રસ્તાની વચ્ચો-વચ્ચો પ્લેનને કરવુ પડ્યુ લેન્ડ, વિડીયો જોઇને કહેશો OMG!

જ્યારે શહેરનો વાહનોથી ભરેલો રસ્તો બની ગયો પેસેન્જરોથી ભરેલા પ્લેનનો રનવે – જુઓ પછી શું થયું

image source

આવું તો આપણે ગણતરીની હોલીવૂડ ફિલ્મોમાં જ જોયું હશે કે કોઈ વિશાળ પ્લેન શહેરના સામાન્ય રસ્તાઓ પર દોડતું જોવા મળે. પણ જો વાસ્તવમાં આવું કંઈ થાય તો ! જરા તમે વિચારો તો તમે ક્યારેક તમારી કારમાં શહેરના કે પછી શહેર બહારના હાઇવે પર મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તે જ રસ્તા પર પેસેન્જર ભરેલું વિમાન પણ લેન્ડ થતું જોવા મળે તો. પણ આ કોઈ વિચારવાની કે ફિલ્મોની વાત નથી આ વાત હકીકતમાં બની ચુકી છે.

image source

આ કિસ્સો વાસ્તવમાં ઇરાનમાં બની ગયો છે અહીંના શહેરના રસ્તા પર પેસેન્જરોથી ભરેલા યાત્રિ વિમાનનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. અને આ જ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જાહેર માર્ગ પર જ્યાં ટ્રક અને ગાડીઓ દોડી રહી છે ત્યાં યાત્રી વિમાનનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવામાં આવી રહ્યું છે.

image source

આ વિડિયો ઇરાનના માહ શહેરનો છે, જ્યાં એક પેસેન્જર પ્લેનને શહેરના જાહેરા માર્ગ પર ઉતારવામાં આવ્યું છે. વાસ્તવમાં વિમાનમાં કેટલીક ટેક્નીકલ ખામી ઉભી થઈ ગઈ હતી અને વિમાનને તાબડતોડ લેન્ડ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને રનવે ઘણો દૂર હોવાથી તેમણે ઇમર્જન્સીમાં શહેરના રસ્તા પર લેન્ડ કરાવવું પડ્યું હતું. આ યાત્રિ વિમાનમાં 130 જેટલા પેસેન્જર સવાર હતા. તમે વિડિયોમાં જોઈ શકશો કે ઇમર્જન્સી લેન્ડીંગ બાદ વિમાનમાંથી ઝડપથી લોકો બહાર નીકળી રહ્યા છે.

image source

હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિમાનના પાઇલટની પ્રતિભાના ભારોભાર વખાણ કરી રહ્યા છે કારણ કે તેણે વિમાનમાં સવાર કોઈ પણ યાત્રીને નુકસાન પહોંચાડ્યા વગર 130 લોકોને બચાવી લીધા હતા. અને આ ઉપરાંત જે જાહેર માર્ગ પર વિમાન લેન્ડ કરવામાં આવ્યું હતું ત્યાં પણ કોઈને કોઈ જ ઇજા પહોંચી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ