આજથી 60 દિવસ સુધી મંગળ ગ્રહ મેષ રાશિમાં ભ્રમણ કરશે, જાણો તમારા પર કેવી પડશે ગ્રહોની અસર

હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણુ મહત્વ રહેલુ છે. તેમાય ગ્રહો નક્ષત્રોના આધારે આાગામી સમયમાં કેવી ઘટનાઓ બની શકે છે અને કઈ રાશીના જાતકો પર કેવી અસર પડશે તેવી આગાહી વર્ષો કરવામાં આવે છે. ભારતમાં ખગોળ શાસ્ત્રનું હજારો વર્ષોથી મહત્વ રહેલુ છે. આજથી ગ્રહ મંડળમાં સેનાપતિ મંગળ ગ્રહ મેષ રાશિમાં સતત 60 દિવસ ભ્રમણ કરશે. નોંધનિય છે કે મેષ, વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મકર રાશિમાં ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમાં નીચસ્થ બને છે. મંગળનું મૂળભૂત કારકત્વ જોમ, જુસ્સો, ઉત્સાહ, ભાઈ, લીડર, લડાઈ-ઝઘડા સાથે પડકારનો કારક ગણવામાં આવે છે.

image source

ઘણીબધી જગ્યાએ નાની-નાની બાબતમાં ઝઘડાનું પ્રમાણ વધી શકે

તો બીજી તરફ પૂર્વો આચાર્યોના મતે આ ભ્રમણ શુભ માનવામાં આવે છે. મંગળ ગ્રહની દૃષ્ટિ પોતાના સ્થાનથી 4, 7, 8 ગણાય છે. નૈસર્ગિક કુંડળીથી પ્રથમ ભાવે પસાર થવાથી રહીશોની તબિયત-તંદુરસ્તીમાં સુધારો જોવા મળશે. માનસિક રીતે વધુ સક્ષમવાળો સ્વભાવ જોવા મળે. વધુ ને વધુ ઉત્સાહનો સંચાર જોવા મળે. ખાસ કરીને પશ્ચિમી તેમજ ઉત્તર ભાગમાં વરસાદી માહોલ જામવાની શક્યતા રહેલી છે, વિદેશને લગતાં કાર્યોમાં અને નીતિ-નિયમોમાં ફાયદાકારક નિર્ણયો લેવાય. બરફ વર્ષા થાય. ઘણીબધી જગ્યાએ નાની-નાની બાબતમાં ઝઘડાનું પ્રમાણ વધી શકે છે. જમીન માલ મિલકતના ધંધામાં ધીમે-ધીમે તેજી આવે, દેશમાં સરહદો પર આપણી લશ્કરી તાકાત વધે, આગ અને અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં જોવા મળે, તો આવો જાણીએ આ પરિસ્થિતિની દરેક જાતીના લોકો પર કેવી અસર પડશે.

વૃષભ રાશિ:- વિદેશને લગતાં કાર્યોમાં આગળ વધી શકાય, વાણી અને વર્તન સુધારવાં, આ સમય દરમિયાન ઉધાર નાણાં લેવા નહીં, ખાવા પીવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું.

કર્ક રાશિ:- માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠા વધે, જવાબદારીઓમાં વધારો થાય, સરકારી નોકરી અને સરકારી અધિકારી દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે, જમીનને લગતાં કાર્યોમાં સફળતા મળે. ધંધો રોજગાર વધશે

મેષ રાશિ:- નોકરિયાત વર્ગને વિશેષ ઉન્નતિ અને પ્રગતિ જોવા મળે, સંશોધનક્ષેત્રે આગળ વધી શકો, દિવ્ય ઊર્જાનો પ્રભાવ જોવા મળે, લાંબા સમયથી ચાલી આવતી કાર્યની અડચણો દૂર થાય. ન ઘારેલા કામ પાર પડે. મિત્રોનો સાથ મળે

સિંહ રાશિ:- જીવનમાં પરિવર્તન કરવા ઇચ્છતા જાતકો માટે વ્યવસાયમાં ફેરફાર કરી શકાય, નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થાય, આધ્યાત્મિકતામાં વધારો થાય, ધાર્મિક કાર્યો કરી શકો. શરીર સંબંધી સમસ્યાઓ દૂર થાય.

ધન રાશિ:- તમે કરેલી મહેનતનું ફળ મળે, અભ્યાસમાં સફળતા મળે, બાળકો સાથે સારો વ્યવહાર રાખવો, માનસિક તણાવ વધે. ઘરમાં સુખ શાંતિ બની રહે.

મિથુન રાશિ:- વેપાર- ધંધામાં સફળતાના શિખરો સર કરો. તમે ધારેલુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. કોઈપણ કાર્યમાં અતિશય ઉતાવળ કરવી નહીં, આગામી સમયમાં આર્થિક લાભ થવાની શક્યતા. ગરીબી દૂર થાય.

તુલા રાશિ:- પહેલા કરતા જવાબદારીઓમાં વધારો થાય, આત્મવિશ્વાસ અને ઊર્જામાં વધારો જોવા મળે, નવું કાર્ય શરૂ થઈ શકે, ભાગીદારીને લગતાં કાર્યો માટે સજાગ રહેવું, કોઈ નો તાત્કાલિક વિશ્વાસ ન કરવો.

કન્યા રાશિ:- આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી. સંશોધનક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય, વેપારક્ષેત્રે સજાગ રહેવું, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, કોઈ પણ કામમાં વધુ અધિરા ન બનવું.

વૃશ્ચિક રાશિ:- શત્રુ પર વિજય પ્રાપ્ત થાય, એક્સપોર્ટને લગતાં કાર્યો આગળ વધે, લોન લેવી નહીં તેમજ ઉધાર લઈ ધંધો ન કરવો. ગેરકાનૂની કાર્યોથી દૂર રહેવું. લોકો સાથે વ્યવહાર સારો રાખવો, ગુસ્સા પર કાબુ રાખવો.

મીન રાશિ:- આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ વદુ થશે, લાંબા સયમથી અટકી પડેલા કાર્યો પૂર્ણ થશે, પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદથી દૂર રહેવું, વાણી પર નિયંત્રણ રાખવું, કોઈનું અપમાન ન કરવું. મિત્રોનો સાથ મળે.

કુંભ રાશિ:- તમારી કાર્ય કરવાની શક્તિમાં વધારો થાય. નવી તકો દ્વારા આર્થિક લાભ મળે, રમત-ગમતક્ષેત્રે આગળ વધી શકો, ભાઈઓ અને મિત્રો સાથે સંબંધો સારા રહે, શરીર સ્વાસ્થ્ય સાચવવું.

મકર રાશિ:- આળસ દૂર કરી આગળ વધી શકો, ભૌતિક સુખ-સગવડતામાં વધારો થાય, માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પરેશાનીઓ દૂર થાય, પરિવારમાં સંતુલન બન્યું રહે, નવી જગ્યા જવાનું થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ