કોરોનાના સેમ્પલ લેવા માટે બનાવી ખાસ કેબિન, જાણો કેવી રીતે બચાવશે ચેપ લાગવાથી, PHOTOS

કોરોના કાર્યકર્તાઓને એક સલામ! કોરોનાના સેમ્પલ લેવા માટે બનાવી ખાસ કેબિન જેથી ચેપમાંથી મળી મુક્તિ

આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે કોરોના માટે ફરજ બજાવતા સ્ટાફ માટે PPE કીટ સાથે “સ્થાનિક પડકારો અને સમસ્યાઓ” આવી રહી હતી. આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આખુંય શરીર કવર થઈ જાય તેવો પ્રોટેક્શન સૂટ પહેરી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નોકરી કરવી આપણે કલ્પના પણ ના કરી શકીએ તેટલી અઘરી છે. કોરોનાથી બચવા હવે પોલીસ પણ પ્રોટેક્શન સૂટ પહેરીને ફરજ બજાવી રહી છે. ડોક્ટરો અને સ્ટાફ કહે છે કે “આ કીટ ખતરનાક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, પરંતુ અમારે પોતાને, અમારા પરિવારો અને દર્દીઓનું રક્ષણ કરવાનો પ્રયાસ કરવાનો છે. તેથી અમારી પાસે કોઈ વિકલ્પ નથી.”

સેમ્પલ લેવામાં ચેપનો ડર ગયો

image source

કોરોનાના દર્દીઓની સારવાર કરતા અનેક ડૉક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ સિવાય કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેતી વખતે પણ ડૉક્ટર્સ અને ટેક્નિશિયનને પણ કોરોનાનો ચેપ લાગી જતા મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોરોનાના સેમ્પલ લેવા માટે જૂનાગઢમાં એક ખાસ કેબિન તૈયાર કરવામાં આવી છે. જેથી કોરોનાના ટેસ્ટ વખતે PPE કીટ પહેરવાની પણ જરૂર નહીં પડે અને કોરોનાનો ચેપ લાગી શકશે નહીં. હવાની બિલકુલ અવરજવર ના થઈ શકે તેવી PPE કિટ પહેરીને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ પરસેવે રેબઝેબ થઈ જતાં હોય છે. તેમણે અગાઉ ક્યારેય આવી સ્થિતિમાં ફરજ બજાવવી પડી નથી. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં બંદોબસ્ત દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને પણ ચેપ લાગી જતાં આખરે તમામને PPE કિટ્સ આપવામાં આવી હતી.

દેખીતા ફાયદાઓ કેબિન બનાવવાના

image source

કાળઝાળ ગરમીમાં પીપીઈ કિટ પહેરી સતત ફરતા રહેવાના કારણે ખૂબ પરસેવો થવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થાય છે. જૂનાગઢ માળિયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને તાલુકા ઓફિસરના માર્ગદર્શન હેઠળ લેબ ટેક્નિશિયન અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા માટે ખાસ કેબિન બનાવવામાં આવી છે. આ કેબિનના ખાસ કરીને બે ફાયદા છે. (૧) સેમ્પલ લેતા કર્મચારીઓને PPE કીટ પહેરવાથી મુક્તિ મળી ગઇ. (૨) સલામત રીતે સેમ્પલ લેવાથી કોરોનાનો ચેપ પણ નહીં લાગે. કેબિનની બારીમાંથી હાથમાં ગ્લોવ્ઝ પહેરી દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે.

ટેક્નિશિયનોને કાળઝાળ ગરમીમાં PPE કીટની મુક્તિ

image source

પીપીઈ કિટ કાઢ્યા બાદ હાથ જાણે કલાકો સુધી પાણીમાં બોળેલા રાખ્યા હોય તેવા થઈ જાય છે. આવી જ હાલત પીપીઈ કિટ પહેરી ફરજ બજાવતા હેલ્થ વિભાગના સ્ટાફની પણ છે. કોરોના મહામારીને કારણે લોકો હવે સજાગ થયા છે. માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ તેમજ સાબુથી વારંવાર હાથ ધોવા સહિતની સુચનાઓ લોકો અમલમાં લાવવા લાગ્યા છે. ૧૦૦થી વધુ દર્દીઓના કોરોનાના સેમ્પલ લેનાર માળીયા હાટીના લેબ ટેક્નિશિયન જતીન દેસાઈના જણાવ્યા મુજબ કેબિન પહેલા સતત ૩ કલાક સુધી PPE કીટ પહેરીને રાખવી પડતી હતી.તેમાંથી તેમને કેબિન બની જવાથી છૂટકારો મળ્યો છે.

હાલમાં જૂનાગઢમાં કોરોનાની પરિસ્થિતિ

image source

તમને જણાવી દઈએ કે એક સમયે જૂનાગઢ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતો હતો અને આજે તેમાં કોરોના પોઝિટીવ કેસીસ ધીમે-ધીમે વધી રહ્યા છે. બુધવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ મુજબ જૂનાગઢમાં કોરોનાના અત્યાર સુધી કુલ ૨૭ કેસ નોંધાયા છે. તેમાંથી ૯ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે ૧૮ લોકો સારવાર હેઠળ છે. સારી બાબત એ છે કે, જુનાગઢમાં અત્યાર સુધી કોરોનાથી એક પણ મોત થયું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ