સેવિંગ કરવામાં વારંવાર નિષ્ફળ થાઓ છો, તો અપનાવો આ આઈડિયાઝ…

અનેક લોકો એવા હોય છે, જેમને સેવિંગ કરવાની બહુ જ ઈચ્છા હોય છે, છતા તેઓ કરી શક્તા નથી. મહિનાના અંતે તેમના હાથમાં કંઈ એવું બચતું નથી, જેથી તેઓ સેવિંગ કરી શકે. તો આજે અમે તમને બચત કરવાની કેટલીક ખાસ ટિપ્સ આપીશું.

image source

જો તમને વાર્ષિક ઈન્ક્રીમેન્ટ મળે છે, તો તેની સાથે તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ વધારી દો. તેને ઓટો મોડ પર રાખી દો, જેથી ખર્ચા કરવાનુ વિચારવા કરતા પહેલા જ તમારા રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ થઈ જશે. તમે મ્યુચ્યુ્લ ફંડની એસઆઈપી એક આરડી જેવામાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ જ રીત તમે બોનસ જેવા એકવાર મળનારી રકમ પર પણ લાગુ કરી શકો છો. જોકે, જરૂરી નથી કે, ઈન્ક્રીમેન્ટ કે બોનસની બધી રકમ તમે ઈન્વેસ્ટ કરી શકો. તેમાંનો કેટલોક ભાગ તમારે તમારી લાઈફસ્ટાઈલને સારી બનાવવા માટે પણ વાપરવી પડી શકે છે.

image source

જો તમારા અનેક બેંક એકાઉન્ટ છે, અને તેને મેનેજ કરવું મુશ્કેલ બને છે, તો ક્યારેક ક્યારેક તમારા વધુ ખાતા પણ તમારી બચને મેનેજ કરવામા મદદ કરે છે. દરેક ઈન્વેસ્ટમેન્ટ અને બચતને અલગ અલગ ખાતામાં રાખો. આ ખાતા માટે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો. આ રીત એ લોકો માટે બહુ જ ફાયદાકારક બની રહેશે, જેઓ બિલકુલ પણ બચત નથી કરતા.

image source

જો તમે ટેક્સ પે કરો છો, તો યોગ્ય સમય પર તમારું ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચનો હિસાબ આપો. આવું ન કરવા પર આવક પરથી ટેક્સની રકમ કપાઈ જાય છે. જોકે, તમને આ રૂપિયા ટેક્સ રિટર્ન ફાઈલ કરવા પર પરત મળી શકે છે. પરંતુ આ પ્રક્રિયામાં બહુ જ સમય લાગે છે. આ કારણે તમે સમય પર ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટની માહિતી આપવાનું ન ભૂલતા.

image source

લોંગ ટર્મ લોનનું રિપેઈમેન્ટ કરી રહ્યા છો, તો તેની ઈએમઆઈની આદત થઈ જાય છે. તેથી લોનની કેટલીક ઈએમઆઈ રહી જતા પહેલા જ એ રકમની ઈન્વેસ્ટમેન્ટ યોજના બનાવો. ઈએમઆઈ પૂરી થવા પર તેટલા જ રૂપિયા ઈન્વેસ્ટ કરવાનું રાખો. તેના માટે તમે એસઆઈપ કે આરડીને પસંદ કરી શકો છો. તેનાથી મહિનાના ખર્ચમાં વગર કોઈ બદલાવ કરીને તમે ઈન્વેસ્ટ કરી શકો છો.

image source

ઈક્વિટી ફંડમાં ઈન્વેસ્ટ કરાયેલી લગભગ 70 ટકા રકમ ઈન્વેસ્ટના બે વર્ષમાં કાઢી લો. આવામાં તમે રૂપિયાના લોંગ ટર્મ ઈન્વેસ્ટ કરો, જ્યાં જલ્દી નિકાસી સુવિધા ન હોય. પીપીએફ 15 વર્ષ માટે હોય છે. પરંતુ પાંચ વર્ષ બાદ પણ તમે રૂપિયા કાઢી શકો છો. નેશનલ પેન્શન સ્કીમને રિટાર્યડમેન્ટ પહેલા ટચ પણ ન કરો. આ રીતે તમે ઈન્વેસ્ટમેન્ટમાં તમારા રૂપિયા લગાવી શકો છો. આ આસાન અને સ્માર્ટ રીતથી તમે તમારું ઈન્વેસ્ટમેન્ટ આસાનીથી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ