કોરોના પોઝિટીવ અભિનેતા નરેશ કનોડિયાના મોતના સમાચાર વાયુવેગે વાયરલ, પણ તમે જાણી લો સત્ય હકીકત

જ્યારે કોરોનાએ પગ પેસારો જ કર્યો હતો ત્યારે દેશમાં જનતા કર્ફ્યૂ લગાવાયું હતું તે સમયે ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે ઢોલ સાથે ભાગ કોરોના ભાગ તને તારો બાપ ભગાડે ગીત ગાઈને ચર્ચામા આવ્યા હતા. હવે નસીબના જોગે એ જ નરેશ કનોડિયા નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યાર બાદ તેમની અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે.

image source

પરંતુ આ બધાને લઈને નરેશ કનોડિયાના નિધનો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. જોકે આ માત્ર એક અફવા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે. કોરોના પોઝિટિવ ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડી હતી. નરેશ કનોડિયા હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા વેન્ટિલેટર પર રખાયા છે. નરેશ કનોડિયાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

image source

ત્યારે કોઇએ સોશિયલ મીડિયા પર નરેશના મોતની અફવા ફેલાવી છે. પરંતુ સોશિયલ મીડિયામાં ચાલતી આ વાત સદંતર ખોટી હોવાનું સામે આવ્યું છે. નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને સોશિયલ મીડિયામાં ફરતી વાત ખોટી છે. આ ટીખળખોર લોકો સોશિયલ મીડિયાને પોતાનું માધ્યમ બનાવી લોકોને ખોટો સંદેશ આપી રહ્યા છે અને ખોટી અફવાહો ફેલાવી રહ્યા છે. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતની અફવાનો મામલે હીતુ કનોડિયાએ કહ્યું કે, મારા પપ્પાની તબિયત સ્થિર છે, કોઈ અફવાઓમાં માનતા નહીં. તેણે એક વીડિયો પણ વહેતો કર્યો છે અને લોકોને અપીલ કરી છે કે મહેરબાની કરીને આવા મેસેજ વાયરલ ન કરો.

image source

આ મામલે યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવ્યું કે, સોશિયલ મીડિયામાં નરેશ કનોડિયાના સ્વાસ્થ્યની અફવા ફેલાઇ છે, જો કે નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેશ કનોડિયાના સ્વાસ્થ્ય અંગે તેમના ભત્રીજા અને PA ગૌતમ કનોડિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઇ ટિખળખોરો દ્વારા મોતની અફવા ફેલાવવામાં આવી છે. હાલ નરેશ કનોડિયાની તબિયત સુધારા પર છે. અમે આ અંગે પોલીસમાં પણ જાણ કરી છે.

આ પહેલાં લોકો સમક્ષ નરેશ કનોડિયાનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ અમદાવાદની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયેલા નજરે પડે છે. તેમને ઑક્સિજનનું માસ્ક લગાવેલું છે. તેમજ તે વેન્ટિલેટર પર છે. ત્યારે પણ લોકોને એવું જ લાગ્યું હતું કે અભિનેતાની તબિયત કંઈક વધારે જ લથડી ગઈ છે. તેમજ ત્યારે નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1112 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,65,233એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3676એ પહોંચ્યો છે. જ્યારે 1264 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,38,392 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ