આ દંપતીએ ટાપુ પર જોયુ કંઇક એવુ કે, પૂરી સ્ટોરી વાંચીને તમને પણ લાગશે નવાઇ…

જો તમે દરિયા કિનારે રહેતા હોય કે દરિયા કિનારા આસપાસ તમારે અવાર-નવાર હરવા-ફરવાનું થતું હોય તો તમે જોયું હશે કે ક્યારેક ક્યારેક દરિયામાંથી કેટલીક વિચિર\તર કહી શકાય તેવી ચીજવસ્તુઓ તણાઈ આવતી હોય છે. જે દરિયા આસપાસ ન રહેતા લોકો માટે નવીનતા સભર હોય છે.

image source

જેમ કે ક્યારેક કોઈ મહાકાય મૃત દરિયાઈ જીવ, ક્યારેક સ્ટીમરમાંથી ઢોળાયેલું વિચિત્ર પ્રકારનું પ્રવાહી તો ક્યારેક વિચિત્ર પ્રજાતિના કાચબા, માછલી કે અન્ય જળચર પ્રાણી.. પરંતુ અમે તમને એક એવકા દરિયા કિનારા એટલે કે બીચ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ન તો કોઈ મૃત પ્રાણી તણાઈ આવ્યું છે કે ન તો કોઈ પ્રવાહી કે પદાર્થ. પરંતુ ત્યાં નજરે જોનારા સાક્ષીએ ત્યાં એ સિવાયની એક એવી વસ્તુ જોઈ જેને જાણી અને તેની તસવીરો જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

image source

વાત છે વિશ્વના સૌથી ઠંડા દેશો પૈકી એવા ફિનલેન્ડ દેશની. અહીં લુઓતો નામક એક દ્વીપ છે જેના માર્જેનેમી બીચ પર એક કપલ ફરવા આવ્યું હતું. પરંતુ તેઓએ અહીં પહોચીં જે દ્રશ્ય જોયું તે એમના માટે ખરેખર ધાર્યા બહારનું હતું. અહીં તેઓને બરફના સેંકડો ઈંડા જોયા. એટલે કે તે બરફના હતા અને તેનો આકાર ઈંડા આકારનો હતો.

image source

ઈંડીપેન્ડેન્ટ ડોટ યુકે નામની વેબસાઈટમાં પ્રકાશિત આ રિપોર્ટ અનુસાર અહીં દંપતીને બીચ પર લગભગ 30 મીટર સુધી આવા ઈંડાઓ નજરે પડ્યા હતા. બરફના આ ઈંડાનો આકાર પણ ફૂટબોલના દડા જેવડો હતો. જયારે અન્ય નાના આકારના પણ હતા. આ નજારો પોતાની નજરે નિહાળનાર રીસ્તો મતીલાએ તેની તસવીરો પણ લીધી હતી.

image source

આ અંગે જયારે ફિનલેન્ડના હવામાન વિભાગને જાણ થઇ ત્યારે તેઓએ આ ઘટનાને સામાન્ય નહિ પણ ગંભીર અને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. ત્યાંના જવાબદાર અધિકારી જૌની વેનીયોએ જણાવ્યું હતું કે દર વર્ષે ઋતુ બદલવાના સમયે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ એવું ત્યારે જ થાય છે જયારે વાતાવરણમાં હવાનું તાપમાન (શૂન્યથી થોડે નીચું) અને પાણીનું તાપમાન ઠીક હોય. દરવર્ષે શરદ ઋતુમાં આવું દ્રશ્ય જોવા મળી શકે.

image source

વળી ઈલિનોઈસ સ્ટેટ યુનિવર્સીટીના પ્રોફેસર જેમ્સ કાર્ટરનું કહેવું છે કે શરદ ઋતુમાં જયારે પાણીની સપાટી પર બરફ જમવાનું શરુ થાય છે તે સમયે આવતા પાણીના મોજાંઓને કારણે પણ આ પ્રકારના બરફના ગોળાઓ બની શકે.

image source

જે હોય તે પરંતુ ત્યાં ફરવા ગયેલા દંપતીએ તેની તસવીરો લઇ ત્યાં પહોંચી ન શકનારા માટે ત્યાંનો નજારો નિહાળવાનો અદભુત લ્હાવો આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ