ના હોય! જો ચ્યુઇંગમ ચાવતી વખતે ભૂલથી પણ ગળી જવાય તો શરીરને થાય છે આ મોટું નુકશાન, જાણવું ખાસ જરૂરી

આપણે નાના હતા ત્યારે આપણે બોર ખાતા ખાતા બોર ગળી જઈએ ત્યારે આપણા મોટાઓ કે આપણા મોટા ભાઈ બહેનો આપણને ડરાવતા કે બોરનો ઠળીયો ગળી જવાથી પેટમાં બોરનો છોડ ઉગશે. પ્રાથમિક શાળામાં ‘પેટમાં બોરડી’ કરીને એક પાઠ પણ આવતો. તેવી જ રીતે ચ્યૂંઇગમ જો ગળી જવાય તો શું થાય તે વિષે હજુ પણ ઘણા લોકો અજ્ઞાત છે. તેમાં માત્ર નાનાઓનો જ સમાવેશ નથી થતો પણ મોટાઓ પણ નથી જાણતા હોતા કે ચ્યૂઇંગમ ગળી જવાથી શું થાય ? ચ્યૂંગમ એક માઉથફ્રેશનરનું કામ કરે છે.

image source

ઘણા લોકોને આખો દિવસ ચ્યુઇંગમ ચાવવાની ટેવ હોય છે. બાળપણમાં, તમારા માતાપિતાએ તમને સલાહ પણ આપી હોવી જોઇએ કે ચ્યુઇંગમ ભૂલથી ગળી ન જતાં, નહીં તો તે 7 વર્ષ સુધી પેટમાં રહે છે અને તે બહાર નથી આવી શકતી જેથી સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. જો કે આ બાબતોમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી, પરંતુ કોઈ ભૂલથી ચ્યુઇંગમ ગળી જાય તો શું થઈ શકે? બીજું તેના મિન્ટી સ્વાદના કારણે તે નાના મોટા બધાને ભાવે છે.

image source

અને ચ્યૂંઇંગમ કેવી રીતે બનાવવામાં આવે છે તેને બનાવવા માટે શું શું વાપરવામાં આવ્યું છે. તેમજ તેને ચાવ્યા બાદ તે જે રીતે ઇલાસ્ટિક જેવી થઈ જાય છે તેનાથી લોકોને ભય રહે છે કે તે ગળામાં ઉતારવા જેવી વસ્તુ નથી. ગળી જવાથી પાચનતંત્રને નુકસાન થઈ શકે છે તેમ પેટની વિવિધ તકલીફો થવા લાગે છે. વિગેરે વિગેરે.

ચ્યુઇંગમ 40 કલાક પેટમાં રહે છે

image source

તે સંપૂર્ણપણે સાચું છે કે ચ્યુઇંગમને ફક્ત ચાવવાની સલાહ આપવામાં આવે છે અને ગળી જવાની નહીં. પરંતુ જો તમે આકસ્મિક રીતે 1 ચ્યુઇંગમ ગળી લો, તો તે ખૂબ જોખમી હશે? તો જવાબ ના છે. ચ્યુઇંગમ ઇલાસ્ટિક જેવી અને ચીકણી હોય છે અને કલાકો સુધી ચાવ્યા પછી પણ તેના કદમાં કોઈ ફરક નથી આવતો. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે ચ્યુઇંગમ ગળી જાય છે અને તે પેટમાં જાય છે, તો તમારું શરીર તેનું પાચન કરી શકશે નહીં અને તે અદ્રાવ્ય હોવાને કારણે, તે લગભગ 40 કલાક પેટમાં રહેશે અને પછી સ્ટૂલ દ્વારા શરીરમાંથી. બહાર નીકળી જશે.

આંતરડામાં થઇ શકે છે બ્લોકેજ

image source

જો કે, ગણ્યાં-ગાંઠ્યા કિસ્સાઓમાં, જો કોઈ વ્યક્તિ, ખાસ કરીને બાળક, ખૂબ જ ટૂંકા ગાળામાં મોટી માત્રામાં ચ્યુઇંગમ ગળી જાય છે અને તેને પહેલાથી જ કબજિયાતની સમસ્યા હોય છે, તો તે શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે અને આંતરડાના આ કારણે આંતરડામાં બ્લોકેજની સમસ્યા ઉભી કરી શકે છે. આથી જ માતાપિતા હંમેશાં બાળકોને કહેતા હોય છે કે તેઓ ચ્યુઇંગમ ગળી ન લેવી જોઈએ.

ચ્યુઇંગમ ગળી જવાથી ગૂંગળામણ થવાનું જોખમ

image source

પીડિઆટ્રિક્સના જર્નલમાં પ્રકાશિત થયેલા 1998 ના અધ્યયનમાં એવા કેટલાક કિસ્સા દર્શાવવામાં આવ્યા છે જ્યાં ચ્યુઇંગમ ગળી જવાને કારણે બાળકોને પેટમાં ભારે દુખાવો, ઉલટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ચ્યુઇંગમ ગળી જવાથી પણ ગૂંગળામણ જવાનું જોખમ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત