ડિવોર્સ પછી આ રીતે જીવો નવેસરથી જીંદગી..

ડીવોર્સ બાદ જીંદગીને જીવો નવેસરથી

image source

કોઈ પણ વ્યક્તિના જીવનમાં લગ્ન એ એક મહત્ત્વનો પડાવ હોય છે તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ જ્યારે આ લગ્ન સંબંધમાં તીરાડ પડે છે અને છેવટે એ સંબંધમાં ટકી નથી શકાતું ત્યારે ડીવોર્સની નોબત આવે છે.

અને તમારા જીવનમાં થયેલી આ દુઃખદ ઘટનામાં તમારી આસપાસના લોકોના ઓપિનિયન અલગ અલગ હોઈ શકે છે. પણ તમારા માટે આ ઘટના જીવનને વિખેરી નાખનારી હોય છે. અને તેનો સામનો તમારે એકલાએ જ કરવાનો હોય છે.

image source

પણ જ્યારે તમે એક દુઃખી સંબંધમાં હોવ અને તેને કોઈ એક કારણસર જ દુઃખી થતાં થતાં ખેંચ્યા કરતો તેના કરતાં સારું એ જ રહે છે કે તે સંબંધમાંથી છુટકારો મેળવી લેવો અને જીવનમાં આગળ વધવું.

જે થયું તે થઈ ગયું ડીવોર્સ લેવાઈ ગયા. પેપરો સાઇન થઈ ગયા અને તમે તમારા નવા ઘરે શીફ્ટ પણ થઈ ગયા. અને હવે તમને પ્રશ્ન થતો હશે કે હવે શું કરવાનું ?

image source

તો હવે તમારે તમારા જીવનને નવેસરથી જીવવાનું છે. તમારે તમારા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના છે અને તે પ્રમાણે તમારે કામ કરવાનું છે.

બધાની છુટ્ટાછેડાની વાર્તાઓ અલગ અલગ હોય છે કોઈ દસ વર્ષના લાંબા ગાળા બાદ ડીવોર્સ લેતા પણ જોવા મળે છે તો કોઈ લગ્નના એક વર્ષની અંદર જ છુટ્ટા થઈ જાય છે.

image source

ગમે તે સંજોગોમાં ડીવોર્સ તમારા જીવનને માઠી અસર પહોંચાડે છે. કેટલાક સંજોગોમાં ડીવોર્સ એ એક સ્વસ્થ નિરાકરણ હોય છે, તમે એક દુઃખદ સંબંધમાંથી છુટકારો પ્રાપ્ત કરો છો તો વળી કેટલાક સંજોગોમાં ડીવોર્સના કારણે તમારું હૃદય ભંગ થઈ જાય છે.

ગમે તે હોય તમારે જીવવમાં આગળ વધ્યા સિવાય છુટકો નથી રહેતો. અને માટે તમારે આગળ વધવું જપડે છે પણ કેવી રીતે ? તો આ રીતે.

વાસ્તવિકતાનો સામનો કરો

image source

તમે તમારા જીવનને એક નવો મોકો આપો અથવા તો તેની એક નવીજ શરૂઆત કરતો તે પહેલાં તમારે વાસ્તવિકતાને સમજવી પડે છે અને તેનો સામનો કરવો પડે છે.

એવું નથી કે બધું જ સમુસુતરુ જ પાર પડે કપલ્સ અવારનવાર છુટ્ટા પડે છે. તેમાં કશું જ ખોટું નથી તે તમારે ખાસ સમજી લેવું. કારણ કે તમે જો હંમેશા વિચારમાં અને ચિંતામાં રહેશો કે સમાજ શું વિચારશે, તમારા માતાપિતા કે બીજું કોઈ શું વિચારશે તેમાંથી બહાર આવવું.

image source

તમે જે કોઈ પણ નિર્ણય લો તે પુરા આત્મવિશ્વાસથી લો. તમારે સમાજના દબાણ હેઠળ કોઈ જ નિર્ણય નથી લેવાનો. સંપુર્ણ હોશ અને સભાનતાથી નિર્ણય લેવાના છે.

કોઈ નિષ્ણાતની મદદ લો

આપણે કંઈ બધું જ આપણી જાતે નથી કરી શકતા, આપણે કોઈ પણ સ્થિતિમાં કોઈની પણ જરૂર પડી શકે છે.

image source

અને ડીવોર્સ એક એવી ઘટના છે કે બની શકે કે તેના કારણે આપણે નિરાશામાં જતા રહ્યા હોઈએ, ડીપ્રેસ થઈ ગયાહોઈએ તો તેમાંથી બહાર નીકળવા માટે આપણે નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે છે.

તેના માટે તમારે થેરાપિસ્ટની મુલાકાત લેવી જોઈએ. કારણ કે તેઓ તમારી યોગ્ય રીતે મદદ કરી શકશે અને તે મદદ તમને તમારી આસપાસના લોકો પાસેથી નહીં મળે.

તમારી જાતને જાણો-શોધો

image source

ઘણાં લાંબા સમયના લગ્નજીવન બાદ તમે જ્યારે સેપરેટ થાઓ છો ત્યારે તમારા પર તમારા સાથીનો પ્રભાવ ઘણા અંશે રહેલો હોય છે.તમારા સાથીની પસંદ તમારી પસંદ બની ગઈ હોય છે તમે પોતે શું ઇચ્છતા હતા તે તો તમે ભુલી જ ગયા હોવ છો.

અને માટે જ તમારે હવે તમારી જાતને શોધવાની છે અને તમને જે પસંદ છે તે વિષે વિચારવાનું છે. તમારા મિત્રો સાથે બહાર જાઓ અને જાણો કે તમને શું કરવું ગમે છે તમને કઈ બાબત આનંદ અપાવે છે.

તમારી જાતને આર્થિક રીતે પગભર કરો

image source

સેલ્ફ ઇન્ડીપેન્ડન્ટ બનો. ડીવોર્સ બાદ આ એક મહત્ત્વની બાબત છે જે વિષે તમારે ગંભીર રીતે વિચારવું જોઈએ.

ભલે તમે તમારા માતાપિતા સાથે રહેતા હોવ કે તેમની પાસે તમારી કેર કરવા માટે પુરતો પૈસો હોય તેમ છતાં તમારે તમારી જાતને આર્થિક રીતે પગભર બનાવવી જોઈએ.

image source

તમને જે કામ કરવું ગમે છે તેને તમારુ પ્રોફેશન બનાવો. બની શકે કે તમારા માટે કોઈ અનેરો જ માર્ગ ખુલતો તમને જોવા મળે !

તમારી ઇચ્છાઓની એક યાદી બનાવો

image source

તમે જ્યારે આટલા મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યા હોવ છો અને તમે એક નવી જ શરૂઆત કરવા માગતા હોવ છો ત્યારે તમારે તમારા જીવન સાથે ધરખમ ફેરફાર કરવા પડે છે જેથી કરીને તમે તમારા જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરી શકો.

તમને સૌથી વધારે અનુભવ પ્રવાસ દરમિયાન થાય છે. એક કપલમાંથી એક એકલી વ્યક્તિ બનવાથી બની શકે કે તમને પ્રવાસમાં રસ ન રહે.

image source

પણ તમે માનો કે ન માનો તમારા મનમાં અને તમારા બજેટમાંજે જગ્યાએ ફરવા જવાની તમે વર્ષોથી ઇચ્છા ધરાવતા હોવ ત્યાં તમારે ચોક્કસ જઈ આવવું જોઇએ. તેના માટે તમારે એક આયોજન બનાવવું અને એક સોલો ટ્રીપ તો કરી જ લેવી.

જેથી કરીને તમને જીવનમાં એકલા આગળ વધવાનો એક અનેરો અનુભવ મળશે અને સાથે સાથે એક આત્મવિશ્વાસ પણ મળશે.

ડેટીંગ પર જાઓ

image source

ડીવોર્સ થયા એટલે જીવનનો અંત આવી ગયો તેવું નથી. તમારે જીવનમાં આગળ વધવાનું છે તો પછી નવા સંબંધો માટે પણ કોઈ ખચકાટ ન થવો જોઈએ.

ભૂતકાળમાંથી બહાર આવીને વર્તમાન અને ભવિષ્ય તરફ નજર રાખો. એક વ્યક્તિ સાથે તમારો સંબંધ સારો ન રહી શક્યો તે તમારે યોગ્ય ન હોય તો કોઈ એવી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરો જે તમારે યોગ્ય હોય.

image source

જો કે છુટ્ટાછેડા બાદ બીજા સંબંધો વિષે વિચારવું એ ઘણું અઘરુ કામ છે. પણ તમારે બહાર જવું જોઈએ અને નવા લોકોને મળવું જોઈએ અને તમારા જીવનને ફરીવાર ભરપુર જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ