ના હોય! અહિંયા બીજા, ત્રીજા લગ્ન કરવા પર મળે છે આ ઓફરનો લાભ, જાણો તમે પણ

પાકિસ્તાનના બહાવલપુરના એક મેરેજ હોલના માલિકે પુરુષો માટે એક અનોખી ઓફર રાખી છે. આ ઓફર તે પુરુષો માટે છે જે પુરુષો બીજા, ત્રીજાકે ચોથા લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હોય. બહાવલપુરમાં ખૂલેલા આ નવા મેરેજ હોલે પરણિત પુરુષો માટે આ બમ્પર ઓફર રાખી છે. બીજીવાર નિકાહ કરવા પર ૫૦%, ત્રીજીવાર નિકાહ કરવા પર ૭૫% અને ચોથીવાર નિકાહ કરનારને વલીમા(રીસેપ્શન )ફ્રીમાં કરી આપવાની જાહેરાત કરી છે. પરંતુ મેરેજ હોલના માલિકે આ પાછળ એક શરત પણ રાખી છે.

image source

વિડિઓ ન્યુઝ રિપોર્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. આ વીડિયોને પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ” બહાવલ પુર મેં શાદીયો પર સ્પેશિયલ ઓફર: દુસરી શાદી પર ૫૦%, તીસરી શાદી પર ૭૫% ઔર ચોથી શાદી પર વલીમા ફ્રી. ઓપન ચેલેન્જ.”

મેરેજ હોલના માલિકનું કહેવું છે કે પહેલા મેરેજમાં ડિસ્કાઉન્ટ આપી શકાય છે તો બીજા કે તેનાથી વધારે પર મેરેજ પર કેમ ના આપી શકાય. ઓફર મેળવવા માટે શરત એ છે કે બીજા કે તેનાથી વધારે મેરેજની બુકીંગ પહેલી પત્ની પોતે કરાવે. જો પહેલી પત્ની બુકીંગ હોલ બુક નથી કરાવતી તો આ ઓફર મળશે નહીં. પાકિસ્તાનમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ છે. ઉપરાંત મેરેજ હોલ માટે ખૂબ જ બુકીંગ આવી રહી છે.

ઇનાયતનું આ ટ્વિટ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે, તેમના આ ટ્વિટ પર અત્યાર સુધીમાં ૧૧ હજારથી વધારે વ્યુઝ થઈ ગયા છે. આ સાથે જ ૮૦૦ થી વધુ લાઇક્સ અને લગભગ ૩૦૦ જેટલા રિટ્વીટ થયા ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ