મોટાભાગના લોકોને નથી ખબર વેસેલિનના આ ઉપયોગ વિશે, જલદી જાણી લો તમે પણ

વેસેલિનના આ ઉપયોગો વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય

તમે કદાચ સમજણા થયા હશો ત્યારથી તમારા ઘરમાં વેસેલિનની નાનકડી ડબ્બી જોતા હશો. સામાન્ય રીતે આ ડબ્બી તમને શિયાળા દરમિયાન તમારા ઘરમાં વધારે જોવા મળે છે.

કારણ કે શિયાળામાં ત્વચા ઉઘડે છે અને તે ખેંચાઈ નહીં તેમજ હોઠ ફાટે નહી તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પણ તે સિવાય પણ તેના બીજા ઘણા બધા ઉપોયગ છે જે વિષે તમે નહીં જાણતા હોવ.

image source

વેસેલિન જેલીનો ઉપયોગ તમે ફાટેલી એડી, ફાટેલા ગાલ, મેકઅપ રીમવૂર તરીકે પણ કરી શકો છો. માત્ર એક નાનકડી વેસેલિનની ડબ્બી તમારી ત્વચાને લગતી લગભગ બધી જ સમસ્યા દૂર કરી શકે છે. અને આ ઉપરાંત પણ તે ઘણી બધી રીતે ઉપયોગી છે.

તે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે અને સાથે સાથે તમારી ત્વચાને રક્ષણ પણ આપે છે

બજારમાં મળતા મોંઘા મોઇશ્ચરાઇઝરની જગ્યાએ વેસેલિન જેલીનો ઉપયોગ તમે તમારી ત્વચા પર કરશો તો તે તમારી ત્વચાને તેના કરતાં પણ વધારે પોષણ આપશે.

image source

તે પછી તમારો ચહેરો હોય, ડોક હોય કે પછી હાથપગ હોય. નાહ્યા બાદ તમારા શરીર પર વેસેલિન જેલીની એક પરત લગાવી લો પછી આખો દિવસ તમને તમારી ત્વચા રુક્ષ થઈ જવાની કે ફાટી જવાની સમસ્યા નહી રહે.

નાના બાળકો પર પણ વેસેલિન જેલીનો ઉપયોગ કરી શકાય છે.

ફાટેલી એડીઓ માટે છે ઉત્તમ ઉપાય વેસેલિન જેલી

image source

ફાટેલી એડીઓ એ શિયાળામાં મોટા ભાગની મહિલાઓને સતાવતો પ્રશ્ન છે. જો તેના માટે તમે મોંઘી મોંઘી ક્રીમો લાવતા હોવ તો તેમ ન કરશો પણ તેની જગ્યાએ એડી પર નિયમિત વેસેલીન જેલી લગાવીને તમારી આ તકલીફને દૂર કરી શો છો.

તેના માટે તમારે એડી પર સારા પ્રમાણમાં વેસેલિન લગાવી લેવું અને પછી મોજા પહેરી લેવા. થોડા જ દીવસમાં તકલીફ દૂર થઈ જશે.

નકલી આઇલેશીશ દૂર કરવા માટે

image source

જો તમે અવારનવાર મેકઅપ કરતા હોવ અને તમે નકલી આઇ લેશેસ પણ લગાવતા હોવ તો તમને ખ્યાલ હશે કે તેને લગાવવા માટે ગુંદરની જરૂર પડે છે અને તેને દૂર કરતી વખતે તમારી આંખને ઘણી તકલીફ થાય છે પણ વેસેલિન જેલીનો ઉપયોગ કરીને તમે તેને વગર તકલીફે દૂર કરી શકો છો.

તેના માટે તમારે તમારી આઈ લેશેસ પર પાંચ મિનિટ સુધી વેસેલિન જેલી ઘસવી આમ કરવાથી આપો આપ જેલી અને ગ્લુ બન્ને દૂર થઈ જશે.

મોઇશ્ચરાઇઝર તરીકે ઉપોયગ કરો

image source

શિયાળાની ઠંડી દરમિયાન શુષ્ક વાતાવરણના કારણે ત્વચા પણ રુક્ષ બની જતી હોય છે અને ઘણીવાર મોંઘા મોઇશ્ચરાઇઝર પણ ત્વચા પર ટકી નથી શકતા.

પણ વેસેલીન જેલી એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર સાબિત થઈ શકે છે. જો તમને એવી ચિંતા રહેતી હોય કેતે તમારા પોર્સને જામ કરી દેશે તો તેવું નહીં થાય કારણ કે વેસેલિન જેલી ત્વચામાં શોષાતી નથી તે બહારથી જ ત્વચાનું રક્ષણ કરે છે.

વાળમાં જો ચીંગમ ચોંટી ગઈ હોય તો તે દૂર કરી શકે છે વેસેલિન જેલી

image source

આવું કંઈ અવારનવાર નથી થતું હોતું પણ ક્યારેક બની પણ જાય છે. જો તમારા કે પછી તમારા બાળકોના કે પછી તમારી આસપાસ કોઈના વાળમાં ચીંગમ ચોંટી જાય તો તમે વેસેલિનની મદદથી તેને દૂર કરી શકો છો.

તેના માટે તમારે ચીંગમ લાગી હોય તેની આસપાસ વેસેલિન જેલી ઘસવાની છે ધીમે ધીમે આપો આપ જ ચીંગમ નીકળી જશે.

વેસેલિન બળતણનું કામ પણ કરે છે

image source

બની શકે કે તમે ક્યાંક કેમ્પિંગ કરવા ગયા હોવ અને ત્યાં તમારે પ્રકાશની જરૂર હોય તો તમે વેસેલિનની મદદથી આગ પ્રગટાવી શકો છો.

જો કે વેસેલિન એક ફ્લેમેબલ તત્ત્વ નથી તેમ છતાં એક કાપડના ટુકડાને વેસેલિન જેલીમાં ડુબાડી તેને સરળતાથી સળગાવી શકો છો. તેનાથી તમને વધુ નહીં તો થોડી મદદ તો ચોક્કસ મળી રહેશે.

આઈબ્રોને શેઇપમાં રાખે છે

image source

જો તમારી આઇબ્રો વારે ઘડિયે વિખરાઈ જતી હોય તો તમારે તેના પર વેસેલિન જેલી લગાવી લેવી જોઈએ તે તમારી આઇબ્રો સેટ કરી દેશે અને તે તેમની તેમ જ રહેશે.

બે મોઢાળા વાળ છૂપાવે છે

વેસેલીન જેલીને તમારા વાળના છેડે લગાવવાથી તમારા વાળનો જે બેમોઢાવાળો છેડો છે તે છૂપાઈ જાય છે. તેના માટે તમારે તમારા વાળના છેડે થોડી વેસેલિન જેલી લગાવવી અને લગાવ્યા બાદ તેને બે-ત્રણ સેકન્ડ માટે ચોંટવા દેવા માટે પકડી રાખવી.

image source

અને આ કોઈ ક્ષણ પુરતું જ સોલ્યુશન નથી પણ વાળ પર વેસેલિન જેલી લગાવવાથી તમને બીજા ઘણા બધા ફાયદા થાય છે.

માથાની ખજવાળ દૂર કરે છે

જો તમને વારંવાર માથામાં ખજવાળ આવતી હોય તો તમારી આ સમસ્યા વેસેલિન દૂર કરી શકે છે. તમારે તમારા માથામાં વેસેલિનથી મસાજ કરવાનું છે.

image source

મસાજ તમારે કેટલીક મીનીટ સુધી ચાલુ રાખવું અને ત્યાર બાદ એક કલાક માટે તેને તેમજ રેહવા દેવું. ત્યાર બાદ તમારે માથુ ધોઈ લેવું. તમારા વાળ સ્મુધ બની જશે અને તમારી ખજવાળ પણ બંધ થઈ જશે.

વેસેલિનનું બોડી સ્ક્રબર

વેસેલિનમાંથી બોડી સ્ક્રબર બનાવવા માટે તમારે બે ચમચી વેસેલિન અને એક ચમચી રોક સોલ્ટ લેવું. હવે તેને બરાબર મિક્સ કરીને તેને તમારા શરીર પર લગાવવું.

image source

આ પ્રયોગથી તમને થોડા ક જસમયમાં સુંવાળી ત્વચા મળશે કારણ કે શરીર પરની બધી જ મૃત ત્વચા દૂર થઈ જશે.

કબજીયાતની ફરિયાદ રહેતી હોય

જો તમને કબજીયાતની ફરિયાદ રહેતી હોય અથવા મળ કઠણ આવતું હોય તો વેસેલીનને મળ દ્વાર પર લગાવવાથી મળ દ્વારે મળ સરળતાથી બહાર આવી જશે. આ જગ્યાએ વેસેલીન લગાવવાથી ત્યાં પડેલા વાઢિયા પણ દૂર થઈ જાય છે અને પિડા પણ ઓછી થાય છે.

આંખની પાપણોનો ગ્રોથ વધારે છે

image source

આંખની પાપણો પર નિયમિત વેસેલિન જેલી લગાવવાથી તેનો ગ્રોથ વધે છે. અને તમને નકલી આઇ લેશેસની ક્યારેય જરૂર નથી પડતી. અને તમારી આંખની પાપણો કેમિકલયુક્ત મશ્કરા વગર જ કાળી-ઘેરી અને સુંદર લાગે છે.

મેકઅપ રીમૂવર તરીકે વેસેલીન જેલીનો ઉપયોગ

જેમ મેકઅપ મોંઘા આવે છે તેમ મેકઅપ રીમુવર ક્રીમ પણ મોંઘી આવે છેપણ તમે ઘરે જ પડેલી આ સસ્તી વેસેલિન જેલીથી મેકઅપ હટાવી શકો છો તે પણ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ્સ વગર.

image source

તેના માટે તમારે રૂના પુમડા પર વેસેલિન જેલી લગાવવાની છે અને તેનાથી ચહેરાનો મેકઅપ દૂર કરવાનો છે. આ રીતે તમારા ચહેરાની ત્વચા પણ ડ્રાઈ નહીં થાય.

ઘા પર લગાવવાથી આરામ રહે છે

ગંભીર ઘા નહીં પણ હળવા ઘા તેમજ કાપા પડી ગયા હોય તો ત્યાં વેસેલિન લગાવવાથી તમને રાહત રહે છે.

image source

આ સિવાય જો તમને ક્યાંક ઘા થયો હોય અને તે સુકાઈ ગયો હોય અને ત્યાં વેસેલિન જેલી લગાવવામાં આવે તો તે ભાગ રુક્ષ નથી થતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ