સેનિટાઈઝર કરી રસોડામાં જતા લોકો સાવધાન, આ વિસ્તારમાં 7 વર્ષની બાળકી સહિત ત્રણનાં કરુણ મોત

કોરોના આવ્યો ત્યારથી જ લોકોને માસ્ક અને સેનિટાઈઝર કરવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે કોરોનાની રસી ન આવે ત્યા સુધી આના સિવાય કોઈ રસ્તો ન નથી, જો કે હવે તો ભારતમાં અને ગુજરાતમાં પણ રસી આવવાના એંધાણ છે અને રસીકરણ પ્રકિયા ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. પણ એ બધાની વચ્ચે સેનિટાઈઝરને લઈને એક ખરાબ અને કરૂણ સમાચાર સામે આવ્યા છે કે સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે.

image source

બન્યું એવું કે પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને આગ લાગી હતી. જેના કારણે આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ આગ લાગી. બૂમાબૂમ કરતા બાજુમાં રહેલી 7 વર્ષની ભાણકી ડરીને તેને ભેટી પડી તો તેનું પણ મોત થયું છે. આ રીતે એક પરાઠું અને સેનિટાઈઝર પાછળ 3 લોકોના જીવ જતાં હાહાકાર મચી ગયો છે. વિગતે વાત કરવામાં આવે તો મૃતકના પુત્ર રાહુલ વર્માના જણાવ્યા મુજબ ઘરમાં તેમની માતા મીના વર્મા જમવાનું બનાવી રહી હતી. સાત વર્ષની ભાણકી રિદ્ધીકા વર્મા તેની પાસે બેઠી હતી. તેના પિતા રાજુ ફકીરચંદ વર્મા (ઉ. 45) પણ રસોડામાં હતા.

image source

વર્માએ આગળ જણાવ્યું કે બને છે એવું કે તેના પિતાએ હાથમાં સેનિટાઈઝર લગાવ્યું અને તવા પર રહેલું પરાઠું લીધું. સેનિટાઈઝરના કારણે હાથમાં આગ લાગી. આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું કેરોસીનનું કેન ઢોળાઈ ગયું અને આગ વધારે વિકરાળ બની ગઈ. નાની મીના વર્માને બૂમો પાડતા જોઈ ભાણકી તેમને ભેટી પડી તો તે પણ દાઝી ગઈ હતી. રાહુલે કહ્યું કે તેની બહેન અને બનેવી લગ્નમાં બહાર ગયા હતા. રિદ્ધિકાનો 5 વર્ષનો ભાઈ પણ ઘરમાં હાજર હતો પણ તે બચી ગયો હતો. 7 ડિસેમ્બરે બનેલી આ ઘટના બાદ ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમા નાની અને ભાણકીના મોત બાદ શુક્રવારે નાનાનું પણ મોત થયું હતું.

image source

આ પેહલાં પણ અનેક બનાવો બની ગયા છે. કોરોના સંકટમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સતર્કતા પણ જીવલેણ હોઈ શકે તેવી ઘટના સામે આવતી રહી છે. રાજકોટમાં જીવ કંપાવતી ઘટનાએ સૌ કોઈના હૈયાને હચમચાવી દીધા હતા. સેનિટાઇઝરને કારણે લાગેલી આગમાં યુવક ભડભડ સળગ્યો હતો. સ્પાર્ક થતા સેનેટાઇઝરમાં આગ લાગી હતી. સેનેટાઇઝરની આગમાં યુવક લપેટાયો હતો. યુવક સળગતી હાલતમાં ઊભા રસ્તે ભાગ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટના કોઠારીયા રોડ પર આવેલા ઈન્ડ્રસ્ટ્રીઝ એરિયામાં ઘટી હતી.

image source

અમદાવાદમાં એક ખાનગી કંપનીના ગેટ પર કર્મચારીઓની બાઈકના સેનિટાઈઝિંગ બાદ જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન એક કર્મચારી પોતાની બાઈકને સેનિટાઈઝ કરાવી રહ્યો હતો ત્યારે અચાનક જ બાઈક આગની ઝપેટમાં આવી જતા દોડધામ મચી હતી. આ આગ લાગવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ