એક સમોસાવાળાની સમજ – જાતે સપના જોતાં શીખો, બાકી કોઈ પોતાના સપના પુરાં કરવા તમને નોકરી પર રાખશે.!!

દિલ્હીની એક મોટી કંપનીની બહાર એક સમોસાની નાની દુકાન હતી. તે વિસ્તારમાં તે સમોસા વાડો તેના સમોસા માટે ખુબજ પ્રખ્યાત હતો. કંપનીના લગભગ બધા જ કર્મચારીઓ રીસેસનાં સમયમાં તેના સ્વાદિસ્ટ સમોસાની લીજજત માણતા.
એક દિવસ, કંપનીના મેનેજર ત્યાં આવ્યા. સમોસા ખાતા-ખાતા તેમણે રમુજમાં સમોસા-વળા ને કહ્યું, “તું તારી આ દુકાનને સરસ રીતે ચલાવે છે. તારી પાસે સારી મેનેજમૅંટ સ્કીલ છે. તને નથી લગતું કે તું સમોસા વેચીને તારી આવડતને વેડફી રહ્યો છે? વિચાર જો તું મારી જેમ કોઇ મોટી કંપનીમાં કામ કરતો હોત, તો મોટો મેનેજર હોત.”સમોસા-વાળો થોડું હસ્યો અને મેનેજર સાહેબને જવાબ આપ્યો, “સાહેબ, મને લાગે છે મારું કામ તમારા કામ કરતાં સારું છે. ખબર છે કઈ રીતે? આજથી દશ વર્ષ પહેલા હું બાસ્કેટમાં સમોસા વેચતો. તેજ સમયે તમે આ કંપનીમાં જોડાયા. શરુઆતમાં હું મહિને 1000/-રૂ. કમાતો, ત્યારે તમારો પગાર 10,000/-રૂ. હતો. આ દશ વર્ષમાં આપળે બંને એ ખુબ પ્રગતી કરી, મે આ દુકાન ખરીદી લીધી, તમે કંપનીનાં મેનેજર બની ગયા. હવે તમારો પગાર 1,00,000/-રૂ. છે, અને હું પણ 1,00,000/-રૂ. ,અને ક્યારેક ક્યારેક તો એનાથી પણ વધારે! એટલે હું ચોક્કસ રીતે કહી શકું કે મારું કામ તમારાં કામથી વધારે સારું છે.હવે મારી વાત ધ્યાનથી સાંભળશો… મે નાનકડી શરૂઆત કરી હતી. મારા સંતાનો ને મારી જેટલી મહેનત નહીં કરવી પડે. એક દિવસ મારો દિકરો આ દુકાન સંભાળશે.

તેને શૂન્ય થી શરૂઆત નહીં કરવી પડે. તેની પાસે આ ધમધોકાર ચાલતો ધંધો હસે, પરંતુ તમારા કિસ્સામાં તમે કરેલી મહેનતનો ફાયદો તમારા બોસનાં બાળકો ને મળશે.તમે તમારા સંતાનને તમારી પોસ્ટ નહીં આપી શકો. તેમણે ફરજીયાત શૂન્ય થી શરૂઆત કરવી પડશે. જે રીતે તમે દશ વર્ષ મહેનત કરી, તમારા બાળકોને પણ ફરીથી મહેનત કરવીજ પડશે. જ્યારે મારો દિકરો આહીંથી જ શરૂઆત કરશે. જ્યારે તમારા સંતાન અહીં પહોંચશે ત્યારે મારો દિકરો ખુબજ આગળ નીકળી ગયો હશે.
હવે મને કહો કોન તેનો સમય બગાડી રહ્યું છે?”

મેનેજર બે સમોસાનાં 50/-રૂ. ચુકવીને કઈં પણ બોલ્યા વિના ત્યાંથી નીકડી ગયા.

જાતે સપના જોતાં શીખો, બાકી કોઈ તેમના સપના પુરાં કરવા તમને નોકરી પર રાખશે.