ભારત દેશના હ્રદય સ્થાને આવેલ મધ્યપ્રદેશ રાજ્યમાં પણ દિલ્લી શહેરમાં થયેલ નિર્ભયા કાંડ જેવો રેપ કેસ મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર જીલ્લાના કુલૈથની ગામમાં બન્યો છે. મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેરમાં નિર્ભયાકાંડ જેવો જ બનાવ સામે આવ્યો છે. ગ્વાલિયર શહેરમાં એક મહિલા દ્વારા ગુનેગારને હચમચાવી દે તેવો આરોપ લગાવ્યો છે. એક વ્યક્તિએ મહિલાને ફેક્ટરીમાં કામ કરાવવા માટેની વાત કહીને પોતાની ગાડીમાં બેસાડી દે છે અને ત્યાર બાદ ચાલુ કારમાં તે મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કારમાં મહિલા પર રેપ કરનાર વ્યક્તિ તે મહિલાને હોટલમાં લઈ જાય છે અને હોટલમાં ફરીથી મહિલા પર બળાત્કાર કરવા લાગે છે.
ગ્વાલિયર જીલ્લામાં આવેલ કુલૈથની ગામમાં રહેતી એક મહિલા સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ગ્વાલિયરમાં આ મહિલા દ્વારા એક વ્યક્તિને તેની સાથે આ દુષ્કર્મ કરવા માટે ડ્રાઈવરની ઉપર સહકાર આપવાનો દોષ લગાવ્યો છે. આ પીડિત મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રામબાબુ ગુર્જર પોતાની ફેક્ટરી કામ કરાવવાનું બહાનું કહીને મહિલાને ગ્વાલિયર શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલયની સામે ઉભી રાખેલ પોતાની ટવેરા કારમાં લઈ જાય છે અને ત્યાર બાદ કાર ચાલુ કરી દીધા પછી આ મહિલા સાથે બળાત્કાર કરવા લાગ્યો હતો.
જ્યાં પાછળની તરફથી કારના માલિક મહિલાની સાથે દુષ્કર્મ આચરતો રહે છે તે સમય દરમિયાન કાર ચલાવી રહેલ ડ્રાઈવર સતત કાર ચલાવતો રહ્યો હતો અને કારનો માલિક મહિલાનો રેપ કર્યા કરતો રહ્યો હતો. ત્યાર બાદ રામબાબુ આ મહિલાને પોતાની સાથે જબરદસ્તી એક હોટલમાં લઈ ગયો હતો અને હોટલમાં પણ આ કાર માલિક મહિલાની સાથે
બળાત્કાર કરતો રહ્યો હતો.
આ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની સાથે થયેલ દુષ્કર્મની ફરિયાદ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક ધોરણે સક્રિય થઈ ગઈ હતી. ગ્વાલિયર પોલીસ દ્વારા આરોપી કાર ચાલક રામબાબુ ગુર્જર અને તેમના ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગ્વાલિયર પોલીસ વિભાગના ડીએસપી ક્રાઈમ બ્રાંચ વિજય ભદૌરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક મહિલા દ્વારા સોમવારના દિવસે રામબાબુ ગુર્જર અને તેમના ડ્રાઈવરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે કે, તે મહિલાની સાથે કારમાં રેપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને હોટલમાં જબરદસ્તી લઈ જઈને હોટલમાં પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ ગ્વાલિયર પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,