આ 8 રીત અપનાવીને તમારા પાતળા હેરનો વધારી દો ગ્રોથ

પાતળા વાળને ઘટ્ટ કરવાના આ 8 ખાસ ટિપ્સ

લાંબા,કાળા,અને ઘટ્ટ વાળ હર કોઇની પહેલી પસંદ હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે એના વાળ ઘટ્ટ હોય. પરંતુ આજના સમયમાં વાળને સુરક્ષિત રાખવા ખૂબ મુશ્કેલ છે. જેના કારણે વાળ રુક્ષ,અને બેજાન થવાની સાથે જ પાતળા થઈ જાય છે. વાળની દેખભાળ કરવા માટે આપડે ઘણા પ્રકારના હેર ઓઇલ,શેમ્પૂ,વગેરે નો ઉપયોગ કરીયે છીએ પણ જરૂરી નથી કે આનું યોગ્ય પરિણામ જ આવે.

આજે આપડે વાળની આ સમસ્યાને લગતા ઉપાય જાણીશું અને એને ઘટ્ટ કરવા માટેના જરૂરી ઉપચાર પણ…..

1.વાળને બે ભાગમાં વહેંચો

image source

વાળને ઘટ્ટ બનાવવા માટે તમારે કઈ પણ કરવાની જરૂર નથી નથી કોઈ પણ પ્રકારનું કોઈ ટૂલ વાપરવાનું બસ તમે તમારા વાળને બે ભાગમાં વહેંચી દો કારણ કે વાળને વિરુદ્ધ દિશામાં લઈ જવાથી વાળ ઘટ્ટ દેખાય છે અને વાળનો ગ્રોથ લાગે છે.

2.રોલર્સનો ઉપયોગ કરો

image source

તમારા વાળને ઘટ્ટ બનવા માટે નો સૌથી પહેલો ઉપાય છે કે તમે એને બે ભાગમાં વહેંચી દો. અને પછી એને રોલર્સની મદદથી રોલ કરો અને એને 20 મિનિટ સુધી રહેવા દો. અને પછી રોલર્સને હટાવી દો અને પછી આંગળિયોની મદદથી વાળને થોડાક વિખેરતા કરીને પછી વાળમાં કાંસકો ફેરવો.

3.ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરો.

image source

વાળને ઘટ્ટ બનાવવા માટે ડ્રાય શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. આ શેમ્પૂ સ્પ્રે જેવુ હોય છે આને વાળના મૂળમાં સ્પ્રે કરીને વાળ બ્લો કરો. પરંતુ આનો વધ પડતો ઉપયોગ કરવો નહીં. કારણકે આ વાળને રફ બનવાની સાથે સાથે વાળને બેજાન બનાવી દે છે.

4.વાળને ઉંધા કરીને કરો બ્લો ડ્રાય

image source

પાતળા વાળને ઘટ્ટ બનાવવા માટે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા તમે ભીના વાળને સુકવો એ વખતે માથું નીચે રાખો અને પછી વાળ આગળની તરફ હોય ત્યારે વાળના નીચેના ભાગથી ઉપરની તરફ બ્લો ડ્રાય કરો. આ સરળ ટિપ્સની મદદથી તમને થોડા જ સમયમાં ઘટ્ટ વાળ મળી જશે.

5.ઊંઘતી વખતે હમેશા વાળને બાંધી દો.

image source

વાળને બાંધી દેવાથી તમને ગરમીથી છૂટકારો મળે છે અને સાથે જ વાળ તૂટતાં અટકે છે.આ સરળ ટિપ્સની મદદથી તમે વાળને સારો નિખાર પણ આપી શકો છો. આના માટે તમારે વાળને ધોયા પછી વાળને બાંધવાના છે અને જ્યારે વાળ થોડા નરમ થઈ જાય પછી વાળમાં ઢીલું બન બનાવો.

ઊંઘતા પહેલા આ ટીપનો ઉપયોગ કરો,અને બનને ઇલાસ્તિક બેન્ડથી બાંધવાનું ભૂલશો નહીં,આને આખી રાત રહેવા દો. સવારે બાંધેલા વાળને છોડી દો, વાળ ખૂલતાની સાથે જ તમને લહેરાતા ઘટ્ટ વાળ મળશે.

6.બેકકોમ્બિંગ કરો

image source

બેકકોમ્બિંગનો અર્થ એ નથી કે તમે વાળને સખત રીતે ઓળાવો. આનો મતલબ છે જ્યારે વાળને ઓળાવો ત્યારે વાળને ઊંધી દિશામાં ધીરે-ધીરે ઓળાવો જેના માટે શાંતિ(પેસન)ની જરૂરત છે. એટલે જ આ ટીપ નો ઉપયોગ કરતાં પહેલા વાળને બે ભાગમાં વહેંચો,અને પછી નીચેથી ઉપરની તરફ બેકકોમ્બિંગ કરો.

7.શેમ્પૂ પહેલા કંડિશનર લગાવો

image source

વાળને મોટા કરવા માટે તમારે તમારા વાળ ધોવાની પ્રક્રિયાને થોડી ઊંધી કરવી પડશે. આના માટે વાળમાં શેમ્પૂ લગાવતા પહેલા કંડિશનરનો ઉપયોગ કરો અને પછી શેમ્પુનો. આ સરળ ટીપણી મદદથી માત્ર વાળનો ગ્રોથ જ નહીં દેખાય પણ વાળ સીલ્કી અને ચમકદાર પણ બનશે.

8.બેબી પાવડરનો ઉપયોગ કરો.

image source

આ એ લોકો માટે સૌથી સારું સમાધાન છે જેના વાળ ગ્રેસી છે. બેબી પાવડરનો ઉપયોગ વાળમાં ડ્રાય શેમ્પૂની જેમ કરવાનો છે. આનો ઉપયોગ કરવા માટે બેબી પાવડરને વાળના મૂળમાં થોડો લગાવો,પછી આને વાળની ત્વચા પર બ્રશની મદદથી લગાવો,જેના કારણે આ વાળમાં રહેલું તેલ શોષી લેશે અને વાળ ઘટતા લાગશે. આ પ્રયોગ કરવાથી વાળ ખુલ્લા ખુલ્લા દેખાવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ