રંજ – બાળપણની મિત્રતાને તે આજે પ્રેમનું નામ આપવાનો હતો પણ… લાગણીસભર વાર્તા…

પ્રિયા ને ઉદય બેસ્ટ ફ્રેન્ડ સાતમા ધોરણ થી સાથે ભણે પ્રિયા અને ઉદય ના ઘર પણ બાજુ બાજુમાં એટલે દરરોજ લગભગ આખો દિવસ સાથે સ્કૂલ થી ઘર પણ સાથે વાંચવાનું સાથે અને ઝગડવાનું પણ સાથે. હવે તો પ્રિયા ને ઉદય દસમા ધોરણની પરીક્ષા સાથે આપે છે બંને સારા માર્ક પાસ થાય છે. બંને ના ઘરમાં આંનદ છે આખો દિવસ બસ મસ્તી મસ્તી માજ કાઢે બંને ના માતા પિતા એવું સમજે કે છોકરાવો છે મસ્તી કરે, હવે પ્રિયા અગિયારમા મા ગઈ અને ઉદય ડિપ્લોમા હવે તેઓ બહુ ઓછું મળતા પણ દિવસમાં જયારે ટાઈમ મળે મળી લેતા,એમ કરતા પ્રિયા નું બારમું ધોરણ પણ પતી ગયું…


ને પ્રિયા ફેશન ડિઝાઇનર નો કોર્ષ કરવા જાય છે… આ બાજુ ઉદય પણ ડિપ્લોમા થઇ ગયો. હવે ઉદય આગળ શું કરવું એ પ્રિયા ને પૂછે છે ? પ્રિયા એને કહે છે તું આગળ ડિગ્રી કર અને ખુબ સારી મેહનત કરી પાસ થા, જેથી કોઈ કંપની તને કેમ્પસ માંથી જોબ આપી દે એટલે જોવાનુજ નહિ અને પ્રિયા પોતાનાજ શહેરમાં જ કોર્ષ કરે છે ઉદય પણ ત્યાંજ એડમિશન લેછે. બંને રોજ મળે છે પોતાના અલગ અલગ ફિલ્ડ ની વાતો કરે છે.એ દરમીયાન ક્યારે ઉદયને પ્રિયા સાથે પ્રેમ થાય છે એ ખબરજ નથી.


પ્રિયા હવે એ નાદાન પ્રિયા નથી રહી એ સુંદર દેખાવા લાગી છે ખુબજ સુંદર અને ફેશન ડિઝાયનર નો કોર્ષ કરે એટલે જોવાનુજ નહિ,આજે ઘણા દિવસથી ઉદયના મનમા જે વાત હતી તે કરવાનો વખત આવ્યો.


ઉદયે આજે પ્રિયા માટે એક પ્રપોઝ રિંગ લીધી ને ગિફ્ટ પેક કરાવી સવારે કોલેજ જતા એને કહી ગયો આજે આપણે બહાર જઈશું તું તૈયાર રહેજે ને પ્રિયા એની વાત ની મજાક ઉડાવે છે કેમ!! ઉદય શું વાત છે આજે પાર્ટી આપે છે ને ઉદય એટલુંજ કહે છે તું રૂબરૂ જોઇ લેજે, આજનો દિવસ તારી જિંદગી નો સૌથી યાદ ગાર દિવસ હશે. ને ઉદય સાંજની રાહ જોતો નીકળી જાય છે.પ્રિયા વિચારે છે શું કરશે? શું કહેશે.

જે ફીલિંગ મને આવે છે એની માટે એવું એને થતું હશે ? કે મને એકલી નેજ થાય છે ને પ્રિયા પોતાના ક્લાસ મા જવા તૈયાર થાય છે. મનમાં ખુશ થતી ઉદય સાથેના કૈક કેટલાય સપના જોવા લાગી ને ખુશ થતી ક્લાસ મા જાય છે આજે બધી ફ્રેન્ડ વિચારે છે આજે તારું મો કેમ આટલું ગુલાબી ગુલાબી લાગે છે.

એ કંઇજ બોલતી નથી બસ સાંજની રાહ જોવે છે. બરાબર બપોરના ત્રણ થવા આવ્યા છે હવે એકજ કલાક બાકી છે પછી હું અને ઉદય કાયમ માટે ભેગા કોલેજ પુરી થતા પ્રિયા બહાર નીકળી પહેલો ફોન ઉદય ને લગાવે છે ને કહે છે “મારી જાન” શું કરે છે બસ તને જિંદગી બનાવાની તૈયારી ને ફોન પર વાત ચાલુજ છે ને કોઈ ગાડીની એવી ટક્કર વાગે છે કે પ્રિયા ઉછળીને રોડ પર પટકાયા છે ને મોબાઇલ હાથમાંથી પડી જાય છે,


ને ઉદય પ્રિયા શું થયું ??? પણ સામેથી પ્રિયા નો કોઈ જવાબ ના આવતા બેબાકડો બની પ્રિયા જે જગ્યા થી બોલતી હતી ત્યાં ત્યાં પહોંચી જાય છે બેબાકળો બની જાય છે ક્યાં ગઈ શું થયું હશે ? ને ત્યાંજ એક ભાઈ કહે છે અરે શું જમાનો આવ્યો છે મોબાઇલ મા ને મોબાઈલ મા પોતાની જાત ની પણ પરવા કરતા નથી જો આજે અહીંજ એક છોકરી પટકાઈ.


ને સિવિલ મા લઇ ગયા છે ને ઉદય સિવિલ મા જાય છે ને ત્યાં બહાર પૂછે કોઈ છોકરી આવી છે એક્સીડન્ટ વાળી સિસ્ટર હાથ કરી બતાવે છે ને એને બહુ વાગ્યું છે.


ને ઉદય ત્યાં જાય છે ને પ્રિયા ને કહે છે ઉઠ પ્રિયા તું આમ સુઈ ના જા આજે મારા પ્રેમ નો એકરાર કરવાનો છે સાતમા ધોરણ ની દોસ્તી ક્યારે પ્રેમ માં પરિમણી ખબરજ ના પડી ને ડોક્ટર આવી કહે છે સોરી??? એ હવે નથી રહી……


ને ઉદય દવાખાના ચોધાર આશું રડે છે ને આખી જિંદગી હવે એકજ બોજ લઇ જીવવાનું છે બસ તને પ્રપોઝ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે તુજ જતી રહી ને એવાત નો રંજ હજુ પણ છે ને જિંદગી ભર રહેશે. ને એ વીંટી હજુ પણ એ કબાટ મા જ છે..


લેખક : નયના નરેશ પટેલ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ