અળસીનુ સેવન કરવાની આ રીત છે સાચી, જાણો નહિં તો પછીથી થશે નુકસાન

અળશીના અઢળક ફાયદા જાણો અને તેનું આ રીતે કરો સેવન

image source

અળશી કે જેને ઇંગ્લીશમાં ફ્લેક્સસીડ્સ કહેવાય છે તેનો ઉપયોગ આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા કરવામા આવ્યો છે.

આજનું આધુનિક વિજ્ઞાન તેને નાનકડું સુપર ફુડ પણ કહે છે કારણ કે તેને યોગ્ય રીતે આરોગવાથી શરીરને અઢળક લાભ પહોંચે છે.

image source

ફેક્સસીડ્સ એટલે કે અળશીની ખાસીયત એ છે કે તેનો લાભ મેળવવા માટે તમારે તેને વધારે પ્રમાણમાં નથી ખાવા પડતા પણ એક નાનકડી ચમચી ખાવાથી પણ તમને તેનો પુરો લાભ થાય છે.

તો ચાલો જાણીએ અળશીને ખાવાના સ્વાસ્થ્યદાયી ફાયદાઓ વિષે

અળશીમાં હોય છે શરીર માટે અત્યંત જરૂરી એવું ઓમેગા 3 ફેટી એસીડ

image source

ઓમેગા 3નું ઉત્પાદન આપણા શરીરમાં નથી થતું અને તેમ છતાં આપણા શરીરને સુચારુ રીતે ચલાવવા માટે આપણે આ ફેટી એસિડની જરૂર રહે છે. આ સિવાય ઓમેગા 3 બીજા ખોરાકમાંથી ભાગ્યે જ મળે છે.

અને જે લોકો વેજીટેરિયન છે તેમના માટે તો ઓમેગા 3નો ઉત્તમ સોર્સ અળશીના બીજ જ છે.

image source

ઓમેગા 3 એક સારી ચરબી છે જે તમારા મગજ, તમારા હૃદય તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. એક મોટો ચમચો અળસીના પાઉડરમાં 1.3 ગ્રામ ઓમેગા 3 હોય છે.

ફાયબર – રેશા

image source

તમને જણાવી દઈએ કે અળશી તમારા પેટમાં જઈને નવગણી વધારે ફુલે છે. તે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબરનું પ્રમાણ વધારે છે જે તમારા પાચનને યોગ્ય રાખે છે અને તમારા પેટને પણ લાંબો સમય સુધી ભરેલું રાખે છે.

અને અળશીમાં રહેલો આ ગુણ તમારુ વજન ઘટાડવામાં મદદ કરે છે.

લિગ્નન્સ – એન્ટિઓક્સિડન્ટ્સ

image source

લિગ્નન્સ એવા એન્ટિઓક્સિડન્ટ્સ છે જે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને તમારી પાચનશક્તિને સુધારે છે. તેમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાયબર હોય છે જે તમારા હોર્મોન્સને બેલેન્સ રાખે છે.

તમને જણાવી દઈએ કે બીજા કોઈ પણ ખોરાક કરતાં 75થી 800 ગણા વધારે લિગ્નન્સ અળશીમાં હોય છે.

કેટલાક પ્રકારના કેન્સરમાં અસરકારક

image source

તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે અળશીમાં પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર સામે રક્ષણ આપવાના ગુણો રહેલા છે.

તમાં રહેલું ઓમેગા 3 ટ્યુમરના વિકાસને અટકાવે છે. આ ઉપરાંત અળશીમાંના લિગ્નન્સ ટ્યુમરના સેલ્સને ફેલાવતા કે તેનો વિકાસ કરતાં એન્ઝાઈમને બ્લોક કરે છે.

પ્રોટીનથી ભરપુર

image source

અળશીમાં રહેલું પ્રોટીન એમિનો એસિડ, એસ્પોર્ટીક એસિડ અને ગ્લુટેમિક એસિડથી સમૃદ્ધ હોયછે.

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે અળશીમાં જે પ્રોટીન રહેલું છે તે તમારી રોગપ્રતિકારક કાર્યપ્રણાલી સુધારે છે, કોલેસ્ટ્રોલ નીચુ લાવે છે, તેમજ તેમાં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ પણ રહેલી છે જે ટ્યુમર્સને અટકાવે છે.

નીચા રક્તચાપમાં મદદ કરે છે

image source

એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે છ મહિના સુધી રોજ ત્રિસ ગ્રામ અળશી ખાવાથી ડાયસ્ટેલીક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર અનુક્રમે 7mmHg અને 10 mmHg નીચુ આવે છે.

આ ઉપરાંત પણ એક મોટો અભ્યાસ તેના પર કરવામા આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે રોજ છ મહિના સુધી અળશી ખાવાથી 2mmHG જેટલું બ્લડ પ્રેશર નીચુ આવે છે.

image source

અને શું તમને ખબર છે કે 2mmHg જેટલું નીચું બ્લડપ્રેશર થતાં વ્યક્તિને દસ ટકા સ્ટ્રોકનું જેખમ ટળી જાય છે તેમજ વ્યક્તિને હૃદય રોગ થવાના ચાન્સ પણ 7 ટકા જેટલા ઘટી જાય છે.

અળશીનું સેવન કેવી રીતે કરવું ?

એવું કહેવાય છે કે જો અળશીના દાણાને બરાબર ચાવીને ખાવામાં ન આવે તો તેનો ફાયદો શરીરને પહોંચતો નથી. માટે જ ઘણી જગ્યાએ તેને પલાળીને ખાવાનું કહેવામાં આવે છે. આ સિવાય તમે તેનો પાઉડર બનાવીને તે રીતે પણ તેનુ સેવન કરી શકો છો.

image source

તમારા ડાયેટમાં આ રીતે શામેલ કરો અળશી

જો તમને તે કોરી ન ભાવતી હોય તો તમે તેનો મુખવાસ પણ બનાવી શકો છો, આ ઉપરાંત તમે તે દહીં સાથે પણ ખાઈ શકો છો, તેમજ તમારા ફ્રુટ સલાડ કે પછી વેજ સલાડ પર ભભરાવીને પણ ખાઈ શકો છો.

તેમજ જો તમે સ્મુધીઝ પીતા હોવ તો તેમાં પણ તેને ઉમેરી શકો છો. તેમજ તેને તમારી નાશ્તાની સિરિયલ્સમાં પણ ઉમેરી શકો છો.

image source

અને જો તેમાંનું કશું જ ન કરવું હોય તો તેનો પાઉડર બનાવીને તમે જે રોજ રોટલીનો લોટ બાંધો છે તેમાં પણ ઉમેરી શકો છો. અને જો દવા તરીકે ખાવા ઇચ્છતા હોવ તો એક નાની ચમચી ચાવીને ખાઈ જવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ