તસવીરોમાંં કરી લો ચુંદડીવાળા માતાજીને આપવામાં આવેલી સમાધિના અંતિમ દર્શન

ચુંદડીવાળા માતાજીને આપવામાં આવી સમાધી – કરો તસ્વીરો દ્વારા તેમના અંતિમ દર્શન

વિશ્વના જાણીતા અંબાજીના ચુંદડીવાળા માતીજીના નિધન બાદ તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી છે. 25મી ના રોજ રાત્રે 2.45 વાગે ચુંદડીવાળા માતાજીએ પોતાના વતન એવા ચારડા ગામે દેહ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ બે દિવસ માટે અંબાજી ખાતે તેમના ભક્તો તેમના દેહના અંતિમ દર્શન કરી શકે તે માટે રાખવામાં આવ્યો હતો. અને ગઈ કાલે સવારે 8.15 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી હતી.

image source

ભક્તો માટે કરવામાં આવી દર્શનની ઓનલાઈન વ્યવસ્થા

હાલ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન ચાલુ છે, તેમજ વધારે લોકે એક જગ્યાએ જમા પણ થવા નથી દેવામાં આવતા માટે સરકારની માર્ગદર્શીકાઓને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ચુંદડીવાળા માતાજીના આશ્રમ તરફથી તેમના ભક્તો માતાજીના અંતિમ દર્શન કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

આ રીતે આપવામાં આવી હતી સમાધી

image source

અંબાજીના ગબ્બર ખાતે આવેલા તેમના આશ્રમમાં જે જગ્યાએ ચુંદડીવાળા માતાજી વર્ષોથી બીરાજમાન હતા તેમની ગાદીની બાજુમાં જ 8 ફૂટ ઉંડો ખાડો ખોદીને ત્યાં જ તેમને સમાધી આપવામા આવી છે. ત્યાર બાદ આશ્રમના સંચાલકો દ્વારા મીઠુ નાખીને સમાધીની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘણા ઓછા લોકો હાજર રહી શક્યા હતા. પણ ભક્તોએ તેમને ભાવભીની વિદાય આપી હતી.

image source

ચુંદડીવાળા માતાજી 7 વર્ષની કુંમળી વયે માતાજીની ભક્તિમાં લીન થવા માટે પોતાનું ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હતા. અને 12 વર્ષે તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. સતત 76 વર્ષ તેઓ અન્ન જળ વગર જ જીવ્યા છે જે તબીબી જગત માટે એક મોટું રહસ્ય છે. તેમના પર ઘણા બધા પરિક્ષણો પણ થઈ ચુક્યા છે અને આટલા વર્ષોથી ભૂખ્યા તેમજ તરસ્યા રહેવા છતાં તેઓ જીવીત રહ્યા તે પણ એક આશ્ચર્યની વાત વિજ્ઞાન જગત માટે છે. તેમનું આખું જીવન રહસ્યમયી રહ્યું છે.

image source

ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ મગનલાલ જાની હતું. તેઓ નાનપણથી જ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયા હતા. તેમણે જણાવ્યા પ્રમાણે 12 વર્ષની ઉંમરે તેમને માતાજીના કહેવાથી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને ત્રણ કુંવારી કન્યાઓ મળી હતી અને તેમણે તેમની જીભ પર આંગળી મુકીને તેમને તે વરદાન આપ્યું હતું.

image source

જો સામાન્ય સંજોગો હોત તો તેમની સમાધીના દર્શનઅર્થે હાજરો લોકોના ટોળા ઉમટ્યા હોત તેમાં કોઈ જ શંકા નથી. પણ આશ્રમ તરફથી ભક્તોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી તે હાલના સંજોગોમાં વખાણવા યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ