તમારી આ ભૂલોને કારણે તમારા વાળ ખરે છે જોરદાર, રાખો હવેથી ખાસ ધ્યાન

વાળ ઉતરવાની સમસ્યાનું સૌથી મોટું કારણ છે આપડી આ ભૂલો જાણો એનો ઉપચાર અને ઉપાય

image source

આજના સમયમાં વાળ ઉતરવાની સમસ્યાથી દર ત્રીજી વ્યક્તિ પરેશાન છે. વાળની મજબૂત રહે એના માટે લોકો જાત જાતના ઉપાય કરે છે પરંતુ પરિણામ શૂન્ય જ આવે છે. વાળ ઉતરવાનું સૌથી મોટું કારણ છે આપડી જ નાની મોટી ભૂલો જે આપડે અજાણતા કરીયે છીએ અને આપડી આ જ ભૂલોને કારણે વાળ ડેમેજ થાય છે. આના કારણે વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે.

image source

ચાલો જાણીએ આજે અમે તમને બતાવીશુ વાળમાં આપણા દ્વારા થતી એવી ભૂલો વિષે જે વાળ ઉતરવાનું કારણ બને છે.

ટુવાલ વાળ પર ઘસવો નહીં

image source

મોટા ભાગે છોકરિયો વાળ ધોયા પછી એને સુકાવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે અને વળી ટુવાલને વાળ પર ઘસીને સાફ કરે છે જેના કારણે વાળ નબળા પડી જાય છે. જો તમે પણ આવી રીતે વાળ સુકવો છો તો આજે જ તમારી આ આદતને બદલી દો. ટુવાલને વાળ પર મૂકીને સહેજ દબાવીને પાણી સુકવો. આમ કરવાથી વાળમાં રહેલું પાણી સુકાઈ જશે અને વાળ પણ તૂટશે નહીં.

કાંસકો ફેરવશો નહીં

image source

લગભગ બધાજ લોકો વાળ ધોયા પછી તરત જ ભીના વાળ મજ કાંસકો ફેરવે છે. પરંતુ આ રીત તદન ખોટી છે જે વાળના સ્વાસ્થ માટે સારું નથી. સૌકા વાળ કરતાં ભીના વાળ વધુ નબળા હોય છે એટલે જ ભીના વાળ પર કાંસકો ફેરવીએ એટલે ગૂંચાયેલા વાળ પર જોર પડે છે એને કારણે એ મૂળ માથી ઊખડી જાય છે આને કારણે વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.

ભીના વાળને બાંધી દેવા

image source

જેમ છોકરિયો ભીના વાળમાં કાંસકો ફેરવે એ રીત યોગ્ય નથી એવી જ રીતે ભીના વાળને બાંધી દેવા પણ યોગ્ય નથી. આવું કરવાથી પણ તમારા વાળ નબળા પડી જાય છે જેના કારણે તૂટીને ખરવા લાગે છે.

ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ

image source

ભીના વાળને જલ્દી સુકાવા મોટા ભાગની મહિલાઓ ડ્રાયરનો ઉપયોગ કરે છે પરંતુ આમથી આવતી ગરમ હવા વાળની પ્રોટીન ખતમ કરવામાં મદદ કરે છે જે વાળ ઊતરવાની સમસ્યાનું સૌથી મોટું કારણ બને છે અને સાથે જ આ દ્રીમુખી વાળ થવા,રફ થવા વગરે જેવા કારણો પણ ઊભા થાય છે. આવી વખતે હેરફોલ થી બચવા નેચરલ રીત જ અપનાવો અને બને ત્યાં સુધી ડ્રાયરનો ઉપયોગ ના કરો.

રોજ શેમ્પૂ કરવું

image source

વાળને સાફ કરવા માટે રોજ શેમ્પુનો ઉપયોગ કરવો એ પણ વાળ માટે ખરાબ છે,જેના કારણે વાળના મૂળ ખરાબ થઈ જાય છે. આનાથી માત્ર વાળ તૂટતાં જ નથી પરંતુ વાળ ડ્રાય અને સૂકા થઈ જાય છે.

શેમ્પૂ કરવાની ખોટી રીત

image source

લગભગ લોકો શેમ્પૂ કરતી વખતે વાળને સખત રીતે રગડીને એનો મેલ સાફ કરવાની કોશિશ કરીયે છીએ પણ શું તમે જાણો છો શેમ્પુનો ઉપયોગ વાળ સાફ કરવા માટે નથી પરંતુ એનો ઉપયોગ સ્કાલ્પ(વાળ નીચેની ત્વચા)ની ગંદકી નીકાળવા માટે થાય છે.આવા સમયે શેમ્પુને વાળમાં વધુ રગડવો નહીં. અને સાથે જ દરરોજ વાળમાં શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં આમાં રહેલા કેમિકલ વાળને નુકશાન પહોંચાડી શકે છે.

કંડિશનરનો ઉપયોગ ના કરવો

image source

વાળને સાફ કર્યા પછી વાળમાં કંડિશનર ના કરીયે તો પણ વાળ ઉતારવાની સમસ્યા થાય છે. એટલે જો તમારે વાળ ઉતારવાની સમસ્યાથી બચવું હોય તો સારી ક્વાલિટીનું કંડિશનર જ વાપરો. આ ક્યુટિકલ્સને બંધ કરીને વાળને નરમ બનાવે છે. આનાથી વાળ ઉતરતા નથી. પરંતુ કંડિશનરનો ઉપયોગ સ્કાલ્પ(વાળ નીચેની ત્વચા)પર કરવો નહીં માત્ર વાળ પર લગાવવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ