રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે કે નહીં? જાણો આ વિશે DyCM નીતિન પટેલે શું આપ્યું નિવેદન

રૂપાલ ગામની પલ્લી વિષે DYCM નીતિન પટેલનું મહત્વની નિવેદન આપ્યું છે, આ સાથે જ શિક્ષકો અને ખેડૂતો માટે પણ આ વાત કહેવામાં આવી છે.

image source

તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૦ ના આજ રોજ ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા અંબાજીમાં આવેલ રૂપાલ ગામની પલ્લી વિષે ઘણું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. આ સાથે સાથે નીતિન પટેલ દ્વારા ખેડૂતો અને શિક્ષકો વિષે પણ કેટલીક મહત્વની બાબતો વિષે વાત કરી હતી.

  • -ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું મહત્વનું નિવેદન.
  • -આ વર્ષે ‘રૂપાલની પલ્લીનું આયોજન નહી કરવામાં આવે.’
  • -‘કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે નહી યોજવામાં આવે રૂપાલમાં પલ્લી.’

    image source

અંબાજીમાં આવેલ રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રિના મહોત્સવ દરમિયાન અષ્ટમીની તિથિ નિમિત્તે ખાસ પલ્લીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ રૂપાલ ગામમાં અષ્ટમીના નિમિત્તે આયોજિત કરવામાં આવતી પલ્લીને લઈને મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે રૂપાલ ગામમાં પલ્લીનું આયોજન નહી કરવામાં આવે. જો કે, આ નિર્ણય દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

અંબાજીમાં આવેલ રૂપાલ ગામમાં પ્રત્યેક વર્ષે નવરાત્રિના તહેવારની અષ્ટમીના નિમિત્તે યોજવામાં આવતી પલ્લીને જોવા માટે લોકો દુર દુરથી આવે છે. એટલા માટે પલ્લીના દિવસે રૂપાલ ગામમાં ખુબ ભક્તોની ભીડ થવા લાગે છે. જેના લીધે કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની સંભાવના ખુબ જ વધી જાય છે તેના લીધે આ વર્ષે દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે રૂપાલ ગામમાં નવરાત્રિના તહેવારની અષ્ટમીના નિમિત્તે યોજવામાં આવતી પલ્લીનું આયોજન કરવામાં આવશે નહી.

image source

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા ખેડૂતો વિષે જણાવતા કહ્યું હતું કે, આ વર્ષે માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોના રીપોર્ટ કલેકટર્સ પાસેથી મંગાવવામાં આવશે અને સરકાર દ્વારા કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવાની શરુઆત કરી દેવામાં આવી છે. એટલું જ નહી, કિસાન સહાય યોજના હેઠળ સમાવેશ નહી કરવામાં આવેલ તાલુકાના કલેકટર્સ પાસેથી પણ રીપોર્ટ મંગાવવામાં આવશે. આ સાથે જ રાજ્યના શિક્ષકો માટે ૪૨૦૦ ગ્રેડ પે વિષે પણ રાજ્ય સરકાર દ્વારા જલ્દી જ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

image source

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાના અંતથી અંદાજીત દેશમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે તેમ છતાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકસાથે મળીને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સામાન્ય જનતાની સાથ આપતા તેમની મદદ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ