રાજસ્થાનના એક ગામમાં રહેતા ફેસબૂક ફ્રેન્ડને રશિયાથી અનાસ્તા મળવા આવી ભારત, આજે જાતે બનાવી રહી છે મકાઇના રોટલા, જુઓ તસવીરોમાં

રશિયાથી રાજસ્થાન આવેલી અનાસ્તા જાતે ઘડી રહી છે રોટલા – રાજસ્થાનના એક ગામમાં રહેતા ફેસબૂક ફ્રેન્ડને મળવા આવી છે ભારત

image source

ભારતમાં જ્યારથી ઇન્ટરનેટની વ્યવસ્થા ખૂબ જ સસ્તામાં શરૂ થઈ છે ત્યારથી લોકોને હવે કોઈ પણ દેશની સીમા કે હજારો કી.મીનું અંતર નથી નડી રહ્યું. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા ભારતના ગામડામાં રહેતા લોકો પણ વિદેશી મિત્રો ધરાવતા થઈ ગયા છે. સોશિયલ મિડિયાના કારણે આજે ઘણા ભારતીય યુવાનો વિદેશી યુવતિના પ્રેમમાં પડી રહ્યા છે અને તેમની સાથે લગ્ન પણ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો સારી મિત્રતા પણ ધરાવતા થઈ ગયા છે.

આવું જ તાજેતરમાં રાજસ્થાનના ચિતોડગઢમાં આવેલા એક ગામના યુવાન સાથે બન્યું છે. યુવાનનું નામ છે કનૈયા લાલ ગાડરી. તેણે ફેસબૂક દ્વારા કેટલાક વિદેશી મિત્રો બનાવ્યા છે. અને આજકાલ તે પોતાના આ વિદેશી મહેમાનોની આગતા સ્વાગતા કરી રહ્યો છે અને તેના જ કારણે તેનું ઘર ચર્ચાનો વિષય બની ગયું છે.

image source

કનૈયાલાલની કેટલીક રશિયન ફ્રેન્ડ્સ હાલ તેના ઘરે તેને મળવા આવી પહોંચી છે. અને ત્યાર બાદ તે જે કરી રહી છે તે ખરેખર રસપ્રદ છે. આ વિદેશી મિત્રો અહીંના ગ્રામીણ જીવન તેમજ ખેતરના કામને ખૂબ એન્જોય કરી રહ્યા છે. કનૈયાની ખાસ ફેસબૂક ફ્રેન્ડનું નામ છે અનાસ્તા. તેણી રશિયન છે. અને કનૈયાને મળવા છેક 4600 કી.મી. દૂરથી રાજસ્થાનના આ નાનકડા ગામડામાં આવી છે. અનાસ્તા સાથે રશિયાના તેમજ નેધરલેન્ડના બીજા આઠ ફ્રેન્ડ્સ ભારતના પ્રવાસે આવ્યા છે. અને હાલ તેઓ રાજસ્થાનમાં આવેલા કનૈયાના ઘરે સમય પસાર કરી રહ્યા છે.

image source

આ બધા જ કાર દ્વારા ચિતોડગઢ પહોંચ્યા હતા અને ત્યાર બાદ કનૈયાના ઘરે પહોંચ્યા હતા. અહીં કનૈયાના પરિવારે તેમનું ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું હતું અને તેનાથી આ વિદેશી મિત્રો ખૂબ પ્રભાવીત થઈ ઉઠ્યા છે. અને વિદેશથી આવેલા આ મહેમાનોને મળવા આખું ગામ ઉમટી આવ્યું હતું.

રાજસ્થાનવી ઈ નાનકડા ગામડામાં આવેલા કનૈયાના ઘરે માટીથી બનાવવામાં આવેલા ચૂલા પર રસોઈ બને છે. અન તે જોઈ વિદેશી મહેમાનોને ભારે કૂતુહલ થયું છે અને આ ઉપરાંત અહીંની સંસ્કૃતિ પણ તેમને ગમી ગઈ છે. થોડાક જ સમયમાં તેઓ કનૈયાના કુટુંબ સાથે હળીભળી ગયા છે. અનાસ્તાએ તો ઘરની મહિલાઓ સાથે ચૂલા પાસે બેસીને રોટલા પણ બનાવ્યા હતા. અને ધરના સભ્યો પણ તેના આ વર્તનથી ખૂશ થઈ ઉઠ્યા હતા.

image source

સોશિયલ મિડિયા પ્લેટફોર્મના કારણે જાણે દૂનિયાના દેશ ભલે દૂર હોય પણ એકબીજાના હૃદય સાથે ચોક્કસ કનેક્ટ કરી રહ્યા છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ રાજસ્થાનના અંતરિયાળ ગામમાં રહેતા કનૈયાલાલ અને તેના આ વિદેશી મિત્રો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ