કરીના કપૂરનો ગોલ્ડન લૂક થયો વાઇરલ, જાજરમાન ફોટોસ જોઈને તમે પણ કહેશો, વાહ વાહ…

કરીના કપૂરના આ મેટાલિક ગોલ્ડ લૂકથી તમારી આંખો અંજાઈ જશે ! ઇન્ટરનેશનલ ફેશન મેગેઝિનના કવર પર કરીના લાગી રહી છે અદ્ભુત, કરીના કપૂર ખાન છેલ્લા 19 વર્ષથી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જાદૂ ફેલાવી રહી છે. જેને તેણીએ ક્યારેય પોતાના ફેન્સ પરથી ઓંસરવા નથી દીધો.

image source

તે ભલે છેલ્લા કેટલાક સમયથી ઓછી ફિલ્મો કરી રહી હોય પણ તેણીના એન્ડોર્સમેન્ટ તેમજ રિયાલીટી શોઝ અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ દ્વારા હંમેશા મિડિયા તેમજ પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. અને માત્ર કનેક્ટેડ જ નથી રહેતી પણ સુપર એક્ટિવ પણ રહે છે. તેણી ક્યારેક પોતાના દીકરા તૈમુરના કારણે તો વળી ક્યારેક સૈફની મોટી દીકરી સારા અલી ખાનના કારણે ચર્ચામાં રહે છે.

image source

ગયા શુક્રવારે, એલ મેગેઝિને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક કોયડા જેવોે વિડિયો સેયશેર કર્યો હતો જેમાં તેમના ફેન્સને પુછવામાં આયું હતું કે શું તમે ધારી શકો છો કે આવનારા અમારા મેગેઝિન કવર પર તમે બોલીવૂડની કઈ દીવાને જોશો ?

 

View this post on Instagram

 

A post shared by ELLE India (@elleindia) on

આ એક ઝીપ ફાઈલ ટાઈપનો વિડિયો હતો જેમાં કેપ્શન હુતુંં : જ્યુસ, કોફી, ચા કે પછી અમારું ઓક્ટોબર કવર ? કહો તો કોણ છે ?, અને તેમાં બોલીવૂડની એક સુપરસ્ટાર એક્ટર શાઈની બ્લૂ વસ્ત્રોમાં ચાલી રહી હતી પણ તેણીએ પોતાનો ચહેરો ઇટાલિયન બ્રાન્ડ બલ્ગરીના ક્લચ પર્સથી ઢાંકેલો હતો. જો કે કરીનાના ફેન્સ તો તેણીની એક ચાલથી જ તેને ઓળખી ગયા હશે.

 

View this post on Instagram

 

A post shared by ELLE India (@elleindia) on

અને છેવટે એલ મેગેઝિને પોતાનું ઓક્ટોબર કવર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કર્યું. કવર પર કરીનાને જોતાં જ એવું લાગે કે તેણી સિવાય તે મેગેઝિનના કવરને બીજું કોઈ જ ન શોભાવી શકે.

 

View this post on Instagram

 

A post shared by ELLE India (@elleindia) on

એલ મેગેઝિનેેએ પોતાના મેગેઝિન પોતાના કવર પર કરીનાની તસ્વીર શેયર કરતાં કરીનાને કંઈક આ રીતે વર્ણવી હતીઃ સ્ટાર લાઇટ, સ્ટાર બ્રાઈટ, એક હીટ રેડિયો શો. એક અદ્ભુત ફિલ્મી કેરિયર. બીટલ્સ જેમ કહે છે તેમઃ તે હંમેશાથી વધારેને વધારે ઉત્તમ થતું જાય છે. અતુલ્ય કરીના કપુર ખાન એક શુદ્ધ સોનું.

 

View this post on Instagram

 

A post shared by ELLE India (@elleindia) on

મેગેઝિન દ્વારા લખવામાં આવેલું આ કેપ્શન તેણીએ તસ્વીરમાં પહેરેલા ગોલ્ડ ડ્રેસથી પ્રેરિત હતું. એલ મેગેઝિનના કવર પર કરીના કપૂર ખાનની આકર્ષક તસ્વીરમાં તેણીએ મેટાલિક ગોલ્ડ પોલિએસ્ટર ડ્રેસ કે જેને વિશ્વ સ્તરીય ડીઝાઈનતર ટોની મેટિસેવ્સ્કી દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યોી છે તે પહેરીર્યો છે. જ્યારે બલ્ગરી બ્રાન્ડનો સુંદર પીંક ગોલ્ડ નેકલેસ પણ તેણીના ગળાને શોભાવી રહ્યોપહેર્યો છે તેણી તેમાં અત્યંત સ્ટનીંગ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ લૂકમાં કરીનાએ અત્યંત ઓછો મેકઅપ ધારણ કર્યો છે, જો કે તેણીના ચહેરા પર જે વસ્તુ સૌથી વધારે આકર્ષિ રહી છે તે છે તેની ગોલ્ડ આઈ શેડો. તેણીના વાળ છુટ્ટા રાખવામાં આવ્યા છે પણ તેને પાછળની તરફ રાખવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ સુંદર ગોલ્ડન ડ્રેસ જેણે ડીઝાઈન કર્યો છે તે ટોની મેટિસેવ્સ્કી એક ઇન્ટરનેશન ફેશન ડીઝાઈનર છે તેના વસ્ત્રો હોલીવૂડની જેનીફર લોપેઝ, એન હેથવે, કેમિલા કાબેલો તેમજ બીજી ઘણી બધી હસ્તીઓ પહેરવાનું પસંદ કરે છે. જ્યારે કરીના ઉપરાંત બોલીવૂડમાં અનુષ્કા શર્મા, સોનમ કપૂર મલાઈકા અરોરાએ પણ તેણે ડીઝાઈન કરેલા વસ્ત્રો પહેર્યા છે.

image source

જે દિવસે તેણીનું એલ મેગેઝિનનું કવર લોંચ થયું તે જ દિવસે તેણીની બીજી પણ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેણી પાવડો લઈને જમીનમાં ખાડો કરતી જોવા મળી છે.

image source

કરીના કપૂર માત્ર તેણીની ફિલ્મી કેરિયર માટે જ જાણીતી નથી પણ તેણી ઘણા બધા સામાજીક કાર્યો પણ કરે છે. જે મુખ્ય ત્વે તો સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા હોય છે. તેણી દેશની સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે તેમ છતાં તેણી પોતે એક સ્ટાર હોવાથી તેની સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારી છે તેને સારી રીતે સમજે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ વિડિયોમાં તેણી પાવડો લઈને જમીનમાં ખાડો કરતી જોઈ શકાય છે. તેણી સાથે કેટલીક સ્ત્રી ખેડૂતો પણ છે. તો તે જ પ્રસંગે પાડવામાં આવેલી એક તસ્વીરમાં તેણી પોતાના માટીવાળા ગંદા હાથ બતાવી રહી છે.

image source

હાલ કરીના પોતાના પ્રોફેશનમાં અત્યંત વ્યસ્ત છે. તેણી હાલ ઝી ટીવી પર ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો જજ કરી રહી છે. સાથે સાતે તેણી પોતાના અન્ય કામોને પણ સારી રીતે બેલેન્સ કરી લે છે.

image source

આ ઉપરાંત તેણી તેનો પોતાનો શો ‘વ્હોટ વુમેન વોન્ટ’ પણ હોસ્ટ કરી રહી છે અને હાલ તેની બીજી સીઝન પણ શરૂ થઈ ગઈ છે જેમાં તેણીએ શરૂઆત પોતાના પતિ સૈફ અલી ખાન અને પોતાની સાસુ શર્મિલા ટાગોર સાથે કરી હતી. તેની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી ફરી એકવાર આમિર ખાન સાથે જોવા મળશે. આ બન્ને લાલ સિંઘ ચઢ્ઢા નામની ફિલ્મ કરી રહ્યા છે.

image source

આ ઉપરાંત તેણી એક રોમેન્ટીક કોમેડી પણ કરી રહી છે જેમાં તેની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દીલજીત દોસાંજ છે. આ ફિલ્મનું નામ છે ગુડ ન્યુઝ. અને તેણીની જે ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે હિન્દી મિડિયમ ની સિક્વલ અંગ્રેઝી મિડિયમ જેમાં તેણી ઇરફાન ખાન અને રાધીકા મદાન સાથે જોવા મળશે.

image source

આમ, કરીના કપૂર ખાન પોતાની સમોવડી અભિનેત્રીઓ કરતાં ઘણી એક્ટીવ છે. આજે પણ તેણી પાસે ખૂટે નહીં તેટલુ બધું કામ છે. તેણી પાસે પણ આજની સફળ અભિનેત્રીઓ જેવી કે દીપીકા પદુકોણે અને પ્રિયંકા ચોપરા જેટલા જ એન્ડોર્સમેન્ટ્સ છે. ભુતકાળમાં ઘણી ઓછી અભિનેત્રીઓ આટલો લાંબો સમય પોતાની કેરિયરમા એક્ટિવ અને ખાસ કરીને સફળ રહી શકી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ