આ વાયરલ પોસ્ટથી રતન ટાટાને આવ્યો જોરદાર ગુસ્સો, અને કહ્યું આ પોસ્ટ વાયરલ કરનારને પકડવો જોઈએ

ફેક ન્યૂઝ પર રતન ટાટા ભરાયા ગુસ્સે – કહ્યું આ પોસ્ટ વાયરલ કરનારને પકડવો જોઈએ, રતન ટાટા એટલે કે ભારતના અત્યંત સમ્માનનિય બિઝનેસમેન. રતન ટાટા, ટાટા સમૂહના ચેરમેન છે અને તેઓ સોશિયલ મિડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમને લાખો લોકો ફોલો કરે છે.

image source

થોડા સમય પહેલાં રતન ટાટા કોરોના વાયરસની મહાારી સામે લડવા માટે 1500 કરોડના દાન માટે ચર્ચામાં આવ્યા હતા. અને ત્યાર બાદ સોશિયલ મિડિયા પર તેમની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. પણ આવા જ વાયરલ કન્ટેન્ટની શોધમાં રહેતા કેટલાક લોકો ક્યારેક પોતાની હદ વટાવી દેતા હોય છે અને તેના કારણે અત્યંત ધૈર્યવાન વ્યક્તિએ પણ પિત્તો ગુમાવવાનો વારો આવે છે. રતન ટાટા સાથે પણ આવું જ કંઈક ઘટ્યું છે.

image source

થોડા સમયથી સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેને રતન ટાટાના નામથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. અને તેના કારણે જ રતન ટાટા ગુસ્સે ભરાયા છે. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા આ વાયરલ થયેલા સંદેશની ફરિયાદ કરી છે કે તેમણે તેવું કશુંજ કહ્યું નથી. અને તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તે લેખના સાતત્ય વિષે જાણકારી મેળવવામાં આવે.

તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક ઇમેજ શેર કરી છે જેમાં તેમની તસ્વીર સાથે કેટલુંક લખાણ લખવામાં આવ્યું છે. જેને ઉલ્લેખીને તેમણે ટ્વીટ કર્યું છે કે નીચે જણાવેલી પોસ્ટ મારા દ્વારા નથી તો કહેવાઈ કે નથી તો લખાઈ. હું તમને અરજ કરું છું કે વોટ્સએપ અને સોશિયલ પ્લેટફર્મ પર સર્ક્યુલેટ થયેલા આ સંદેશના સાતત્યની તપાસ કરવામાં આવે. જો મારે કંઈ કહેવું હશે તો હું તે મારી ઓફિશિયલ ચેનલ્સ દ્વારા જ કહીશ. આશા છે કે તમે સુરક્ષિત છો અને તમારી સંભાળ લઈ રહ્યા છો.

image source

હવે તમને એ જણાવીએ કે રતન ટાટાના નામે વાયરલ થયેલી આ પોસ્ટમાં શું છે ?

પોસ્ટનું ટાઇટલ છે ઃ આજની ઘડીમાં ખૂબ પ્રેરણા દાયક

કહેનાર ઃ રતન ટાટા

“નિષ્ણાતો કોરોનાના કારણે અર્થતંત્ર મોટી મંદીની આગાહી કરી હ્યા છે. મને આ નિષ્ણાતો વિષે વધારે ખબર નથી. પણ મને એટલી ખાતરી પૂર્વક ખબર છે કે તેમને માનવીય પ્રેરણા અને તેમના પ્રયાસોના મૂલ્ય વિષે જરા પણ ખબર નથી. જો નિષ્ણાતોનું માનવામાં આવ્યું હોત તો, બીજા વિશ્વયુદ્ધ દ્વારા ઉપજેલી સંપૂર્ણ પાયમાલી બાદ જાપાનનું કોઈ જ ભવિષ્ય નહોતું. પણ તે જ જાપાને માત્ર ત્રણ જ દાયકામાં USને બજારમાં રડતું કરી મુક્યું હતું.

જો નિષ્ણાતોનું માનવામાં આવ્યું હોત તો આરબો દ્વારા ઇઝરાયેલ વિશ્વના નકશામાંથી ભૂંસાઈ જવું જોઈતું હતું, પણ હકીકતો અલગ છે.

એરોડાયનેમિકના નિયમોની વાત કરીએ તો બમ્બલ બી ઉડી ન શકે. પણ તે ઉડે છે, કારણ કે તેને એરોડાઇનેમિક્સના નિયમો નથી ખબર.

અને જો નિષ્ણાતોનું માનવામાં આવ્યું હોત તો આપણે 83ના વર્લ્ડ કપમાં ક્યાંય ન હોવા જોઈએ.

જો નિષ્ણાતોનું માનવામાં આવ્યું હોત તો વિલ્મા રુડોલ્ફ, એથલેટિક્સમાં ચાર ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ અમેરિકન સ્ત્રી બ્રેસીસ વગર ચાલવાની સ્થિતિમાં પણ ન હોત તો દોડવાની તો વાત જ ક્યાંય આવે.

અને જો નિષ્ણાતોનું માનવામાં આવ્યું હોત તો અરુણીમા સિંઘ ભાગ્યે જ સામાન્ય જીવન જીવી શકી હોત. પણ તેણીએ માઉન્ટ એવરેસ્ટ ચડ્યો.

image source

કોરોના મહામારી પણ કંઈ અલગ નથી. મને તેમાં કોઈ જ શંકા નથી કે, આપણે કોરોનાને હરાવીશું અને ભારતીય અર્થતંત્રને ફરી પાછું દોડતું કરીશું.”

ઉપર જણાવેલી આખી પોસ્ટ રતન ટાટાના નામે સોશિયલ મિડિયા તેમજ વ્હોટ્સએપ ગૃપ પર લાખો લોકો દ્વારા શેર અને વાયરલ કરવામાં આવી રહી છે. જે રતન ટાટા પાસે પણ પહોંચી હશે અને તેમણે લોકોને હકીકત જણાવતા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવી પડી કે આમાનો એક પણ શબ્દ તેમના દ્વારા કહેવામાં કે લખવામાં નથી આવ્યો. આજના સોશિયલ મિડિયાનું આ એક અત્યંત શરમજનક પાસુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ