રાજકોટ એઇમ્સમાં માત્ર રૂ.10માં નિદાન, બેડનું ભાડું ખાલી 35, ભોજનના ભાવ પણ પાણી જેવા, જાણો બધી જ માહિતી

હાલમાં ગુજરાતમાં રાજકોટની બધે ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે ટૂંક જ સમયમાં રાજકોટની ઓળખાણમાં એઇમ્સ પણ ઉમેરાવાનું છે. કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. આમ પણ જો વાત કરવામાં આવે તો રાજકોટમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે. આ એક એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. આ હોસ્પિઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે.

image source

મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો એઇમ્સ હોસ્પિટલમાં રૂ.10માં નિદાન, પ્રતિદિન બેડનું 35 રૂપિયા ભાડું, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે લોકો જમી શકશે. હોસ્પિટલમાં 13,000નાં ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે. તેમજ સૌથી સારી વાત તો એ છે કે જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે, એને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી એ ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણાબધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે.

image source

આ સાથે જ એક સુવિધા વિશે વાત કરીએ તો દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું, પણ વેઇટિંગ લોન્જમાં બેઠક વ્યવસ્થા ખુબ સારી હશે. તેમજ એમાં પણ સ્પેશિયલ સર્વિસની વાત કરીએ તો ધારે કે કોઈ સેલિબ્રિટી, નેતાઓ જો ઈચ્છા હોય તો જનરલ વોર્ડમાં રહેવાને બદલે ખાસ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ થઇ શકે છે. અહીં બે પ્રકારના રૂમ હોય છે જેમાં તમામ સાધન સજ્જ હોય છે અને અત્યંત લક્ઝુરિયસ હોય છે છતાં એનું ભાડું બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિદિન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એઇમ્સ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ છે. તેમાં એડમિશન નીટ મારફત નથી લેવાતું પણ એઈમ્સની ખાસ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે. આ ટેસ્ટમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારને જ એડમિશન મળે છે જેથી જે-તે એઈમ્સને સૌથી સારા રેસિડેન્ટ ડોક્ટર્સ મળે છે.

image source

આ સિવાય જો વાત કરીએ તો એઈમ્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે, જેમાં એઈમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવામાં આવે છે તેવી જ રીતે વિદેશના તબીબો અહીં આવે છે, રાજકોટમાં એઇમ્સ શરૂ થતાં વિદેશના ખ્યાતનામ તબીબો પણ રાજકોટમાં શુશ્રૂષા કરતા જોવા મળશે. દિલ્હી એઇમ્સના ચાર્જ મુજબ ચાલીએ તો દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે 25 રૂપિયા એડમિશન ફી અને એક દિવસના 35 રૂપિયા ગણીએ તો પણ સામાન્ય માંદગીમાં એસી જનરલ વોર્ડમાં 375 રૂપિયામાં નીકળી શકે તેમજ આ ભાડામાં બે લોકોને ભોજન પણ અપાય છે. ત્યારે હવે એઈમ્સ વિશે આખા ગુજરાતમાં ચર્ચા થવા લાગી છે અને લોકો ગૌરવની લાગણી પણ અનુભવી રહ્યા છે કે ગુજરાતના આંગણે કઈક આવું મોટું થવા જઈ રહ્યું છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. એઇમ્સ રાજકોટને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે જોધપુર એઇમ્સને મેન્ટર સંસ્થા બનાવવામાં આવી છે. રાજકોટ એઇમ્સના રેસિડન્ટ પી.કે. દવે તેમજ ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમજ સાંસદ મોહન કુંડારીયા અને પુનમ માડમ સહિત રાજકોટ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ