અન્ય પાર્ટીની બધી જ ચાલને નબળી પાડી ભાજપે 6 મહાનગર પર ભગવો લહેરાવ્યો, પરિણામના આ સમીકરણો જાણી લો

હાલમાં ગામ ગલી મહોલ્લામાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે કોણ જીતશે અને કોણ હારશે. કારણ કે આજે ગુજરાતની 6 મનપાની ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે અને એમાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે રિઝલ્ટ ખાલી ગુજરાત જ નહીં પણ છેલ્લા એક મહિનાની અંદર આ ત્રીજા રાજ્યમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે, પહેલા હરિયાણા, ત્યાર બાદ પંજાબ અને હવે ગુજરાત.

image soucre

જો પરિણામોની વાત કરીએ તો ખેડૂત આંદોલનની ઝાળ વચ્ચે હરિયાણા અને પંજાબમાં ભાજપ ભાજપે લોકોનો ગુસ્સો સહન કરવાનો વારો આવ્યો હતો ગુજરાતમાં કોઈ જ ફેક્ટર કામ ન લાગ્યું અને ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે. ગુજરાતમાં હાલમાં જે છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપે ચારેકોર પોતાના ડંકો વગાડ્યો છે. અમદાવાદ, સૂરત, ભાવનગર, જામનગર, રાજકોટ અને વડોદરામાં ભાજપના જ મેયર બનશે એ વાત પણ લગભગ નક્કી છે.

image soucre

આજે વાત એ કરવી છે કે ચૂંટણીમાં સૌથી મોટો ઝાટકો કોંગ્રેસને લાગ્યો છે. ઘણી કોશિશો કરવા છતાં દૂર દૂર સુધી કોઈ ગાબડુ પડતુ ન દેખાયું અને કોંગ્રેસ કંઈ ઉકાળી ન શકી એવું સામે આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્યના કારણે આ સ્થાનિક ચૂંટણી પર પણ સૌ કોઈની નજર હતી.

image soucre

પરિણામોએ ફરી એકવાર પથ્થરની લકીર પર સાબિત કરી બતાવ્યું છે કે, ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો હાલ તો કોઈ પણ રાજકીય પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. કારણ કે આ ચૂંટણી વખતે પણ કંઈ કેટલા વિદેશી નેતાઓ ગુજરાતમાં આવ્યા પણ કોઈથી કંઈ જ ન થયું.

image source

આ બધાની વચ્ચે વાત કરીએ હાર્દિક પટેલની તો 2020માં જ જુલાઈ મહિનામાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. તેણે પ્રચાર કરવામાં પણ કંઈ બાકી રાખ્યું ન હતું. જો કે પરિણામ સામે આવતા હાર્દિક પટેલ ઉંધા માથે પટકાયો હતો. હાર્દિકે તો અમદાવાદમાં સંપૂર્ણ તાકાત કામે લગાડી દીધી હતી. તમામ વોર્ડોમાં રેલીઓ પણ કરી હતી. તેમ છતાંયે કોંગ્રેસની કારમી હાર થઈ.

image source

આ સિવાય આ સાથે સાથે જ ગુજરાતમાં આ વખતની ચૂંટણી એટલા માટે પણ મહત્વની હતી કારણ કે, અસદુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM પણ મેદાનમાં આવી હતી. આખા ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની હાર જ થઈ છે પણ અમદાવાદની એક બેઠક પર તેની પાર્ટીએ ડંકો વગાડ્યો છે.

image soucre

પણ….પણ…પણ…. એક વાત આ વખતે ખાસ કરવામાં આવી રહી છે અને એ એટલે કે આપ પાર્ટીની. અરંવિદ કેજરીવાલની પાર્ટીએ ગુજરાતમાં ધોધમાર એન્ટ્રી મારી દીધી છે. આ સાથે જ ચૂંટણીના પરિણામોએ એક સાંકેતિક ઈશારો જરૂર કર્યો છે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે પરિણામો અને રૂઝાનોમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પાછળ પાડી દીધી હતી.

image source

અહીંની 120માંથી 79 બેઠકો પર આવેલા પરિણામોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે. તેના ઉમેદબારો 15 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે હવે રાજકીય પક્ષોમાં પણ આમ આદમી પાર્ટીની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ