લગ્ન જીવનને એકદમ રોમેન્ટિક બનાવો આ સરળ ટિપ્સથી…

લગ્ન જીવનને સફળ બનાવવા, સુખી દાંપત્ય જીવન જીવતા પતિ-પત્ની પાસેથી મેળવો અણમોલ શીખ.

પ્રેમ એ સુંદર અનુભુતિ અને સુંદર લાગણી છે. આપણને બધાને પ્રેમ પામવો અને પ્રેમ વહેંચવો ખુબ ગમે છે. પણ જ્યારે આપણે કોઈ સંબંધમાં જોડાઈએ છીએ ત્યારે પ્રેમની સાથે સાથે જવાબદારીઓ પણ ભળે છે. તમે સો ગરણે ગાળીને સંબંધો બાંધ્યા હોય, તમારો કે તમારી પાર્ટનર લાખોમાં એક હોય તેમ છતાં પણ તમારે તે સંબંધો ટકાવી રાખવા માટે કંઈ કેટલીએ પરીક્ષાઓ તેમજ પડાવોમાંથી પસાર થવું પડતું હોય છે. અને આ પ્રયત્નો બન્ને પક્ષે કરવાના હોય છે અને તો જ તમે સફળ-સુખી દાંપત્ય જીવન ભોગવી શકો છો.

image source

માત્ર પતિ-પત્ની જ નહીં પણ જીવનમાં આવતાં દરેક સંબંધો તડકાં છાંયડામાંથી પસાર થાય છે અને તે સમયે જો તમે તમારા સંબંધોમાં સંતુલન જાળવી રાખો તો તમારો તે સંબંધ આજીવન સ્વસ્થ રહે છે. પતિ-પત્નીનો સંબંધ સૌથી લાંબો સંબંધ હોય છે. પતિ પત્નીનો સંબંધ જીવનના 40-50-60 વર્ષ સુધીનો હોય છે. જો તમે પણ તમારા લગ્નજીવનને આટલું લાંબુ ટકાવી રાખવા માગતા હોવ તો નીચે જણાવેલા સૂચનો ચોક્કસ ફોલો કરો.

વાસ્તવિક રહો અને વાસ્તવિકતામાં જીવતા શીખો

image source

અહીં કહેવાનો અર્થ એ છે કે સંબંધો માત્ર લાગણીઓ પર જ નથી ટકી શકતાં તેના માટે તમારે વ્યવહારીક બનવું વધારે જરૂરી છે. પતિ-પત્ની બન્નેનો ઉછેર અલગ માહોલમાં થયો હોય છે અલગ રીતે થયો હોય છે તેમના શોખ અલગ હોઈ શકે છે તેમની પસંદ અલગ હોઈ શકે છે તેમના અભિપ્રાયો અલગ હોઈ શકે છે જે ખુબ જ સામાન્ય બાબત છે. સફળ અને લાંબું દાંપત્ય જીવન જીવવા માટે એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે.

સ્પર્શના પાવરને ક્યારેય ન અવગણનો

image source

તમારે તમારા પાર્ટનર સાથે માત્ર વાતોથી જ સંપર્કમાં નથી રહેવાનું પણ તેની સાથે બેસીને હાથમાં હાથ પકડીને ચાલીને, આમ સ્પર્શથી પણ સંપર્કમાં રહેવાનું છે. એવું કહેવાય છે કે એક સ્પર્શ સંબંધો વચ્ચેની આત્મિયતામાં વધારો કરે છે બીજી બાજુ અંગત વ્યક્તિના એક સ્પર્શમાં એક પ્રકારનો હીલીંગ પાવર પણ સમાયેલો હોય છે. તે તમને સતત એવી લાગણીનો અનુભવ કરાવે છે કે ગમે તે થાય તે હંમેશા તમારી સાથે જ છે. માટે માત્ર વાતોથી જ નહીં પણ સ્પર્શથી પણ તમારા પાર્ટનરના સંપર્કમાં રહો.

એકબીજાનો આભાર માનતા શીખો

image source

એકબીજા પ્રત્યેની કૃતજ્ઞતા તમારા સંબંધને ઓર વધારે મજબુત બનાવશે. આપણે સામાન્ય રીતે અજાણ્યાને તો આવતા જતાં નાના-નાના કામ માટે પણ “થેંક યુ” કહેતા હોઈએ છીએ પણ ઘરના લોકોને શું ક્યારેય થેંક્યુ કહીએ છે ખરા ? નથી કહેતાં પણ હવેથી કહેવું. ખાસ કરીને તમારા પાર્ટનરને તે તમારા માટે જે કંઈ મહત્ત્વનું કામ કરે તેના માટે ચોક્કસ તેનો આભાર માનવો. તમારે તમારા પાર્ટનરનો આભાર રોજ માનવો જોઈએ.

એક બીજાનું એક ચુંબનથી અભિવાદન કરો

image source

દીવસનું તમારા પાર્ટનરે એક ચુંબન તમારું તમારા પાર્ટનર સાથેનું લાગણીભર્યું કનેક્શન વ્યક્ત કરે છે. ચુંબન એ માત્ર રોમાન્સની જ અભિવ્યક્તિ નથી. તમારું દરેક ચુંબન તમારા પાર્ટનરના ચહેરા પર એક અનેરુ પ્રેમથી છલોછલ સ્મિત લાવી દેશે.

તમારી જાતને પણ તેટલું જ મહત્ત્વ આપો

image source

જ્યારે કોઈ પ્રેમમાં પડે છે ત્યારે પોતાની જાતને પણ ભુલી જાય છે. પ્રેમ એટલે બે શરીરને એક આત્મા જેવી વાત. પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રેમમાં પડ્યા પહેલાં તમે એકબીજાના કોઈ એક ગુણથી આકર્ષાયા હતા. અને પ્રેમમાં પડ્યા બાદ તમે તમારા તે જ ગુણને ભૂલીને “અમે અમે” ની રટ લગાવશો તો તમે “તમે” નહીં રહો. અને જો તમે તમે જ નહીં રહો તો તમારા પાર્ટનરને તમે પહેલાની જેમ કેવી રીતે આકર્ષી શકશો ? કોઈ પણ સંબંધ માટે તમારે તમારું જીવન જીવવાનું નથી છોડવાનું કે તમને ગમતું કરવાનું નથી છોડવાનું. જો તમે સંતુષ્ટ અને સુખી રહેશો તો જ તમે તમારા પાર્ટનરને સુખી રાખી શકશો.

તમારા પાર્ટનર સાથે ક્યારેય કોઈ કોમ્યુનીકેશન ગેપ ઉભો ન થવા દો

image source

કવીતાઓ તેમજ રોમેંટીગ ગીતોમાં એવું ઘણી બધી વાર કહેવામાં આવ્યું છે કે પ્રેમ જ એક લાગણી છે. પ્રેમ ભરી આંખો ઘણું બધું કહી દે છે. જે ખોટું નથી પણ આપણે એક વાસ્તવિક જીવન જીવી રહ્યા છે. કોઈ પરિકથા નથી ચાલી રહી કે બધું જ બોલ્યા વગર કહી-સમજી લેવાય. કંઈ તમારી દરેક લાગણી તમારો પાર્ટનર માત્ર તમારી એક નજર કે કોઈ વ્યવહારથી નથી સમજી શકતો તમારે તેને સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે, તેને અભિવ્યક્ત કરવી પડે છે, માટે હંમેશા તમારા પાર્ટનર સાથે એક કોમ્યુનીકેશન બનાવી રાખવું જેથી કરીને તે તમને અને તમે તેને સ્પષ્ટ રીતે સમજી શકો.

કોઈ પણ વાત મનમાં ન રાખો તેમને કંઈ ખોટું લાગે તો ચોક્કસ વ્યક્ત કરો

image source

જો તમારા લગ્નજીવનમાં એક સ્ટેજ પર તમને એવું લાગે કે તમારા બન્ને વચ્ચે કંઈક બરાબર નથી ચાલી રહ્યું તો તેને મુંગા મોઢે જોયા નથી કરવાનું પણ તમે જે ફીલ કરો છો તેને તમારે અભિવ્યક્ત કરવું જોઈએ. જેમ તમારા મનમાં રહેલા પ્રેમની અભિવ્યક્તિ જરૂરી છે તેવી જ રીતે તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો તેને પણ તમારે ખુલીને અભિવ્યક્ત કરવો જોઈએ. તમારી ચિંતાઓની તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો અને તેનો નિકાલ કરો.

તમારા પાર્ટનરના પ્રયાસોને બીરદાવો

image source

સામાન્ય રીતે પતિ પોતાની પત્ની કે પત્ની પોતાના પતિના દેખાવને સૌથી વધારે વખાણે છે અથવા વખોડે છે. ખાસ કરીને તો એકબીજાના લૂકને વખાણવામાં જ આવે છે. પણ અહીં તમારે તમારા આ વખાણને માત્ર દેખાવ પુરતા જ મર્યાદીત નથી રાખવાના પણ તમારા પાર્ટનર દ્વારા તમારા જીવન માટે જે સારા પ્રયાસો કરવામા આવ્યા હોય તેને બીરદાવવાની વાત છે. કારણ કે તમારા પાર્ટનરની ખામીઓ કાઢવા માટે તો જગતમાં હજારો લોકો નવરા બેઠા છે પણ તમારે તો તેણે જે પ્રયાસો કર્યા છે તેને બીરદાવવાના છે.

તમારે તેમના માટે એવું પાત્ર બનવાનું છે કે જે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ખામી સાથે પોતાના સાથીને અપનાવે છે તેને બીરદાવે છે. તમારો આ પ્રયાસ તેમનામાં એક નવી ઉર્જા, આત્મવિશ્વાસ જગાવશે અને તેમને પણ કોઈ નિઃસ્વાર્થ પ્રેમ કરનાર છે તેવો અનુભવ કરાવશે.

તમારા પાર્ટનર સાથે કોઈ જ દેખાડો ન કરો

image source

જાહેરમાં આપણે ક્યારેય આપણી વાસ્તવીક જાતને નથી દર્શાવી શકતાં કારણ કે તેની આપણને શરમ આવે છે. આપણે બધાં કોઈને કોઈ રીતે થોડા “વિચિત્ર” “વિલક્ષણ” તો હોઈએ જ છીએ. કોઈ વાર આપણે બંધ બારણે ગાંડાની જમ કોઈ સોંગ પર નાચી લઈએ છીએ તો વળી બાથરૂમમાં રાગડા પણ તાણી લઈએ છીએ અને જેવું જ બારણું ખોલીએ કે તરત જ સાવધાન થઈ જઈએ છીએ. પણ તમારા પાર્ટનર સાથે તમારે જરા પણ સાવધાન થવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ તમારા પાર્ટનર સામે રહો. તમારામાં જે ગાંડપણ છે તે તેની સમક્ષ વ્યક્ત કરો કોને ખબર તમને પણ તેનો કોઈ અલગ રંગ જોવા મળે ! અને ફરી તમે બન્ને એકબીજાના પ્રેમમાં પડી જાઓ !

તમારા જ પોતાના દાંપત્ય નિયમો બનાવો

image source

શા માટે કોઈ આદર્શ દાંપત્ય નિયમોને ફોલો કરવા તેના કરતાં તમને બન્ને જે અનુકુળ હોય તે નિયમ અપનાવો અને તેને જ અનુસરો. જેમ કે એક સાથે ઘરનું કોઈ કામ કરો, જેમ કે રસોઈ બનાવો અથવા તો એક સાથે મ્યુઝિક સાંભળો. એક સાથે કોઈ રમત રમો જેમ કે બેડ મિન્ટન, ચેસ કે પછી કેરમ કે તમને ગમે તે કરો. આ રીતે તમે એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરશો અને એકબીજાની ઓર વધારે નજીક આવશો અને એકબીજાના ઓર વધારે ઉંડા પ્રેમમાં પડશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ