વન નાઈટ સ્ટેન્ડ – કોલેજની લાઈબ્રેરીથી શરૂઆત થાય છે જે એને લઇ જાય છે આત્મહત્યા કરવા સુધી…

વન નાઈટ સ્ટેન્ડ

અમદાવાદ ની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજ ની લાઈબ્રેરી માં વિધરાર્થીઓ ની ચહલ પહલ તેજ હતી.વિનિતા કરીને એક ૨૬-૨૭ વરસ ની યુવાન છોકરી લાઈબ્રેરીયન તરીકે સેવા આપી રહી હતી. “મેડમ આ બુક હું લઇ જાઉં” નેહા એ એક ચોપડી લાઈબ્રેરીયન વિનિતા ને બતાવતા કીધું.ચોપડી ના કવરપેજ પર ભગવાન શંકર નો ફોટો હતો અને બુક નું નામ હતું “મેલુહા”, લેખક અમિશ.છેલ્લા ૭ વરસ થી ભારત ની બેસ્ટ સેલર બુક. “નેહા આ બુક તું આજે નહીં લઇ જઇ શકે” વિનિતા એ નેહા ને જવાબ આપ્યો.

image source

“પણ કેમ?”નેહા એ સામે સવાલ કર્યો. “કેમકે આ બુક થોડા સમય પહેલા જ વિવેક કરી કોઈ છોકરો નોંધાવી ગયો છે” વિનિતા એ પ્રત્યુત્તર આપતા જણાવ્યું. “આતો મેં શરૂવાત ના પેજ વાંચ્યા તો બહુ રસપ્રદ લાગી એટલે એમ થયું આજે જ વાંચી નાખું, પણ કંઈ વાંધો નહીં હું પછી લઈ જઈશ” નેહા એ નિરાશ સ્વર માં કીધું. “એ છોકરો આપી જાય એટલે હું ચોક્કસ તારા માટે આ બુક રાખી મુકીશ” વિનિતા એ હસતા હસતા કીધું. “તમારો આભાર…..” નેહા એ પણ સામે હસતા મોઢે જવાબ આપ્યો.આટલું બોલી નેહા લાઈબ્રેરી માં થી બહાર નીકળી ગઈ.

“એક્સ્ક્યુઝ મી..હલ્લો… મિસ…બ્લેક ડ્રેસ…હેલ્લો” પોતાને જ કોઈ બુમો પાડી બોલાવી રહ્યું હોય એવું નેહા ને લાગતા એને પાછું વળી જોયું, અને એનું અનુમાન સાચું હતું. એક દેખાવડો છોકરો પોતાની તરફ આવી રહયો હતો.નેહા ત્યાં જ અટકી ગઈ. “હેલ્લો …માય સેલ્ફ વિવેક” હાંફતા હાંફતા એ છોકરો બોલ્યો.

નેહા એ વિચારવાની કોશિશ કરી આ નામ તો એને હમણાં જ ક્યાંક સાંભળ્યું છે..અચાનક એને યાદ આવ્યું કે આતો વિનિતા એ કીધું હતું એ જ છોકરો.. “હા બોલો, શું કામ છે? નેહા એ રુક્ષ સ્વરે પૂછ્યું. નેહા ને આમ પણ અજાણ્યા લોકો સાથે વાત કરવામાં કોઈ રસ નહોતો. “વિનિતા એ કીધું કે આ બુક તમને બહુ પસંદ છે અને તમે આને રીડ કરવા માંગો છો,તો આ બુક તમારા માટે.. આટલું બોલી વિવેકે ‘મેલુહા’ નામ ની બુક નેહા સમક્ષ દર્શાવી. “ના હું પછી વાંચી લઇશ” નેહા આટલું બોલી નીકળવા જતી હતી.

image source

“પણ તમે આ બુક લઇ જાઓ મેં આમ પણ અંગ્રેજી માં આ બુક ક્યારનીયે રીડ કરી લીધી છે, બસ આ તો ગુજરાતી માં અનુવાદ જોયો એટલે એમ થયું ફરી થી વાંચી લઉં.”વિવેક બુક નેહા ને આપતા બોલ્યો. “પણ,હું તો તમને ઓળખતી જ નથી”નેહા એ ના પાડવા માટે નું કારણ આપ્યું. “તો હવે ઓળખી લઈએ, માય નેમ ઇસ વિવેક, તમારી જ કોલેજ માં બીજા વરસ માં બી.કોમ માં અભ્યાસ કરું છું,પાપા ને રિયલ એસ્ટેટ બિઝનેસ છે,મમ્મી હાઉસ વાઈફ છે” વિવેક એક શ્વાસ માં બોલી ગયો.

“તમે પણ બહુ જોર છો”નેહા એ કીધું.એ વિવેક ના વ્યક્તિત્વ થી એકદમ અંજાઈ ગઈ હતી.આમ પણ વિવેક હતો જ સ્માર્ટ,દેખાવડો,કસરતી બાંધો ધરાવતો હસમુખો યુવાન,કોઈ ભી હોય એના થઈ ઈમ્પ્રેસ થયા વગર ના રહી શકે.આજે પણ બ્લેક જીન્સ, વ્હાઇટ એન્ડ રેડ ટી-શર્ટ, ટી-શર્ટ માં ભરાવેલા રેબન ના ગોગલ્સ એન્ડ પગ માં કોફી લોફર એને બહુ ચાર્મિંગ બનાવી રહયા હતા. “એ તો હું જોર જ છું, પણ તમે તમારું નામ પણ ના જણાવ્યું,હું તમને મવાલી જેવો લાગુ છું? વિવેકે હસતા હસતા કીધું.

“ના રે મેં એવું ક્યાં કીધું, હાય મારુ નામ નેહા ઉપાધ્યાય છે,હું બી.કોમ ના પ્રથમ વર્ષ માં જ અભ્યાસ કરું છું.આઈ લવ રીડિંગ..થેન્ક્સ ફોર ગીવ થિસ બુક ટુ મી”નેહા એ વિવેક ને આભારવશ કીધું. “એવું નહીં બોલવાનું, દોસ્તી મેં નો થેન્ક યુ નો સૉરી…” વિવેકે હીરો ની સ્ટાયલ માં કીધું… “ઓહ ક્યારે થઈ આપણી દોસ્તી???” નેહા એ પ્રશ્નસુચક નજરે વિવેક સામે જોયું. “5 મિનિટ પેહલા,કેમ અમે તમારી મિત્રતા ના લાયક નથી” વિવેક નાના બાળક જેમ મોઢું બનાવી બોલ્યો.

image source

“ના રે એવું નહીં, પણ હમણાં મળ્યા ને હમણાં ફ્રેંડશિપ” નેહા બોલી. “તો ૫-૬ વરસ રાહ જોવી છે? મજાક ના સ્વર માં વિવેક બોલ્યો. “ના એટલી બધી નહીં, સારું આજ થી આપણે ૨ ફ્રેન્ડ, આમ પણ કોલેજ માં મારા કોઈ સારા મિત્રો નથી..સો મને ગમશે તમારી મિત્રતા” નેહા એ સ્માઈલ આપતા કીધું. “તો આ વાત પર ચાય પાર્ટી” વિવેકે નેહા ને કીધું.

“ના અત્યારે નહીં,મારે મોડું થાય છે, પણ કાલે ચોક્કસ”આટલું કહી નેહા એ વિદાય લીધી. વિવેક નેહા ને જતા એકીટશે જોઈ રહ્યો હતો…. બીજા દિવસે સવારે જ્યારે નેહા આવી ત્યારે વિવેક કોલેજ ના ગેટ આગળ જ ઉભો હતો.. “હેલ્લો નેહા,ગુડ મોર્નિંગ” વિવેકે નેહા ને કીધું. “વેરી ગુડ મોર્નિંગ વિવેક” નેહા એ પણ પ્રેમ થી પ્રત્યુત્તર આપ્યો.

“કાલે તમે પ્રોમિસ કરી હતી કે આજે ચા પીવા જોડે આવશો” વિવેક નેહા સામે જોઇને બોલ્યો “હા પણ કોલેજ પતે પછી”નેહા એ કીધું. “ઓ.કે ડન.. હું તમારી લાસ વેગાસ કાફેટેરિયા માં રાહ જોઇસ” વિવેકે પોતાની ખુશી દર્શાવતા કીધું. “કોલેજ કેમ્પસ ની રાઈટ સાઈડ છે એજ ને”? નેહા એ પૂછ્યું ..આટલું બોલતા બોલતા પોતાના ચેહરા પર આવેલી લટ ને નેહા એ કાન પાછળ કરી….

image source

“હા એજ, ત્યાં ની હોટ ચોકલેટ એન્ડ લેમન ટી બહુ સરસ હોય છે”વિવેકે પોતાની વાત રજુ કરી.. “સારું હું ચોક્કસ આવીશ, એન્ડ આ બુક લો,મેં કાલે રાતે આખી રીડ કરી દીધી..થેન્ક્સ ફોર ઇટ” આટલું કહી નેહા એ બુક વિવેક ને પાછી આપી. “કાલે તો કીધું નો થેન્ક્સ નો સોરી..”વિવેકે ખોટા ગુસ્સા સાથે કીધું..

“ઓ.કે બાબા સોરી, ભૂલ થઈ ગઈ”નેહા એ કાન પકડાતા કીધું. “પાછું સોરી”વિવેક હસતા હસતા બોલ્યો.. “ઓકે, કાંઈ નહીં..સાંજે મળીએ..બાય મારા લેકચર નો ટાઈમ થઈ ગયો છે.આટલું કહી નેહા ત્યાં થી ચાલી નીકળી. નેહા ના ગયા પછી પણ વિવેક એજ જગ્યાએ જાણે નેહા ના શ્વાસ ની સુગંધ માણી રહયો હોય એમ યંત્રવત ઉભો હતો.મદમસ્ત ચાલતી નેહા ના અંગ ઉપાંગ જોવા માં ખોવાયેલા વિવેક નું ધ્યાન કોલેજ ના બેલ ના લીધે તૂટ્યું.

સાંજે નેહા કોલેજ પત્યા પછી કોલેજ ની બહાર આવેલા લાસ વેગાસ કાફેટેરિયા તરફ આગળ વધી.નામ પ્રમાણે આ કાફેટેરિયા લાસ વેગાસ ની યાદ અપાવે એવો હતો.ઉપર મોટા અક્ષરે HOLLYWOOD લખેલું, અંદર ની આખી ડિઝાઇન અમેરિકા ના ધ્વજ ના રંગ ની હતી.નાનું પણ બહુ સુંદર કાફેટેરિયા હતું. કાફેટેરિયા ના દરવાજા ની બહાર જ વિવેક નેહા ની રાહ જોઈ ઉભો હતો. “સોરી યાર મારે આવતા થોડું મોડું થઈ ગયું” આવતા વેંત જ નેહા બોલી.

image source

“નો પ્રોબ્લેમ, પણ તું સોરી બોલી એનો પ્રોબ્લેમ છે” વિવેકે ઠપકા ના સ્વર માં કીધું. “ઓ.કે , ભૂલી ગઈ બાબા..ચાલ હવે વાતો કરીશ કે કોફી પણ પીવડાવીશ.નેહા એ ખોટો ગુસ્સો કરી કીધું. “પધારો મેડમ”દરવાન જેમ અદબ થી ઝૂકે એ સ્ટાયલ માં વિબેકે નેહા ને કીધું.વિવેક ની આ હરકત નેહા નું દિલ જીતી ગઈ હતી. કાફેટેરિયા માં જઇ વિવેકે નેહા ને પૂછ્યું”તો મિસ નેહા તમારો આ સેવક તમારા માટે શું ઓર્ડર આપે”?

“તમારી મહારાણી ને વેજ સેન્ડવીચ એન્ડ કોલ્ડ કોફી પીવાનું મન છે”નેહા એ પણ સામે મજકિયા અંદાજ માં કીધું. આ સાંભળી બંને હસી પડ્યા.પછી વિવેકે બંને માટે કોલ્ડ કોફી,નેહા માટે વેજ સેન્ડવીચ અને પોતાના માટે આલુ મટર રોસ્ટેડ સેન્ડવીચ મંગાવી. અલક મલક ની વાતો કરતા કરતા નેહા અને વિવેકે ઘણો સમય એકબીજા સાથે ત્યાંજ પસાર કર્યો.નેહા અને વિવેક એકબીજા સાથે હવે થોડા ખુલી ગયા હતા.

આ પછી તો એમનો રોજ નો ક્રમ બની ગયો હતો.નેહા પણ વિવેક પર સંપૂર્ણ વિશ્વાસ રાખતી હતી.. ઘણીવાર તો વિવેક નેહાને એના ઘર સુધી મૂકી આવતો…નેહા પણ મનોમન વિવેક ને પસંદ કરતી હતી. આમ કરતા કરતા ૩ મહિના જેટલો સમય વીતી ગયો.કોલેજ બંક મારી મૂવી જોવા જવું, સાથે નાસ્તો કરવો,ફરવા જવું આ નેહા અને વિવેક વચ્ચે હવે સામાન્ય હતું.બંને ની જોડી પણ રાધા કૃષ્ણ ને શોભે એવી હતી.

image source

એમ કરતાં કરતાં વેલેન્ટાઈન ડે આવી ગયો બધા જ યુવાન હૈયા એકબીજા સામે પોતપોતાના દિલ ની વાત રજુ કરતા હતા.વિવેકે પણ આજે નેહા ને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું…..આ સાથે એના દિલ માં થોડી ગભરામણ પણ હતી કે આમ કરતા એ નેહા ની મિત્રતા ના ગુમાવી બેસે…. પણ સાથે સાથે વિવેક ને પોતાની જાત પર વિશ્વાસ હતો કે નેહા એના પ્રેમ નો અસ્વીકાર નહીં જ કરે.

સવારે ૭:૩૦ વાગે નેહા ના whatsup પર વિવેક નો મેસેજ આવ્યો..કેન વી મીટ ટુડે,7o’clock.. કાફે hot and કોલ્ડ, સ્વસ્તિક ચાર રસ્તા??? નેહા ને મનોમન ખબર હતી કે આજે વિવેક એને કેમ બોલાવી રહ્યો હતો,એ પણ આજે ખૂબ ખુશ હતી..એ પણ આજે વિવેક ના પ્રેમ ના પ્રસ્તાવ ને સ્વીકારી લેવા તૈયાર હતી… “Yes, i am coming…”, નેહા એ ક્ષણ ની પણ રાહ જોયા વગર વિવેક ને રીપ્લાય આપી દીધો.

નેહા નો રીપ્લાય વાંચી વિવેક ની ખુશી નો પાર નહોતો..કોઈ આનાકાની વગર નેહા આવવા તૈયાર થઈ એ જ વિવેક ના મને આનંદ ની વાત હતી. મુલાકાત નો સમય જેમ જેમ નજીક આવી રહ્યો હતો એમ એમ નેહા અને વિવેક બંને ના હૈયા અત્યારે વધુ જોર થી ધબકી રહ્યા હતાં. વિવેકે આજે બ્લેક પેન્ટ,વ્હાઇટ શર્ટ પહેર્યું હતું..શર્ટ ઇન મારેલું હતું એના પર કોફી કલર નો લેધર નો બેલ્ટ,હાથ માં સુંદર ઘડિયાળ અને પગ માં રેડ મિસચિફ ના ન્યુ ડિઝાઇન શૂઝ..આજે વિવેક શાહિદ કપૂર ની કોપી જેવો લાગતો હતો..

image source

નેહા પણ પોતાના મન ના માણીગર માટે ખૂબ મહેનત થી તૈયાર થઈ હતી..રેડ કલર નું ગાઉન, પગ માં સિલ્વર કલર ના સેન્ડલ,લાલ રંગ ની જ લિપસ્ટિક, કાને બ્લેક એયરિંગ,હાથ માં સુંદર બ્રેસલેટ ખરેખર નેહા ને મેનકા અને ઉર્વશી જેવી અપ્સરા થી પણ વધુ દેખાવડી બનાવી રહ્યા હતાં વિવેક પણ આજે સંપૂર્ણ તૈયારી કરી ને આવ્યો હતો.એ કોઇપણ કારણ થી નેહા ને ખોવા નહોતો માંગતો.

સાંજે ૭:૩૫ વાગે નેહા કાફે માં પ્રવેશી. એને આજુ બાજુ જોયું પણ ક્યાંય વિવેક ના દેખાયો એટલે એ મોબાઈલ કાઢી વિવેક ને ફોન જ કરવા જતી હતી એટલામાં એક વેઇટરે આવી નેહા ના કીધું “શું આપ જ મિસ નેહા છો? “હા” નેહા એ જવાબ આપ્યો. “તમે પેલા સામે ના ટેબલ પર બેસો વિવેક સર હમણાં જ આવે છે…”વેઇટરે વિનંતી ના સુર માં કીધું. “ઓ.કે,”આટલું કહી નેહા એ ટેબલ પર પોતાનું સ્થાન લીધું અને વિવેક ના આવવાની રાહ જોવા લાગી.

image source

૫ મિનિટ જેટલો સમય ગયો હશે એટલામાં કાફે ની બધી જ લાઈટ બંધ થઈ ગઈ..નેહા અચાનક ડરી ગઈ…થોડીવાર માં નેહા ને કાંઈક અજુગતું લાગી રહ્યું હતું.ધીરે ધીરે આખું કાફે એક પછી એક મીણબત્તીઓ થઈ પ્રકાશિત થવા લાગ્યું. વાતાવરણ માં મીઠી સુગંધ પ્રસરી ગઈ, નેહા ની આંખો જ્યારે થોડું જોવા ટેવાઈ તો એની સામે કોઈ ઉભું હતું જેના હાથ માં એક બલૂન હતું..એટલા માં ધીમુ મ્યુઝિક વાગવા લાગ્યું અને પલ પલ દિલ કે પાસ સોન્ગ વાગવા લાગ્યું. નેહા આ બધું રોમાંચિત બની માણી રહી હતી. એટલા માં સામે ઉભેલા વ્યક્તિ એ બલૂન ફોડી નાખ્યું અને એમાંથી સુંદર વીંટી કાઢી ને નેહા ને આપી અને કીધું “બી માય વેલેન્ટાયન”? વિવેક નો અવાજ નેહા ઓળખી ગઈ અને જોર થી કીધું “યસ ડફર ” આઈ લવ યુ સો મચ….”

એટલા માં લાઈટ ઓન થઈ અને વિવેક નેહા સામે ઉભો હતો…વિવેકે એ વીંટી નેહા ને પહેરાવી અને પછી બંને જણા એકબીજા ને ભેટી પડ્યા…જો કોઈ આજુ બાજુ ના હોત તો આજે ચોક્કસ બંને એકબીજા ના અધરો નું રસપાન તો કરી જ લેત…. થોડો સમય આમ વિતાવ્યા પછી બંને એકબીજા થી અલગ થયા… આ પળ ને કાફે ના બધા સ્ટાફે તાળીઓ થી વધાવી લીધી… “વિવેક આજે મારી લાઈફ નો સૌથી વધુ ખુશી નો દિવસ છે”નેહા એ વિવેક નો હાથ પોતાના હાથ માં લઇ કીધું.

“નેહુ, તારી લાઈફ એ મારી લાઈફ છે કેમકે તું જ મારી લાઈફ છે,તારી ખુશી માં જ મારી ખુશી છે” વિવેકે નેહા ના હાથ પર ચુંબન કરી ને કીધું..નેહા વિવેક ની આ હરકત થી નેહા ના રોમ રોમ માંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. “વિવેક આ તારું સપ્રાઇઝ તો જોરદાર હતું..પણ તે આવું ના કર્યું હોત તોપણ હું તને આજે ના નહોતી પડવાની,આજે તો તે પ્રપોઝ ના કર્યો હોત તો હું તને પ્રપોઝ કરી દેત..”નેહા એ આંખ મારી વિવેક ને કીધું… “ઓહહ..વાગી જોરદાર”વિવેકે દિલ પર હાથ રાખી ને કીધું. “શું વાગ્યુ મારા બકુ ને?” નેહા એ પૂછ્યું.

image source

“મેડમ તમારી આંખ વાગી, તમે એવી મારી કે હૃદય ના આરપાર નીકળી ગઈ” વિવેકે મોટા સ્મિત સાથે નેહા ની આંખ માં આંખ નાખી કીધું. “વિવેક મને તારા જેવો પ્રેમ કરનારો મળ્યો એ વાત મારા માટે બહુ અગત્ય ની છે, હું તારી સાથે જિંદગી વિતાવવા માંગુ છું..પણ મારે તને એક વાત કહેવી છે,જે મેં હજુ તને નથી કીધી…”નેહા એ ઉદાસ ચહેરે કીધું…

“નેહા, અત્યારે મૂડ ખરાબ ના કરીશ,ફરી ક્યારેક આ વાત કરજે, અને કોઈપણ વાત હોય હું મારી નેહુ નો હાથ ક્યારેય નહીં છોડું..જો જમવાનું પણ આવી ગયું…વિવેકે વેટર ને સર્વિંગ પ્લેટ લઇ આવતો જોઈ કીધું… “પણ વિવેક,વાત બહુ અગત્ય ની છે” નેહા એ ચિંતા ના સ્વર માં કીધું. “તો આજે નહીં, આવતા વીક મારો બર્થ ડે છે ત્યારે આપણે મળવાના ત્યારે તમારી આ અગત્ય ની વાત કરજો…”વિવેકે પોતાનો પક્ષ રજૂ કર્યો… “સારું, બસ તું કહે એમ”નેહા એ હસીને કીધું.

આજે વિવેકે નેહા ના ગમતું જમવાનું મંગાવ્યું હતું..પછી બંને એ હસી હસી ને વાતો કરતા કરતા જમવાનું પૂરું કર્યું.. બંને આજે બેહદ ખુશ લાગી રહ્યા હતાં.. “કાફે માં થી નીકળી વિવેક પોતાની કાર માં નેહા ને એના ફ્લેટ પાસે ના મંદિર સુધી મુકવા ગયો..રસ્તા માં એક એકાંત વાળી જગ્યા એ વિવેકે કાર ઉભી રાખી…અને નેહા ને ગળે લગાવી દીધી…નેહા પણ આજ ઇચ્છતી હતી તો એને વિવેક નો કોઈ વિરોધ ના કર્યો…

image source

વિવેકે નેહા ના આખા ચેહરા ને ચુંબનો ના વરસાદ થી ભીંજવી દીધો…ધીરે ધીરે બંને ના હોઠ એકબીજા માં ભળી ગયા અને બંને દીર્ઘ ચુંબન માં ખોવાઈ ગયા…થોડી વાર થઈ વિવેકે પોતાનો હાથ નેહા ની પીઠ પર થી એના ડાબા ઉભાર પર મુક્યો ….અચાનક વિવેક ની આ હરકત થી નેહા થોડી ચમકી અને એને વિવેક ને પોતાના થી અળગો કરી દીધો..

“સોરી નેહુ,પણ મને ખબર નથી આ કેમ થયું,હું તારા પ્રેમ માં બધું ભાન ભૂલી ગયો,સોરી ” વિવેક ને પોતાની આ હરકત પર પસ્તાવો થયો એમ એને નેહા ને કીધું..”ના વિવેક એવું નહીં, પણ આ બધું મેરેજ પછી..કંટ્રોલ તો મારા થી પણ નથી થતું, પણ પ્લીઝ તારી જાત ને દોષ ના આપીશ..એન્ડ નો સોરી…લવ યુ યાર…”આમ બોલી નેહા એ વિવેક ના હોઠ પર એક નાની કિસ કરી લીધી..

વિવેક નેહા ને પોતાના ઘર સુધી મૂકી આવ્યો અને બર્થડે પર મળવાનું વચન લઇ છૂટો પડ્યો… આગળ ગાડી ચલાવતા ચલાવતા વિવેકે કોઈ ને ફોન લગાવ્યો ને કીધું” ભાઈ તારા સરખેજ હાઇવે વાળા ફ્લેટ ની ચાવી જોઈએ છે, આવતા વિક ગુરુવારે” “ઓકે.. થેન્ક્સ…હું ગુરુવાર સાંજે તારા શૉરૂમ પર થી લઇ જઈશ..” આટલું કહી વિવેકે ફોન કટ કર્યો ને “ભીગે હોઠ તેરે પ્યાસા દિલ મેરા લગે અબ્ર સા મુઝે તન તેરા” ગીત ગાતા ગાતા પોતાના ઘર તરફ ગાડી હંકારી મૂકી..

image source

આ સમય વચ્ચે નેહા ની કોલેજ માં મિડ ટર્મ રીડિંગ ની રજા હોવાથી વિવેક ને રૂબરૂ તો ના મળાયું પણ whatsup અને ફોન પર બંને એકબીજા સાથે આખો દિવસ કનેક્ટેડ રહેતા..ક્યારેક ઘરે કોઈ ના હોય તો નેહા વિડિઓ કોલિંગ પણ કરી લેતી..આખરે વિવેક ના બર્થડે નો દિવસ આવી ગયો..વિવેકે નેહા ને થલતેજ ગુરુદ્રારા સુધી આવવા કીધું ત્યાંથી એ નેહા ને પિક કરી લેશે એમ જણાવ્યું..નેહા ના મમ્મી પાપા મોર્ડન હતા એટલે દીકરી ને બહાર જવા સામે એમને કોઈ વાંધો નહોતો…

આજે નેહા એ બહુ સમજી વિચારી ને ડ્રેસિંગ કર્યું હતું.. વિવેક ને બ્લેક રંગ બહુ પસંદ હતો એવું એને નેહા ને ઘણીવાર કીધું હતું..તો આજે નેહા એ બ્લેક રંગ નો અનારકલી ડ્રેસ પહેર્યો હતો ડ્રેસ ની કિનારી પર રેડ કલર ની નાની ડિઝાઇન હતી..નેહા એ લાલ રંગ ની લિપસ્ટિક અને લિપસ્ટિક ના મેચિંગ માં કાન ના ઝૂમખાં,હાથ માં સિલ્વર બ્રેસલેટ અને લાલ રંગ ની નેલ પોલીસ , અને પગ માં મોજડી….જાણે કે કોઈ સ્વર્ગ ની અપ્સરા હોય એમ એનું રૂપ હતું..નેહા ના શ્વેત શરીર પર આ શ્યામ વસ્ત્રો બહુ જ મોહક લાગી રહ્યા હતા…આજે તો ખુદ ની નઝર નેહા ને લાગી જશે એવું એને લાગતું હતું…ચંદ્ર પણ આજે નેહા ને જોઈ જાય તો એના મોઢે થી પણ નીકળી જાય કે ધરતી પર બીજો ચાંદ ઉગ્યો છે….

ઘરે થી નીકળી નેહા ગુરુદ્વારા રીક્ષા માં ગઈ…રસ્તા માં બધા એને ધારી ધારી જોઈ રહ્યા હતા….આ વાત થી નેહા ને મન માં આનંદ થતો કે આજે એ પોતાના વિવેક માટે સરસ તૈયાર થઈ છે..નેહા ના રીક્ષા માંથી ઉતર્યા ની ૫ મિનિટ માં તો વિવેક પોતાની હોન્ડા સિટી કાર લઈ ને આવી ગયો…નેહા ને જોઈ આજે તો વિવેક પણ જાણે બાઘા ની માફક એકીટશે એની સુંદરતા ને આંખો થી માણી રહ્યો હતો….

image source

અચાનક એ બોલ્યો

“ખૂબસુરત શબ્દ ની જોડણી માં ભૂલ થાય છે…..

“લખવા બેસું તો તારો ચેહરો યાદ આવી જાય છે……….”

“વાહ મારા શાયર”નેહા થી પણ બોલાઈ ગયું.. ત્યારબાદ નેહા ને કાર માં બેસાડી ને વિવેક એ પોતાના ફ્રેન્ડ ના ફ્લેટ તરફ લઈ જવા ગાડી ને હંકારી મૂકી….”વિવેક તારું ઘર તો સેટેલાઇટ છે તો તું કેમ ગાડી આ બાજુ લે છે”?ઇસકોન થી ડાબી બાજુ ના વળતા વિવેકે ગાડી સીધી લેતા નેહા ને વિવેક ને સવાલ કર્યો…

“નેહુ મારે આ બર્થડે તારી એકલી સાથે માનવવો છે…આટલા વરસ તો ફેમિલી અને ફ્રેન્ડ જોડે મનાવ્યો પણ આજે મારી જાનુ સાથે મારો બર્થડે માનવવો છે,આટલી તો મારી ઈચ્છા ના હોય? વિવેકે વળતો જવાબ આપ્યો.. “ઓ.કે બાબા…તું કહીશ એમ..આટલું કહી નેહા એ વિવેક ના ડાબા ગાલ પર ધીરે થી ટપલી મારી. ફ્લેટ નીચે પહોંચી વિવેકે ગાડી પાર્ક કરી નેહા ને ઉતારવા માટે કીધું. “વિવેક આ કોનો ફ્લેટ છે”? નેહા એ વિવેક ને પૂછ્યું.

image source

“મારા એક ફ્રેન્ડ નો છે એ અત્યારે USA છે..એટલે ચાવી મારા જોડે રહે છે”વિવેકે નેહા ને જવાબ આપ્યો. બંને લિફ્ટ માં બેઠા અને લિફ્ટ સાતમા માળે આવીને ઉભી રહી.વિવેક ની પાછળ પાછળ નેહા બહાર નીકળી..વિવેકે 703 નંબર ના ફ્લેટ ના દરવાજા પર ચાવી ગુમાવી અને ટક.. અવાજ સાથે દરવાજો ખુલ્યો…બંને અંદર આવ્યા એટલે વિવેકે દરવાજો બંધ કરી દીધો.. “વિવેક અહીં તો આજુ બાજુ બધા ફ્લેટ ખાલી લાગે છે? નેહા એ ત્યાં આજુ બાજુ કોઈ ને ના જોયા એટલે પ્રશ્ન કર્યો.. “નેહુ આ નવી સ્કીમ છે અને ભાવ બહુ વધુ છે એટલે થોડી વાર થશે બધા ફ્લેટ વેચાતા” વિવેકે કીધું. હમમમ… વાત તો સાચી છે ફ્લેટ બહુ મોંઘા છે..નેહા એ મનોમન વિચાર્યું…

“વિવેક મને બહુ તરસ લાગી છે”થોડું પાણી મળશે?નેહા એ કીધું… “કેમ નહીં જાન.. આ ગયો ને આ આવ્યો…”આટલું કહી વિવેક કિચન માં ગયો…થોડી વાર માં એ નેહા માટે સોફ્ટડ્રિન્ક લઇ ને આવ્યો.. નેહા એ વિવેક ના હાથ માં થી સોફ્ટડ્રિન્ક લઇ તરત જ પી લીધું…અને ફ્રેશ થવા વોશરૂમ માં ગઈ… મોં ધોઈ ને આવીને સોફા પર બેસી ત્યારે નેહાને થોડા ચક્કર આવી રહ્યા હતા…

image source

“વિવેક મને કાંઈક થઈ રહ્યું છે,બધું ગોળ ગોળ ભમે છે”નેહા એ વિવેક નો હાથ પકડતા કીધું.. “એ બકુ શુ થાય છે..ચક્કર આવે છે…બધું ગોળ ગોળ ફરે છે…ભાન નથી રહેતું….” આટલું બોલી વિવેક અટ્ટહાસ્ય કરવા લાગ્યો… વિવેક કેમ હસી રહ્યો હતો એ નેહા ને ના સમજાયું..પણ વિવેક નું આમ અટ્ટહાસ્ય કરવું એને આવનારા સમય ની ભયાનકતા નો અહેસાસ કરાવી રહ્યા હતા..એના સોફ્ટડ્રિન્ક માં વિવેકે કાંઈક નાખ્યું હતું એનો નેહા ને ખ્યાલ આવી ગયો હતો.

“નેહુ..મારી જાન.. માય સ્વીટહાર્ટ ….આજે છે ને તને એક હકીકત જણાવવા માંગુ છું..તો સાંભળ બકુડી…હું વિવેક શાહ તને પ્રેમ નથી કરતો…આ તો બધું એક નાટક હતું..મારે તારી સાથે બદલો લેવો હતો…” “શેનો બદલો..મેં એવું તે શું કર્યું”નેહા પોતાનું માથું પકડી બોલી રહી હતી.. વિવેક બોલ્યો”તો વાત જાણે એમ છે કે કોલેજ ના પ્રથમ દિવસે તમે મારા મિત્ર રવિ ને જાહેર માં તમાચો માર્યો હતો અને એને કોલેજ માંથી રસ્ટીગેટ કરાવ્યો હતો…” “પણ એને મારી સાથે શું કર્યું હતું તું જાણે છે?” નેહા પરાણે આટલું બોલી શકી..

“એને જે કર્યું હતું એ ઠીક પણ તારે એને લાફો નહોતો મારવો જોઈતો…એ દિવસે જ મેં નક્કી કર્યું હતું કે આનો હું બદલો લઈશ..અને પછી તને મેં મારા પ્રેમજાળ માં ફસાવી…વેલેન્ટાઈન ડે ના દિવસે તે મને ના રોક્યો હોત તો તારા આખા શરીર નું રસપાન કરી હું મારા મિત્ર નો બદલો લઈ શક્યો હોત…મને એ દિવસે સમજાય ગયું હતું કે તું એમ તો કાંઈ નહીં કરવા દે…તો મેં બર્થડે નો પ્લાન બનાવી તને અહીં બોલાવી.. આજે તો તારા જોડે વન નાઈટ સ્ટેન્ડ થઈ જાય ડાર્લિંગ….

image source

આટલું બોલી વિવેક નેહા ને ઉપાડી બેડરૂમ માં લઇ ગયો..નેહા અત્યારે સંપૂર્ણ બેભાન અવસ્થા માં હતી..વિવેકે નેહા ને પલંગ પર નાખી …અને પછી એના આખા શરીર નું અવલોકન કર્યું…વિવેક ની આંખો માં વાસના હતી…અને હોઠો પર એક ખંધુ સ્મિત…

ધીરે ધીરે એને નેહા ના શરીર પર ના બધા વસ્ત્રો નું આવરણ દૂર કર્યું ..સલવાર કમિઝ અને પછી અંતરવસ્ત્રો નીકાળી વિવેકે દૂર ફેંકી દીધા…પછી એ બહાર ગયો અને કબાટ માં રાખેલી વહીસ્કી ના ૨ પેગ મારી પાછો આવ્યો..આવીને એને પોતાના બધા કપડાં ઉતર્યા ને ભૂખ્યા વરુ ના જેમ નેહા પર તૂટી પડ્યો…

આખી રાત એને ૪ વખત પોતે તૃપ્ત ના થયો ત્યાં સુધી નેહા ના બેભાન પડેલા શરીર નો કોઈ બઝારું સ્ત્રી ના જેમ ઉપયોગ કર્યો…નેહા ના સ્તન પર..ગળા પર..જાંઘો પર વિવેક એ નખ અને બચકા ના અઢળક ઘા કર્યા.. શક્ય હોય ત્યાં સુધી નેહા ના શરીર સાથે રમ્યો અને પછી પરસેવા થી લોથપોથ થઈ સુઈ ગયો… સવારે અચાનક એની આંખ ખુલી તો એને હજુ નેહા ને બાજુ માં નગ્ન અવસ્થા માં પડેલી જોઈ..નેહા તરફ ઉપેક્ષિત નજર નાખી એ ફ્રેશ થવા રૂમ બંધ કરી બહાર ગયો..

image source

બહાર જઈ વિવેકે કોફી પીધી પછી સ્નાન કરવા બાથરૂમ માં ગયો..થોડીવાર પછી અચાનક બાલ્કની માંથી કાંઈક પાડવાનો અવાજ આવતા એ દોડીને નેહા ના રૂમ માં ગયો…બાલ્કની ખુલ્લી હતી..અને નેહા રૂમ માં નહોતી… વિવેક ને સમજાતા વાર ના થઇ કે નેહા એ બાલ્કની માંથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી દીધું…એને બહાર બાલ્કની માંથી નીચે જોયું તો નેહા નીચે પડી હતી…એનું માથું ફાટી ગયું હતું અને એ મૃતપાય હતી…

હજુ ૬ વાગ્યા હતા અને શિયાળો હતો આ ઉપરાંત આ ફ્લેટ પાછળ ના બ્લોક માં હોવાથી હજુ કોઈ ત્યાં આવ્યું નહોતું..વિવેક ને થયું વાંધો નહીં બલા છુટી.. હું અહીં થી રફુચક્કર થઈ જઈશ..સીક્યુરિટી કેમેરા છે નહીં અને મને કોઈએ જોયો નથી તો કોઈ તકલીફ નહીં પડે…નેહા નો મોબાઈલ તો સ્વિચ ઑફ હતો અને મેં કોઈ ને અહીં આવે એ વાત કહેવાની ના પાડી હતી એટલે કોઈ ને કઈ ખબર નહીં પડે..આટલું વિચાર્યા પછી વિવેકે અહીં થી જેમ બને એમ વહેલું નીકળી જવુ ઉચિત સમજ્યું…રૂમ માં પડેલા પોતાના કપડાં લેવા જતા વિવેક ના હાથ માં એક પત્ર આવ્યો…પત્ર નેહા એ લખેલો હતો..અને અડધા કલાક પછી વિવેક પણ એ રૂમ ના પંખા પર પલંગ ની ચાદર બાંધી સુસાઇડ કરી લીધું……

પત્ર માં નીચે પ્રમાણે નું લખાણ લખેલું હતું……..

image source

“વિવેક, હું તને દિલ થી ખૂબ જ પ્રેમ કરતી હતી.તું મારા માટે મારી જિંદગી બની ગયો હતો…વેલેન્ટાઈન ડે ના દિવસ પછી મેં તને મારો સર્વસ્વ માન્યો હતો..આજે પણ હું એ દિવસે બાકી રહેલા પ્રેમ ને પૂર્ણતા આપવા આવી હતી..મારુ કૌમાર્ય આજે ભંગ થાય એ માટે હું તૈયાર હતી..આજે તારા પ્રેમ માં મારે ભીંજાઈ જવું હતું.બધી મર્યાદા તોડી તારા પ્રેમ માં તરબોળ થઇ જવું હતું..

પણ આજે તે તારા મિત્ર નો બદલો લેવા એક શેતાની પ્રવુતિ કરી જે અક્ષમ્ય છે.મારા શરીર કરતા આજે તે મારી આત્મા ને જે દુઃખ પહોંચ્યું એ હદ બહાર નું છે..મારો આજે વિશ્વાસ તૂટ્યો છે..હું આખી તૂટી ગઈ છું..મારા શરીર પર તે જે હેવાનીયત કરી છે એ જોઈ મારા દિલ થી હું ધ્રુજી ગઈ છું..આજે હું રડીશ નહીં કેમકે મારી જ ભૂલ હતી જે મેં તારા પર આંધળો વિશ્વાસ મૂકી ને મારી જિંદગી બરબાદ કરી દીધી છે..હું તો તારી સાથે મારી સમગ્ર જિંદગી પસાર કરવા તૈયાર હતી.પણ આજે તે જે કર્યું એ પછી મારુ જીવન નર્ક છે..હું મારી સામે નજર મેળવી પણ નહીં શકું..એટલે જીવન ટૂંકાવતા પેહલા આ પત્ર તારા માટે લખું છું..

image source

તારા કરેલા કર્મો નો બદલો તને આપમેળે મળી જ ગયો છે..વેલેન્ટાઈન ડે ના દિવસે હું તને એક વાત કહેવા માંગતી હતી પણ તે મારી વાત ના સાંભળી..એ વાત એમ હતી કે મને એઇડ્સ છે..હું ૨ વરસ પહેલાં બીમાર હતી ત્યારે કોઈ એઇડ્સ સંક્રમિત વ્યક્તિ નું લોહી ચડાવાથી મને પણ આ બીમારી લાગુ થઈ ગઈ..એ દિવસે તે મારી વાત સાંભળી હોત તો પણ તારું મન ના બદલાત.ઉપરથી આજે તું આ ગુના ને કોન્ડોમ નો ઉપયોગ કરી અંજામ આપત.. પણ આજે મારુ કૌમાર્ય ભંગ કરતી વખતે તું પણ એઇડ્સ ના વાયરસ ના સંપર્ક માં આવી ગયો છે..આ બીમારી લાઈલજ છે..એની કોઈ દવા નથી..હું તો મારી જિંદગી ટૂંકાવીને મુક્તિ પ્રાપ્ત કરી લઈશ પણ તું આખી જિંદગી નર્ક સમાન મહેસુસ કરીશ…તારા કર્મો ની આજ સજા છે..

-એક અભાગી

પત્ર પૂરો થતાં થતાં વિવેક ની હાલત અસ્થિર થઈ ગઈ..વિવેક ને એવું લાગતું હતું કે આજે રવીનો બદલો લેતા લેતા પોતે પોતાની જિંદગી બરબાદ કરી દીધી..પોતાની જાત ની એને દયા આવતી હતી..પોતાની ભૂલ ની સજા એને મળી ગઈ હતી..એ રડવા લાગ્યો અને માથું પકડી બેસી ગયો…

આખરે એ ઉભો થયો..પોતે આખી જિંદગી હેરાન નહીં થાય..આ વન નાઈટ સ્ટેન્ડ એની લાઈફ ને નરક બનાવી ગયું એનો અહેસાસ એને કોરી ખાય રહ્યો હતો..આખરે એને પલંગ ની ચાદર પંખા પર નાખી અને પલંગ પર એક ખુરશી મૂકી..ખુરશી પર ચડી ચાદર નો બીજો છેડો પોતાના ગળા ફરતે બાંધ્યો અને ખુરશી ને પગ થી દુર કરી ને લટકી ગયો…વિવેક ના કર્મો ની સજા એને કોઈએ નહીં પણ પોતે આપી..

image source

【■સમાપ્ત■】

મિત્રો આવી જ એક સત્ય ઘટનાજેને મેં વર્ષો પહેલા ક્યાંક વાંચી હતી..બરોબર તો યાદ નથી પણ એમાં એક વ્યક્તિ બળાત્કાર કરી એક અજાણી છોકરી ની હત્યા કરે છે અને જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં છોકરી ને એઇડ્સ ની બીમારી છે જાણ થાય છે ત્યારે પોતાનું જીવન ટૂંકાવી દે છે..એમાંથી મેં પ્રેરણા લઇ અલગ સ્થાન અને પાત્રો સાથે આ વાર્તા અહીં રજૂ કરેલ છે, અંત માં ડબલ ટ્વિસ્ટ તમને ચોક્કસ ગમ્યો હશે..આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો…

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ