મંગળવારે દત્ત પૂર્ણિમા તો બુધવારે અનોખો પર્વ, આ દિવસે નદીમાં સ્નાન અને દાન કરવાથી મળે છે આવા ફાયદા

2019ની વાત કરીએ તો બુધવાર 11 ડિસેમ્બરે માગશર મહિનાની પૂનમ હતી. પ્રાચીન સમયમાં આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. ત્યારે જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે દત્ત ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેયના સંયુક્ત અવતાર માનવામાં આવે છે. તેમના પિતા અત્રિ અને માતા અનસૂયા હતી. ગયા વર્ષે બુધવારે આ પૂનમ હોવાથી તેનું મહત્વ વધારે વધી ગયું હતું પણ આ વખતે પણ આ પૂનમ વધારે ચર્ચામાં છે, કારણ કે આ વર્ષે માગશર મહિનાની પૂનમ બે દિવસ રહેશે. મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ દત્ત પૂર્ણિમા અને બુધવાર, 30 ડિસેમ્બરના રોજ સ્નાન-દાનની પૂર્ણિમા રહેશે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે પ્રાચીન સમયમાં આ પૂર્ણિમાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર દત્ત ભગવાન પ્રકટ થયાં હતા. અનસૂઇયા તેમની માતા અને અત્રિ ઋષિ તેમના પિતા હતાં. આ પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયની વિશેષ પૂજા કરવી જોઇએ. તે પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. એનાથી પણ વધારે વિગતે વાત કરીએ તો પૂર્ણિમાએ કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને આ સાથે જ ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

image source

તો વળી એક તરફ હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. આ કારણે આ દિવસોમાં ભોજનની ગરમ વસ્તુઓનું સેવન કરો. તલ-ગોળ ખાવા અને રોજ સવારે થોડીવાર સૂર્યના પ્રકાશમાં બેસવું. તેલ માલિશ કરો. આ વાતનું ધ્યાન રાખવાથી સિઝનલ બીમારીઓથી બચી શકાય છે. આ સાથે જ જો શું કરીએ તો વધારે ફળ મળે એના વિશે વાત કરીએ તો આ દિવસે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની શક્તિ પ્રમાણે ધન અને અનાજનું દાન કરવું જોઈએ. તેમજ દર મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પણ પરંપરા છે.

image source

ભગવાનની કથા કરવાનું પણ કહેવામાં આવ્યું છે અને કેળા અને હલવાનો ભોગ ધરાવો. સાથે જ, ખોટું ન બોલવાનો સંકલ્પ લો. ક્યારેય ભગવાનના પ્રસાદનો અનાદર ન કરો. આ તિથિએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપાન અને ધતૂરો ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો. પ્રાપ્ય માહિતી અનુસાર 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ રહ્યો છે. આ દિવસોમાં સૂર્ય ભગવાનની પૂજા વિશેષ રૂપથી કરવી જોઇએ. રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

image source

દત્તાત્રેય ભગવાનની પૂજાની સરળ વિધિ વિશે પણ જો વાત કરવામાં આવે તો પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા પછી ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ. તેની માટે ભગવાનની મૂર્તિને સ્નાન કરાવો. ભગવાનને હાર-ફૂલ, ચંદન વગેરે પૂજન સામગ્રી અર્પિત કરો. ભોગ લગાવો. પૂજામાં ऊँ द्रां दत्तात्रेयाय नम: મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. જો તમે ઈચ્છો તો દત્તાત્રેયનો ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકે છે.

  • दत्तात्रेयाय विद्महे।
  • अवधूताय धीमहि।
  • तन्नो दत्तः प्रचोदयात्।।
image source

મંત્ર જાપ અને પૂજા પછી ભગવાનને પૂજામાં જાણતાં-અજાણતાં થયેલી ભૂલ માટે ક્ષમા પ્રાર્થના કરો. અંતે ભક્તોને પ્રસાદ વિતરિત કરો અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ