સોના-ચાંદીના ભાવમાં આ કારણે આવી તેજી, જાણો આજનો લેટેસ્ટ ભાવ અને પછી જ જજો ખરીદવા કારણકે…

કોરોના મહામારીના કારણે બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેય અપ તો ક્યારેક માર્કેટ ડાઉન થઈ રહ્યું છે. સોના ચાંદીમાં પણ આવા જ હાલ છે. થોડા દિવસ પહેલા સોનાના ભાવમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફરીવાર તેમા તેજી આવી છે. દિલ્હીના સર્રાફા બજારમાં ગઈકાલે સોનાનો ભાવ વધ્યો છે.

image source

વૈશ્વિક બજારમાં ઉછાળો આવ્યા બાદ શુક્રવારે ઘરેલૂ બજારમાં પીળી ધાતુની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીના સર્રાફા બજારમાં સોના સિવાય ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પણ બંને કિંમતી ધાતુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં રાહત પેકેજની અનિશ્ચિતતા અને અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતાને લઈને સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

image source

સોના અને ચાંદીની નવી કિંમત

તો બીજી તરફ શુક્રવારે ચાંદીની કિંમતમાં વધારો થયો હતો. તેમાં 376 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. તે હવે 62,775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. ગુરુવારે ચાંદીનો ભાવ 62,399 રૂપિયા હતો. સોનાની વાત કરીએ તો દિલ્હીના સર્રાફા બજારમાં સોનું 236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. આ પછી સોનાનો નવો ભાવ 51558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. ગુરુવારે તે 51322 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

image source

શું છે આંતરરાષ્ટ્રિય બજારમાં ભાવ

આંતરરાષ્ટ્રિય બજારમાં બંને ધાતુની વાત કરીએ તો અહીં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ 1910 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે તો ચાંદીનો ભાવ 24.27 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.

આ કારણથી વધ્યા ભાવ

image source

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના સર્રાફા બજારમાં આજે 24 કેરેટ સોનું સ્પોટ ગોલ્ડનો ભાવ 236 રૂપિયા વધ્યો છે. ડોલરમાં નબળાઈ, અમેરિકામાં રાહત પેકેજને લઈને અનિશ્ચિતતા અને અમેરિકી અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને સોનું અને ચાંદી બંનેના ભાવ વધ્યા છે.

વાયદા કારોબારમાં રહ્યો આ ભાવ

image source

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બરમાં ડિલિવરી વાળું સોનું 108 રૂપિયા એટલે કે 0.22 ટકાની તેજીની સાથે 50,156 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. તેમાં 15,404 લોટ માટે કારોબાર થયો. તો MCX પર ડિસેમ્બરમાં કરાર વાળી ચાંદીની કિંમત 555 રૂપિયાના વધારા સાથે 60,919 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેમાં 16,402 લોટ માટે કારોબાર થયો હતો.

દિવાળી સુધી ચાલુ રહેશે વધધટ

image source

મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસિઝના કોમોડિટી વાઈસ પ્રેસિડન્ટ નવનીત દમાણીના અનુસાર જો તમને લાગી રહ્યું છે કે સોનું સસ્તુ થશે અથવા પહેલાના સ્તરે આવી જશે તો આ અંદાજ ખોટો હોઈ શકે છે. સાથે શેરબજારમાં પણ સોનાની ચાલને લઈને ભૂલ થઈ શકે છે.સોનાના ભાવ ઉંચાઈથી ઘટીને 50000 પર સ્થિક છે તો અન્ય તરફ ચાંદી 60000 રૂપિયાની આસપાસ છે. આવનારા સમયમાં તેમાં વધ ધટની સ્થિતિ કાયમ રહી શકે છે. દિવાળી સુધી સોનાની કિંમતોમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી. દિવાળી પર પણ સોનું 50000-52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી રહેવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ