સિઝલર પ્લેટ વગર રેસ્ટોરેન્ટ જેવો જ સિઝલર ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ

રેસ્ટોરન્ટ જેવું જ સિઝલર આજે આપણે ઘરે કેવી રીતે બનાવુ તેની પરફેક્ટ ટિપ્સ જોઈશું. સિઝલર પ્લેટ ઘરે છે નહીં તો કેવી રીતે બને ના સિઝલર ચોક્કસથી ઘરે બને પ્લેટ ની જરા પણ જરૂર નથી.તમારા બધા ના ઘરે તવી તો છે જ ને?આજે આપણે તેવી ટિપ્સ જોઈશું કે સિઝલર પ્લેટ વગર સિઝલર કઈ રીતે બને તે જોઈશું.અને તેની સાથે સાથે એવા આઈડિયા પણ આપણે જોઈશું.

1- સિઝલર પ્લેટ માટે શું જોયતુ હોય છે એક તો આયન ની પ્લેટ હોય છે.અને નીચે એક લાકડા ની પ્લેટ હોય છે. બધાના ઘરે આયન એટલે તેની તવી તો બધાના ઘરમાં હોય છે જ જે તમે રોટલી બનાવો છો.તેમાં પણ સિઝલર બનાવી શકો છો.

2-જ્યારે તમે લોખંડની પ્લેટ લેતા હોય ત્યારે પ્લેટ ને ગરમ કરવા મૂકી દેવાની છે. લગભગ અડધો કલાક ગરમ કરવાની છે. કારણકે સિઝલર ની પ્લેટ ને ગરમ કરતા હોય ત્યારે તે ગરમ એકદમ જલદી થઈ જાય છે.

3- હંમેશા એ યાદ રાખવાનું કે તવી થોડી જાડી હોવી જોઈએ. તેને ગરમ થતા થોડો ટાઈમ લાગે. જો તેને વધારે ગરમ કરશો ને તો મીડીયમ ગેસ પર લગભગ 20થી 25 મિનિટ ગરમ કરવાની છે. તેમ પણ ઠંડું થતાં પણ વાર જ લાગશે. સિઝલર ને સરસ રીતે અરેન્જ કરી શકશો.

4-હવે લાકડા ની પ્લેટ માટે શું લેવાનું છે આપણો પાટલો જે આપણે રોટલી બનાવીએ છે તે લેવાનો છે. સિઝલર પ્લેટ ને એકદમ ગરમ કરી લીધી છે તો તેને ડાયરેક પાટલા પર ના મુકાય એટલે કે એવું થશે કે ચોંટશે તો નહીં.પણ પાટલો છે તે કાળાશ પકડી લેશે. તેને ફરીથી આપણે રોટલી બનાવવાના ઉપયોગમાં લેવાના છે. તો શું કરવાનું છે તેના પર એક નાનકડો કાંઠલો મૂકી દેવાનો છે.

5-જ્યારે તમે અરેન્જ કરો ત્યારે ટેબલ પર પહેલા પાટલો મૂકી દેવાનો છે અને તેની પર કાઠો મુકવાનો છે. મોટાભાગે બધાના ઘરમાં હોય છે. એ કાઠો મૂકી તેના પર ગરમ કરેલો સિઝલરની પ્લેટ આપણે મૂકી દેવાની છે. સિઝલર પ્લેટ ને ગરમ કરી તેની પર કોબી પાન મૂકી દેવાના છે.અને પછી જે પણ સિઝલર અરેન્જ કરવું હોય તે કરી શકો છો.હવે તેમાં આઈડિયા જોઈશું.આપણે બહાર ખાવા જતા હોય ત્યારે ચાઈનીઝ, પનીરનું સિઝલર ખાતા હોઈએ. અલગ-અલગ બધા સિઝલર ખાતા હોઈએ છે.

6-હવે ઘરે સિઝલર બનાવતા હોય ત્યારે જો તમે ચાયનીઝ સિઝલર ઘરે બનાવવા ઈચ્છા હોય તો બહુ મહેનત ન કરવી હોય તો તમે નૂડલ્સ બનાવો અને તેની સાથે એક પનીર ચીલી અથવા તો મંચુરિયન બનાવો એટલે તે ગ્રેવી વાળા બનાવો નીચે બેડ માં નુડલ્સ રાખો અને તેની ઉપર પનીર ચીલી અથવા તો પનીર ચીલી ગ્રેવી વાળા પણ રાખી શકો છો. અથવા તો મંચુરિયન ગ્રેવી વાળા રાખી શકો છો. જેના કારણે તમારે અલગથી ગ્રેવી બનાવવાની જરૂર નહીં પડે. અને સિઝલર એકદમ પરફેક્ટ બનશે.

7- તેના સિવાય બીજા અલગ અલગ તમે આજે પાવભાજી ઘરે બનાવી છે તો તમે પાવભાજી ને પણ સિઝલર પ્લેટ માં અરેન્જ કરી શકો છો.તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે.એક બન ફ્લેવર મળે છે. એટલે જે રેગ્યુલર ભાજી ખાતા હોય ને એના કરતાં સિઝલર પ્લેટ માં અરેન્જ કરેલી ભાજી નો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે તેમાં તમે શું કરી શકો તો નીચે બેડમાં કોબીના પાન પાથરી તેના પર ભાજી પાથરી દો અને સાઈડ માં મૂકવાના છે. હવે બંને શું કરવાનું છે તો બંને સ્ક્વેર માં પીસ કરી લેવાના છે. અને બટર ટોસ કરી લેવાના છે. જ્યારે તમે બટર શેકતા હોય ત્યારે તાસડા માં જ શેકી લેવાના છે. ત્યારે ઉપરથી ચાટ મસાલો,મીઠું અને લાલ મરચું પાવડર ભભરાવી દેવાનું છે. જેના કારણે તમારા બન બહુ ટેસ્ટી લાગશે. અને તેને સાઈડ માં મૂકી શકો છો.

8-તેની સાથે સલાડ પણ એડ કરી શકો છો. પાપડ પણ મૂકી શકો છો. એકદમ સરસ પાવભાજી સિઝલર તૈયાર થઈ જશે. ખીચડી સિઝલર પણ બની શકે છે. તે પણ બહુ સરસ લાગે છે. ગરમા ગરમ ખીચડી બનાવો તેને સિઝલર પ્લેટ માં અરેન્જ કરો. કોબીના પાન પર ખીચડી મૂકી દો. અને તેની સાથે મિર્ચી પકોડા મૂકો. કોઈપણ જાતના પકોડા મૂકો તો તેનો સ્વાદ બહુ સરસ લાગે છે. પાપડ મુકો તો આ જે કોમ્બો તૈયાર થશે એટલે એવું નથી કે આપણે રેસ્ટોરન્ટમાં જઈને તો જ સિઝલર ખાઈ શકીએ.અને આપણા ઘરે સિઝલર પ્લેટ હોય તો જ ખાય શકીએ. સિઝનલ પ્લેટ વગર અને રેસ્ટોરન્ટ માં ગયા વગર પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકો છો. બધાને ખુશ કરી શકો છો.તો તમે આ ટિપ્સ ને ફોલો કરજો અને ટ્રાય કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.