો પાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Anam Mirza (@anammirzaaa) on

સાનિયા મિર્ઝા અવારનવાર પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ પર પોતાની કરન્ટ તસ્વીરો શેયર કરતી રહે છે. જેમાં ક્યારેક તે પોતાના દીકરા સાથે હોય છે તો ક્યારેક એકલી હોય છે. ક્યારેક પેરિસનિ ગલિયોની તસ્વીર શેયર કરે છે તો ક્યારેક પોતાના વર્કઆઉટની વિડિયોઝ શેયર કરે છે. સાનિયા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 57 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

image source

સાનિયાની નાની બહેનના લગ્નની અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે સાનિયા મિર્ઝા પોતાની બહેન અનમ, ફરાહ અને અસાદુદ્દીન સાથે મનિષ મલ્હોત્રાના સ્ટોર બહાર નીકળતી જોવા મળી હતી.

image source

જો કે તમને જણાવી દીએ કે સાનિયાની બહેન અનમ મિર્ઝાના આ બીજા લગ્ન હશે. તેણીએ આ અગાઉ હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં અખબાર રશિદ નામના યુવક સાથે નિકાહ પઢ્યા હતા. જે માત્ર દોઢ જ વર્ષ ચાલ્યા હતા અને ત્યાર બાદ બન્નેએ સહમતિથી એકબીજાથી અલગ પડ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ