જાણો એવુ તો શું થયુ કે દિયા મિર્ઝા સ્ટેજ પર જ રડી પડી..

લિટરેચર ફેસ્ટિવલમાં દિયા મિર્ઝા – ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી

તાજેતરમાં બોલીવૂડની જાણીતી અભિનેત્રી દિયા મિર્ઝાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. આ વિડિયોમાં અભિનેત્રી સ્ટેજ પર ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહી છે. આ વાતની વિગત કંઈક આમ છે કે હાલ રાજસ્થાનના જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જેમાં દિયા મિર્ઝાએ પણ ભાગ લીધો છે. આ દરમિયાન જ્યારે હવામાન કટોકટી એટલેકે ક્લાઇમેટ ઇમર્જન્સીને લઈને વાત થઈ રહી હતી ત્યારે તેણી તે વિષે વાત કરતાં કરતાં સ્ટેજ પર જ રડવા લાગી હતી.

image source

દિયા મિર્ઝાના આ રડતાં વિડિયોને એએનઆઈએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડિયોમાં દીયા મિર્ઝા હવામાનની દિવસેને દિવસે બગડતી સ્થિતિને લઈને રડી રડીને કહી રહી છે, ‘કોઈની પીડાને દુખને સમજવામાં પાછા ન પડો, પોતાના આંસુઓને વહેતા ના રોકો.’

ત્યાર બાદ દિયા મિર્ઝાએ જણાવ્યું, ‘તેને અનુભવો, તેને દરેક સીમા સુધી અનુભવો, તે સારું છે, તે જ આપણી તાકાત છે. આ જ આપણે છે અને આ કોઈ પર્ફોમન્સ નથી.’ ત્યાં જ દીયા મિર્ઝા માટે એક વ્યક્તિ ટિશૂ પેપર લઈને આવે છે, જેને જોઈ અભિનેત્રી જણાવે છે, ‘આભાર, મને પેપરની જરૂર નથી.’ દીયા મિર્ઝાની આ વાત સાંભળી ત્યાં હાજર દરેક તેણીને તાળિઓથી વધાવી લે છે.

image source

દીયા મિર્ઝાના આ વિડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોત પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. તમને જણાવી દઈ કે દીયા મિર્ઝા ક્લાઇમેટ ચેન્જની એક કાર્યકર્તા છે અને આ અભિનેત્રી અવારનવાર વધતા પ્રદૂષણને લઈને પોતાના ખ્યાલો સોશિયલ મિડિયા દ્વારા પોતાન ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં મુંબઈમાં જંગલ કાપી નાખવાનો દીયા મિર્ઝાએ ખુલીને વિરોધ કર્યો હતો અને તેણીએ વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો.

image source

26મી જાન્યુઆરીએ પણ તેણીએ મુંબઈના એક બીચના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. અને તેણીએ તે પ્રસંગની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. તેણીનું જીવન પણ પર્યાવરણને અનુરુપ છે. તે પોતે ઘરમાં પણ પર્યાવરણને બને ત્યાં સુધી ઓછું નુકસાન થાય તેવી રીતે જીવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ