10 વર્ષ લગ્નને પૂરા થતા સાનિયાએ પતિ સાથે ફોટો કર્યો શેર, જોયો તમે?

સાનિયા મિર્ઝાના લગ્નના 10 વર્ષ, જુઓ શોએબ મલિક સાથે તેની જબરદસ્ત કેમિસ્ટ્રી.

સાનિયા મિર્ઝાએ રવિવારે તારીખ 12 એપ્રિલે તેની 10 મી મેરેજ એનિવર્સરી તેમના પતિ અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી ઓલરાઉન્ડર શોએબ મલિક સાથે ઉજવી હતી. સાનિયાએ સોશ્યલ મીડિયા પર તેના પતિ શોએબ સાથે કેટલીક તસવીરો શેર કરી અને તેમને “હેપી એનિવર્સરી” ની શુભકામનાઓ આપી. તેની પોસ્ટમાં, ટેનિસ સ્ટારે બે જુદા જુદા પ્રકારના ફોટા શેર કર્યા છે અને તેમની તુલના કરતી વખતે લખ્યું છે, “અપેક્ષા વિ વાસ્તવિકતા, એક તસવીરમાં દંપતી એકદમ શાંત ઊભું છે, જ્યારે બીજી સાનિયામાં ખુશ દેખાઈ રહ્યા છે.

2010 માં લગ્ન કર્યાં હતાં

સાનિયા અને શોએબના લગ્ન થયા ત્યારે ભારતીય લોકોએ સાનિયાને ખુબજ ટ્રોલ કરી હતી. એક ભારતીય તરીકે તેને કોઈ ભારતના વ્યક્તિ સાથે મેરેજ કરવા જોઈએ એ બાબતે સાનિયાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. પણ આજે મેરેજને દસ વર્ષ પછી પણ લોકો તેને એટલા માટે જ ટ્રોલ કરે છે કે તેને એક પાકિસ્તાનના ખેલાડી સાથે મેરેજ કર્યા.

image source

સાનિયાએ મેરેજ બાદ એ પણ જાહેરાત કરી હતી કે તે આજીવન ટેનિસ ભારત તરફથી જ રમશે અને ભારતનું જ પ્રતિનિધિત્વ કરશે. હાલમાં પણ સાનિયા મિર્ઝા ભારત તરફથી જ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. મૂળ હૈદરાબાદની સાનિયા મિર્ઝાએ ઘણી બધી ટુર્નામેન્ટ જીતી છે અને ટેનિસમાં ભારતનું નામ ખુબજ રોશન કર્યું છે.

લગ્ન જીવનની વાત કરવામાં આવે તો સાનિયા અને શોએબ બન્ને આ મેરેજથી ખુબજ ખુશ છે અને બન્ને નું લગ્ન જીવન ખૂબ જ સફળ છે. ઓક્ટોબર 2018માં સાનિયા મિર્ઝાએ એક છોકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ ઇઝાન રાખ્યું છે. સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયામાં પણ ખુબજ એક્ટિવ છે. તે અવાર નવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે.

image source

સાનિયા અને શોએબના લગ્ન વર્ષ 2010 માં થયા હતા અને તેમને ઇઝાન નામનો એક વર્ષનો પુત્ર છે. ઑક્ટોબર 2018 માં તેના છોકરાને જન્મ આપ્યા પછી, સાનિયા આ વર્ષે જાન્યુઆરીમાં ટેનિસ કોર્ટમાં પરત ફરી હતી. તેણે તેની વાપસી સ્પર્ધામાં હોબાર્ટ ઇન્ટરનેશનલ ખાતે નાદિયા કિચનવ સાથે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

કોરોના માટે નાણાં એકત્ર કર્યા.

image source

સાનિયાએ હાલમાં જ ટેનિસ રેકેટ સાથે તેના પુત્રની તસવીર શેર કરી છે, જે મૂંઝવણમાં છે. સાનિયાએ તેની ટ્વિટર પોસ્ટમાં કહ્યું, “મને ખાતરી છે કે તે આશ્ચર્ય અનુભવે છે કે આ શું છે? સાનિયાએ છેલ્લે ફેબ્રુઆરીમાં કતાર ઓપનમાં રમ્યું હતું. આ સમયે જ્યારે આખો દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. તેમણે એક સપ્તાહમાં 1.25 કરોડ રૂપિયા ઉભા કરવામાં મદદ કરી છે, જે લોકડાઉન દરમિયાન 1 લાખ લોકોને મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ