ભારતીય નૌકાદળે પોતાની તાકાત બતાવી, એન્ટી શિપ મિસાઇલથી સમુદ્રમાં ડૂબાડ્યું જહાજ, જોઇ લો વિડીયોમાં તમે પણ

ભારતના દુશ્મનોના દાંત ખાટા કરી નાખે તેવું સૈન્યબળ ભારત પાસે છે. આ સૈન્ય શક્તિશાળી હોવાની સાથે આધુનિક શસ્ત્રોથી સજ્જ પણ છે. આ વાતનો પુરાવો યુદ્ધાભ્યાસમાં જોવા મળે છે. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી ભારતીય નેવી પણ વિવિધ પ્રકારની મિસાઈલનું પરીક્ષણ કરે છે. આ શ્રેણીમાં ભારતે એન્ટી શિપ મિલાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ નૌસેનાના કોર્વેટ આઈએનએસ પરથી મિસાઇલ લોન્ચ કરી હતી.

image source

ભારતીય નૌસેનાએ આ પરીક્ષણનો વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં આઇએનએસ પરથી શક્તિશાળી પ્રબળથી મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે તે જોઈ શકાય છે. આ મિસાઇલથી સચોટ ટાર્કેટ સાધી એક જહાજનો નાશ કરવામાં આવ્યો હતો. આ ટ્વિટ અનુસાર આઈએનએસ પ્રેક્ટિસ ડ્રિલ દરમિયાન શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મિસાઇલએ પોતાના લક્ષ્યને સાંધતા સમુદ્રમાં ઊભેલા જહાજને નેસ્તોનાબૂદ કરી દીધું હતું.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ મિસાઇલને અરબ સાગરમાં કોઇ અજ્ઞાત સ્થળે લોન્ચ કરવામાં આવી હતી. જેના લક્ષ્યમાં જે જહાજ હતું તે પણ ખાલી હતું. આ એન્ટી શિપ મિસાઇલ અધિકતમ દૂરીએ સમુદ્રમાં તરતી વસ્તુને પણ સફળ રીતે ટારગેટ કરી શકે છે.

image source

હાલ પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો તણાવ પૂર્ણ છે જ ત્યારે નૌસેના, વાયુસેના અને થલસેના પોતાની શક્તિ વધારી રહી છે. જે અભ્યાસના ભાગરૂપે નેવીએ આ મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું છે.

આ પહેલા ગુરુવારે ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે નૌસેનાના કેરિયર બેટલ ગ્રુપના સિલેક્ટેડ અધિકારીઓને આઇએનએસ વિક્રમાદિત્યથી કરવામાં આવેલા એક પ્રસારણના માધ્યમને સંબોધિત કર્યું હતું. નોંધનીય છે કે નૌસેના દ્વારા હાલ સતત અલગ અલગ યુદ્ઘ અભ્યાસોની પ્રેક્ટિસ ચાલી રહી છે. જેને જોતા કહી શકાય છે કે ભારતીય નૌસેના કોઇ પણ સમયે કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર અને સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !