ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સીટી છે અમદાવાદ, જાણો આજે તેનો ઐતિહાસિક ઇતિહાસ !!

અમદાવાદ ની સ્થપના ૧૪૧૧ માં અહમદશાહ એ કરી હતી, તેમણે સૌપ્રથમ ભદ્ર નો કિલ્લો બંધાયો હતો. ભદ્રના કિલ્લા ને મુખ્ય દરવાજા શિવાય બીજા આઠ દરવાજા હતા. જેમ જેમ શહેર વિકાસ પામતું ગયું તેમ તેમ બીજા કિલ્લા બંધાતા ગયા, આમ શહેર માં દરવાજા વધતા ગયા. ૧૪૮૬ માં મહમદ બેગડા દ્ધારા કિલ્લા નો વિકાસ કરવામાં આવ્યો અને બીજા ૧૨ દરવાજા અસતીત્વમાં આવ્યા.

અંગ્રેજ હુકુમત ની સ્થપના થતા શહેર માં રેલ્વે આવી પહોચી. રેલ્વે ના આવાગમન માટે અંગ્રેજો એ કિલ્લા ની દીવાલ તોડી પડી અને બીજા બે દરવાજા અસ્તિત્વ માં આવ્યા.ભદ્ર ના કિલ્લા ની ઉતર બાજુ એ બે માધ્યમ દરવાજા ઓ હતા જે ૧૩ ફીટ પહોળા અને ૧૫ ફીટ ઊંચા હતા. તેમાં નો એક દરવાજો ખાનપુર અને બીજો મિરઝાપુર તરફ જતો હતો. જેને કોઈ દરવાજા(Gate) ન હતા. જયારે પૂર્વ બાજુ એ લાલ દરવાજા આવેલ હતો. અને ઉતર-પૂર્વ માં ભદ્ર નો દરવાજો હતો જેને પીરન પીર નો દરવાજો કહેવતો હતો. દક્ષિણ માં બીજા બે મધ્ય માપ ના દરવાજા હતા. જયારે દક્ષિણ-પશ્ચિમ માં એક મોટો દરવાજો હતો જેને ગણેશ બારી તરીકે ઓળખાતો જેને બનાવાનો ખર્ચ ૯૨૦ રૂપિયા હતો. પશ્ચિમ માં બીજા બે મધ્ય માપ ના દરવાજા હતા જયારે દક્ષિણ પશ્ચિમ અમ પાથરના પગથીયા વાળો રામ દરવાજો અને બરાદારી દરવાજો હતો. શાહી મેદાનમાં પ્રવેશ માટે ઉતર માં ૩ દરવાજા હતા.જયારે રાણીઓ ના પ્રવેશ દ્વાર હતો. ગણેશ દરવાજો એલિસ બ્રિજ ના નિર્માણ વખતે નષ્ટ પામ્યો હતો જયારે લાલા દારવાજો જે સીદી સૈયદ ની જાળી ની સામે હતો તે પણ નષ્ટ પામ્યો છે પણ દીવાલ ના અવશેષો જોવા મળે છે.

શાહપુર દરવાજા અને રાયખડ દરવાજા – સાબરમતી નદી તરફ જવા ઉપયોગ માં લેવાતો.દિલ્હી દરવાજા – દિલ્હી જવા ઉપયોગ માં આવતો.

દરિયાપુર દરવાજા – સૈનિકો અને રાજદ્વારીઓ આ દરવાજા નો ઉપયોગ કરતા.

કાલુપુર દરવાજા – આ દરવાજા મારફતે ખાધાખોરાકી શહેરમાં આવતી હતી.

સારંગપુર દરવાજા – વિદેશી ના આવન જવાન માટે ઉપયોગ માં લેવાતો.

રાયપુર દરવાજો – સામાન્ય લોકો ના આવનજાવન માટે ઉપયોગ માં લેવાતો.

આસ્ટોડિયા દરવાજા – એ વખતના મહત્વના રંગક ના વ્યાપાર માટે ઉપયોગ માં લેવાતો. મહુધા દરવાજા – માલસામાનની આવર જવર માટે વપરાતો.

જમાલપુર દરવાજો. – અમદાવાદ શહેર નું નિર્ગમ દ્વાર ગણાતું

ખાન-એ-જહાં દરવાજા – આક્સ્મિક નિર્ગમ દ્વાર તરીકે ઉપયોગ થતો હતો.

માણેક દરવાજો – ગણેશ દરવાજા પાસે હતો જે હાલ નાશ પામ્યો છે.

ખાનપુર દરવાજા – જે રાજા ને ઉદ્યાનનો પ્રવેશદ્વાર હતો.

પ્રેમ દરવાજા – વ્યાપારીઓ ધંધા માટે ઉપયોગ કરતા હતા.
પાંચકુવા દરવાજા – જે શહેર નો ફેલાવો થતા નિર્માણ માં આવ્યો હતો.

ખરું દરવાજા – સૈનિકો માટેની વધારાની ચોકી માટે નિર્માણ કરાયો હતો.

હલીમ દરવાજા – એક સમયે શાહપુર માં આ દરવાજો સૈનિક માર્ગ તરીકે ઉપયોગ માં લેવાતો.આ સિવાય અમદાવાદ માં ગોમતીપુર દરવાજો અને શાહ-આલમ દરવાજો પણ હાજર છે.