વિલ યુ બી માય વેલેન્ટાઈન? – સાચો પ્રેમ એ સમય આવતા સાથ નિભાવે છે, લાગણીસભર અંત…

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો હતો…યુવાન હૈયાઓ માટે આ દિવસ કોઈ મોટા તહેવાર થી કમ નહોતો..પ્રેમ ના એકરાર નો..દિલ ની વાત રજુ કરવાનો આ દિવસ ઘણા માટે યાદગાર બની જતો તો ઘણા લોકો માટે આ દિવસ આઘાત આપનારો પણ બની જતો હતો..ફેબ્રુઆરી ની ૧૪ તારીખે આવતો આ તહેવાર ઘણા લોકો ના દિલ તોડતો હશે એટલે જ શાયદ કેલેન્ડર બનાવનારે એની સજા રૂપે ફેબ્રુઆરી મહિના ના દિવસો બીજા મહિનાઓ ના પ્રમાણમાં ઓછા રાખ્યા હશે.

અમદાવાદ ની ગુજરાત કોલેજમાં પણ અત્યારે એવો જ માહોલ જામ્યો હતો..અલગ અલગ પરિધાન માં સુસજ્જ થઈ ને યુવક અને યુવતીઓ નો કોલેજ કેમ્પસ માં મેળો ભરાયો હોય એવું લાગતું હતું..આજે કોલેજ માં હાજરી ૧૦૦% હોય એવું લાગતું હતું. અમદાવાદ પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ ના રંગે ધીરે ધીરે પૂર્ણ પણે રંગાઈ ગયું હતું..યુવતીઓ માં ફેશન નો ગાંડો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો..વેસ્ટર્ન આઉટફીટ, વન પીસ ગાઉન, શોર્ટ જીન્સ અને અલગ અલગ પ્રકારના વસ્ત્રો અને મેકઅપ વડે તૈયાર થયેલી યુવતીઓ (કોલેજ માં ભણતી હોવાથી એમને વિધાર્થીનીઓ કરતાં યુવતી કહેવું વધુ ઉચિત રહેશે) અત્યારે જેમ વસંત માં ફુલો ખીલે એમ સોળે કલા એ ખીલી હતી.

ગુજરાતી માં એક કહેવત છે ને કે ફૂલો હોય તો એની આજુબાજુ ભમરા પણ હોય..બસ એ કહેવત ને ચરિતાર્થ કરતાં ઘણા યુવકો આજે ફિલ્મી હીરો ની જેમ તૈયાર થઈને આવ્યા હતા..જેમના જોડે પોતાનું વેહિકલ હતું એ વેહિકલ લઈને આવ્યા હતા તો ઘણા યુવકો કોઈનું ઉછીનું માંગીને લાવ્યા હતા..બધા ને એમ જ હતું કે “એમનો આજે તો વટ પડી જવો જોઈએ..”

image source

સવારે નવ વાગ્યા થી કોલેજ કેમ્પસ માં વિદ્યાર્થીઓ કીડી ના રાફડા ની જેમ ઉભરાયા હતા..જે હજુ સિંગલ હતા એવા દરેક યુવક યુવતીઓ આજે પ્રેમ નો એકરાર કરવા આતુર બન્યા હતા..તો જે લોગો પહેલાં થી કમિટેડ હતા એ આજે કોઈ જુદા જ પ્લાનિંગ માં હતા..કોઈ મુવી જોવા જવાનું હતું તો કોઈ બગીચા માં ફરવા,તો કોઈ રિવરફ્રન્ટ એકાંત શોધવાનું હતું તો ઘણા એવા પણ હતા જે આજના આ પ્રેમ ના પવિત્ર દિવસે લાજ શરમ ની પરવાહ કર્યા વીના એકબીજા ને પૂર્ણ પ્રેમ નો અહેસાસ કરાવવા ગેસ્ટ હાઉસ કે હોટલ ના રૂમ માં જવાના હતા.!!

ભારત માં પ્રેમ પ્રેક્ટિકલ કરતાં થિયરીકલ વિષય વધુ છે..એટલે જ આપણા દેશ માં પ્રેમ ની રજુવાત એટલે પ્રપોઝ કરવાની બધી જવાબદારી યુવકો ના ખભે હોય એમ યુવકો દ્વારા જ મોટાભાગે પોતાના દિલ ની વાત યુવતી ના નાજુક હૈયા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો..અને એમને આશા રહેતી કે કાશ એમના હૃદય ના ભાવ ને કોઈ સમજી જાય અને આ વેલેન્ટાઈન તેઓ સિંગલ માંથી મીંગલ થાય.!!!

image source

ફેબ્રુઆરી મહિના નો મધ્ય ભાગ હોવાથી ઠંડી નું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું હતું..તો પણ હજુ એ વાતાવરણ માં માફકસર ની ઠંડી પ્રસરાયેલી હતી..એકાએક ગુજરાત કોલેજ ના કેમ્પસ માં ગરમી નું તીવ્ર મોજું ફરી વળ્યું હોય એવો અહેસાસ યુવક મિત્રો ને થઈ રહ્યો હતો..બીજી છોકરીઓ થી વિપરીત શ્વેત રંગ ના સલવાર કમીઝ માં ચાલતી ચાલતી એક યુવતી અત્યારે સૌના ધ્યાન નું કારણ બની હતી.

“ના સુરમો,ના પાવડર,ના કાજલ,ના લાલી, છતાં એની રંગત છે સૌમાં નિરાળી… બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે છે સાદાઈ માં એની જાહોજલાલી….” એને જોઈ આસીમ રાંદેરી સાહેબ ની એક સુંદર રચના ની આ પંક્તિઓ એના માટે જ લખાઈ હોય એવું લાગતું હતું..લગભગ સાડા પાંચ ફુટ ઉંચાઈ,માંસલ દેહ,દરેક ડગ સાથે લય બદ્ધ રીતે પાણી ના મોજા ની જેમ હલન ચલન કરતા એના ઉન્નત ઉરોજ,વારંવાર ચહેરા પર આવતી વાળ ની લટ અને આકર્ષક ચહેરો..નામ એનું સુરાલી… સુરાલી ભોજક..!!

image source

સુરાલી…જો તમે એના દેખાવ થી ના ઘવાયા હોય તો એની આંખો તમને પાગલ કરવા માટે કાફી હતી..આંખો પટપટાવી ને એની બોલવાની અદા પર તો સેંકડો યુવાનો ઘાયલ હતા..એવું લાગતું કે એની આંખો ને આંખો કીધા કરતા સુરાલય કહેવું વધુ ઉચિત લાગે..નુસરત ફતેહ અલીખાન સાહેબ ની ગઝલ ની નીચે લખેલી પંક્તિઓ એની નશીલી આંખો વિશે ટૂંક માં સમજાવી દે એવી છે..

“જામ પર જામ પીને સે ક્યા ફાયદા,સુબહ હોતે હી સારી ઉતર જાયેગી.. તેરી નજરો સે પી હૈ ખુદા કી કસમ સારી ઉમર નશે મેં ગુજર જાયેગી… સાકી તેરી આંખે સલામત રહે….””

સુરાલી s.y. bcom માં અભ્યાસ કરતી સ્ટુડન્ટ હતી..ઘણા સ્ટુડન્ટ એના પર જાન આપતાં પણ સુરાલી કોઈના પર એક નજર સુધ્ધાં ફેંકતી ન હતી..સુરાલી ને એનો મનમીત મળી ગયો હતો..નામ હતું કબીર નાણાવટી..!! કબીર કોલેજ નો રોકસ્ટાર હતો..એનો દેખાવ શાહીદ કપુર જેવો હતો..એના પિતાજી દેવધર નાણાવટી મોટા બિઝનેસ મેન હતા..પોતાના પિતાની એક ના એક સંતાન હોવાથી પોતાના અંગત મોજશોખ પાછળ પાણી ના જેમ પૈસા રેલાવતા કબીરને ક્યારેય કોઈએ રોક્યો નહોતો.

image source

કબીર b.com ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતો હતો..કોલેજ ની ઘણી છોકરીઓ એના પાછળ રીતસર ની પાગલ હતી..માચોમેન ફિજીક અને નીલી આંખો વાળો કબીર દરેક યુવતી ની પહેલી પસંદ હતો..પણ કબીર નું દિલ સુરાલી પર અટકી ગયું..નિખાલસ સ્વભાવ અને સાદગી નું એક સપ્રમાણ મિશ્રણ જેવી સુરાલી કબીર ના દિલ ના તાર ઝણઝણાવી ગઈ હતી..એક વર્ષ અગાઉ આજ ના જ દિવસે એકદમ ફિલ્મી સ્ટાઇલ માં કબીરે સુરાલી ને પ્રપોઝ કર્યું હતું..અને જેને સુરાલી એ સ્વીકારી પણ લીધું હતું.

કબીર પણ સુરાલી ને હંમેશા ખુશ રાખવા ની કોશિશ કરતો હતો..એ સુરાલી ના આકર્ષક દેહ નો રીતસર નો દિવાનો બની ગયો હતો..બન્ને વચ્ચે ની કેમેસ્ટ્રી ખૂબ સરસ લાગતી હતી..મોટાભાગ ના કોલેજ ના છોકરાઓ ને ખબર હતી કે સુરાલી અને કબીર એકબીજાને પ્રેમ કરે છે.એટલે મોટાભાગ ના છોકરાઓ સુરાલી થી દુર જ રહેતાં.

સુરાલી કોલેજ ના મેઈન બિલ્ડીંગ ના પગથિયાં હજુ તો ચડી જ હતી ત્યાં પાછળ થી કોઈએ “એક્સ્ક્યુઝ મી સુરાલી” એવો અવાજ આપતાં એને વળીને પાછું જોયું..પાછળ વિશાલ ઉભો હતો. વિશાલ સુરાલી ની સાથે જ અભ્યાસ કરતો એક દેખાવે સામાન્ય , મધ્યમ વર્ગ ના પરિવાર થી આવતો યુવક હતો..અભ્યાસ માં ખુબ જ તેજસ્વી એવા વિશાલની ઘણીવાર સુરાલી સ્ટડી રિલેટેડ કોઈ કામ હોય તો મદદ લેતી અને એને સારી ઓળખતી પણ હતી..એટલે એને પૂછ્યું.. “હા..વિશાલ..બોલ…” “સુરાલી..મારે તારું એક કામ હતું..”વિશાલે ખચકાતાં અવાજે કહ્યું.

image source

“હા તો બોલ ને..”સુરાલી એ ચહેરા પર ની લટ ને કાન ની પાછળ સેટ કરતાં કહ્યું. “પણ અહીં…?ના અહીં બધા છે..આપણે ક્યાંક બીજે જઈએ..” વિશાલ ને આટલું બોલતા તો ઘણી મહેનત કરવી પડી હોય એવું લાગી રહ્યું હતું. “જો વિશાલ..મારે કામ છે..તું જલ્દી બોલ…નહીં તો હું જાઉં છું..”સુરાલી એ કહ્યું. “સારું..સુરાલી…હમમ..મારે તને એક વાત કહેવી હતી…આઈ લવ યુ..વિલ યુ બી માય વેલેન્ટાઈન?..”આટલું કહી વિશાલે પીઠ પાછળ છુપાવેલું ગુલાબ સુરાલી ને આપવા હાથ લંબાવ્યો. હજુ તો સુરાલી કંઈ બોલે કે વિશાલ ની વાત નો કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં કોઈએ વિશાલ ને પાછળ થી પકડીને જમીન પર નાંખી દીધો..એના હાથ માં રહેલું ગુલાબ નીચે પડી ગયું..વિશાલે જોયું તો એ કબીર હતો.

“ક..કબીર…શું કરે છે..?”અચાનક કબીર ની આ હરકત થી ચમકેલા વિશાલે કહ્યું. “એ..mr..તને ખબર નથી લાગતી સુરાલી મારી પ્રેમિકા છે..એની તરફ નજર ઉંચી કરવાની કોઈની હિંમત નથી અને તે એને બધા વચ્ચે પ્રપોઝ કરી દીધો..તારા આ સાહસ ને તો તાળીઓ થી વધાવવું પડે”તાળીઓ પાડતાં પાડતાં કબીરે વિશાલ પર વ્યંગ કરતો હોય એમ કીધું. ત્યાર બાદ કબીર વિશાલ ની પાસે ગયો અને એનો શર્ટ નો કોલર પકડી ઉભો કર્યો..અને કહ્યું..

image source

“સોરી બોલ..સુરાલી ને..” “કબીર..ચાલ મૂડ ખરાબ ના કર..છોડી દે એને..ચાલ હવે આપણે ફરવા જવાનું નથી”સુરાલી ને કબીર નો હાથમાં થી વિશાલ નો કોલર છોડાવતાં કહ્યું. “તું કહે છે એટલે છોડી દઉં છું..પણ આજ પછી આ હરામખોર જો તારી આજુ બાજુ નજર આયો તો એની આંખો કાઢી નાંખીશ..”કબીર ની આંખો માં ગુસ્સો અને અવાજ માં ધમકી નો સુર હતો. નીકળતાં નીકળતા કબીરે વિશાલ દ્વારા સુરાલી માટે લાવેલા ગુલાબ પર પોતાનો પગ મૂકી ને કચડી દીધું..વિશાલ કબીર ની દરેક હરકત ને નીચી નજરે જોઈ રહ્યો..એ પોતાની જાત ને લાચાર મહેસુસ કરી ને ત્યાં જ ઉભો ઉભો કબીર ના હાથ માં હાથ નાંખી ને જતી સુરાલી ને જોઈ જ રહ્યો..!!

***************************

વેલેન્ટાઈન ડે ની ઘટના ને છ મહિના જેટલો સમય વીતી ગયો હતો..સુરાલી કોલેજ ના ત્રીજા વર્ષ માં આવી ગઈ હતી.. કબીર નો અભ્યાસ પૂર્ણ થતાં એ હવે કોલેજ માં ન્હોતો આવતો..વિશાલ સુરાલી ની સાથે જ ભણતો એને હજુપણ મનોમન ચાહતો છતાં એનાથી દૂર જ રહેતો. કોલેજ માં પ્રથમ વર્ષ ના વિદ્યાર્થી મિત્રો ને આવકારવાનો સત્કાર સમારંભ હતો.. સમારંભ પૂર્ણ થતાં રાત ના નવ વાગી ગયાં એટલે બધા સ્ટુડન્ટ પોતપોતાની રીતે ઘર તરફ પાછા વળ્યાં.. સુરાલી પણ કોલેજ ની પાસે આવેલાં ટેક્સી સ્ટેન્ડ પર થી એક ટેક્સી લઈને ઘરે જવા નીકળી.

image source

સુરાલી એ આજે જીન્સ અને ટોપ પહેરેલું..આજે પણ સુરાલી ખૂબ આકર્ષક લાગી રહી હતી..ચાલુ ટેક્સી માં સુરાલી પોતાના મોબાઈલ માં વ્યસ્ત હતી એટલે એને એ વાતનું ધ્યાન જ ના રહ્યું કે ટેક્સી એના ઘર પર જવાના રસ્તા પર નથી. ટેક્સી ના ડ્રાઇવરે જ્યારથી સુરાલી ને જોઈ ત્યારથી એની દાઢ ચસ્કી હતી..સુરાલી ને મોબાઈલ માં વ્યસ્ત જોઈ એને ટેક્સી ને એક અજ્ઞાત સ્થળે વાળી જ્યાં એના બીજા બે મિત્રો પણ હાજર હતાં.એને ત્યાં જઈ ટેક્સી ને બ્રેક કરી એટલે સુરાલી નું ધ્યાન તૂટ્યું અને આજુબાજુ નો વિસ્તાર જોઈ એ જોર થી બોલી..

“ટેક્સી ને કેમ અહીં ઉભી રાખી..આ મારા ઘર નો રસ્તો તો નથી લાગતો..ચાલ ટેક્સી ચાલુ કર” સુરાલી ની વાત સાંભળી એ ટેક્સી નો ડ્રાઇવર ખંધુ હસ્યો અને પાછળ નો દરવાજો ખોલી સુરાલી ની બગલ માં આવી બેઠો. “એ mr..આ શું કરે છે..હું પોલીસ ને કોલ કરું છું..”આટલું કહી સુરાલી ૧૦૦ નંબર ડાયલ કરવા જ જતી હતી એટલાં માં બીજી તરફ નો દરવાજો ખુલ્યો અને બીજા બે વ્યક્તિઓ ટેક્સી માં આવીને બેઠા..એ બન્ને ના મોંમાંથી દારૂ અને બીડી ની ગંદી દુર્ગંધ આવી રહી હતી. એમાંથી એક વ્યક્તિ એ સુરાલી ના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને અટ્ટહાસ્ય કરતાં કહ્યું “મેડમ ..પ્રેમ થી આજ ની રાત અમારા જોડે પસાર કરી લો..નહીં તો અમને જબરજસ્તી કરતાં તો તમે નહીં જ રોકી શકો..”

image source

એમની આંખો માં રહેલી ભૂખ્યા વરુ જેવી ચમક જોઈ સુરાલી પગ થી લઈને માથા સુધી ધ્રુજવા લાગી એને પોતાના બે હાથ જોડ્યા અને રડતાં રડતાં કહ્યું..”પ્લીઝ..મને જવા દો..તમારે જોઈએ તો મારા બધા દાગીના લઈ લો..”પોતાના કાન ની બુટ્ટી અને હાથ નું બ્રેસલેટ ઉતારતાં સુરાલી એ આપી દીધું. “જાનેમન આજે તો અમારી તરસ તારી આ ઉછળતી જવાની થી જ બુઝાશે..તારા દાગીના તારા જોડે રાખ..”આટલું કહી એ લોકો નું હાસ્ય શાંત વાતાવરણ માં છવાઈ ગયું. સુરાલી રડતી રહી..કરગરતી રહી..દયા ની ભીખ માંગતી રહી પણ એ લોકો પર સુરાલી ની કોઈ વાત નો ફરક ના પડ્યો અને એક કબૂતરી ને જેમ ભૂખ્યા કુતરા પિંખી નાંખે એમ એક પછી એક એ ત્રણેય હવસખોરો એ એના સમગ્ર દેહ ને પિંખી નાંખ્યો.

દર્દ અને યાતના ની પરાકાષ્ઠા સહન ના કરી શકતાં સુરાલી ક્યારે બેહોશ થઈ ગઈ એની એને ખબર જ ના રહી..પોતાના થનારા પતિ માટે એને બચાવેલું કૌમાર્ય આજે આ હવસખોરો ના લીધે ભંગ થઈ ગયું..લગભગ બે વર્ષ સુધી કબીર ના પ્રેમ માં રહયાં છતાં એને કબીર ને એક હદ કરતાં વધુ આગળ વધવા દીધો નહોતો પણ આજે એની ઈજ્જત અને આબરૂ આ ભુખ્યા વરુ ઓ ની હવસ ને ભેટ ચડી ગઈ હતી. રાતભર સુરાલી ની યુવાની ના મહાસાગર માં ડુબકીઓ મારી ને એની આબરુ ને તાર તાર કરીને એ લોકો એ બેભાન અવસ્થા માં જ સુરાલી ને હાઇવે પર લાવી ને રોડ ની સાઈડ માં ફેંકી દીધી.

****************************

image source

રોડ પર એ લોકો દ્વારા સુરાલી ને નાંખ્યા ના બે કલાક પછી એક બાઇક સવાર ની નજર સુરાલી પર પડી અને એને બાઇક ઉભું રાખી નીચે ઉતર્યો અને સુરાલી ના દેહ નું અવલોકન કરતાં એના ફાટેલાં કપડાં અને ચહેરા પર ના ઉઝરડાં ને જોઈ એ સમજી ગયો કે આ છોકરી સાથે શું ઘટના ઘટી છે. સુરાલી રાતે ઘરે ના આવતાં એના માતા પિતા એ પોતાના વિસ્તાર ના પોલીસ સ્ટેશન માં ક્યારનીયે ફરિયાદ નોંધાવી દીધી હતી..પણ પોલીસ તંત્ર ની નિષ્ક્રિયતા ના લીધે સુરાલી જોડે બનેલી આ ઉતરતી કક્ષા ની ઘટના ને રોકી ના સકાઈ.

બાઇક સવાર દ્વારા પોલીસ હેલ્પલાઇન નમ્બર પર સંપર્ક કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી..તાત્કાલિક બેભાન સુરાલી ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી..અલગ અલગ પોલીસ સ્ટેશન માં થયેલી ગુમશુદા યુવતી ની ફરિયાદ ના આધારે સુરાલી ની ઓળખાણ કરવામાં આવી અને એના માતાપિતા ને હોસ્પિટલ માં આવવા માટે જણાવી દેવાયું..જે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઇ હતી એ પોલીસ સ્ટેશન ના મુખ્ય ઓફિસર પણ હોસ્પિટલમાં માં દોડી આવ્યા.

બેભાન હાલત માં હોસ્પિટલ ના બેડ પર પડેલી સુરાલી ની હાલત નાજુક હતી.એના માતાપિતા અને પોલીસ ઓફિસર એના બેડ ની સાઈડ માં ઉભા હતા..ડોકટર ફોરેન્સિક રિપોર્ટ લઈને આવ્યા અને ફોરેન્સિક રિપોર્ટ માં લખેલું વાંચવાનું શરૂ કર્યું. “સુરાલી ના પ્રાઇવેટ પાર્ટ માં મળેલા વીર્ય ના નમુના ના DNA અને શરીર પર પડેલા ઉઝરડા અને ઘા ની તપાસ પર થી ખબર પડે છે કે ત્રણ સંદિગ્ધ વ્યક્તિઓ દ્વારા આ યુવતી પર પાશવી બળાત્કાર ગુજાર્યો છે.આ ઉપરાંત બળાત્કાર કરતી વખતે એ લોકો દ્વારા ગળું દબાવના લીધે સુરાલી ના મગજ માં લોહી નહીં પહોંચી શકવાના લીધે એ કોમ માં સરી પડી છે..એની હાલત અત્યારે ખુબ જ નાજુક છે.”

image source

ડોકટર ના શબ્દો સાથે સુરાલી ના માતા પિતા પર તો જાણે આભ તૂટી પડ્યું હતું..જુવાનજોધ દીકરી ની આ હાલત જોઈ એમની આંખો માંથી ગંગા સરસ્વતી વહેવા લાગી.હજુ તો આગળ જતાં આવનારી નવી મુસીબતો નો સામનો કઈ રીતે થશે એ વિચારતાં એમના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા.લોકો ની નજર નો પોતાની દીકરી કઈ રીતે સામનો કરશે?જ્યારે આ મામલા ની લોકો ને જાણ થશે ત્યારે મીડિયા ના લોકો ને એ જવાબ આપશે? આ બધા વિચારો ના લીધે એમને એકવાર એવું થયું આવનારી પરિસ્થિતિ નો સામનો કર્યા કરતા તો જો ધરતી જગ્યા આપે તો એમાં સમાઈ જવું સારું..!!

સુરાલી પર બળાત્કાર થયા ની ઘટના ને ત્રણ મહિના ઉપર સમય વીતી ગયો હતી..મિડલ કલાસ ફેમિલી ની છોકરી હોવાથી પોલીસે અપરાધીઓ ને પકડવામાં કોઈ રસ દાખવ્યો નહતો. આખરે આ ગોઝારી ઘટના ની કળ વળી હોય એમ સુરાલી કોમા માંથી બહાર આવી..સુરાલી એ જોયું તો એ અત્યારે પોતાના ઘરે હતી..એને પોતાના જોડે બનેલી પાશવી બળાત્કાર ની ઘટના વિશે યાદ આવતા એ જોર જોર થી “મમ્મી મમ્મી “ચિલ્લાવા લાગી. સુરાલી ની બુમો સાંભળી રસોડા માં કામ કરતા એના મમ્મી કોકિલા બેન દોડતા આવ્યા અને આંખો માં હર્ષ અને દુઃખ ના મીશ્રીત આંસુ વાળા મુખે સુરાલી ને ભેટી પડ્યા. “બેટા તું રડ નહીં.. બધું સારું થઈ જશે..”સુરાલી ના આંસુ લૂછતાં કોકિલાબેને કહ્યું.

“પણ મમ્મી મારા લીધે તારે અને પપ્પા એ આટલા દિવસો દરમીયાન કેટલું સહન કરવું પડ્યું હશે??”સુરાલી ની આંખો ના આંસુ એના ગાલ પર આવી ગયા હતા. આ સમયમાં સુરાલી ના પિતા રાજીવ ભાઈ પણ સુરાલી ના બેડરૂમ માં આવી ગયા હતાં.એ પણ સુરાલી ના બેડ પર જઈને બેઠા અને પોતાની વ્હાલસોયી દીકરી ના ખભે હાથ મુકી કહ્યું..

image source

“બેટા તું શાંત થા.. તારા જોડે જે બન્યું એમાં તારો કોઈ વાંક નથી..અને આ વિકટ પરિસ્થિતિ માં તારો એક મિત્ર અમારી સાથે પડછાયા ની જેમ હાજર રહ્યો..રાતો ની રાતો એ તારી પથારી જોડે બેસી રહેતો.. એને મેં એકાંત માં રડતો પણ જોયો છે..મીડિયા ના સવાલો ના જવાબ પણ એ જ આપતો..પોલીસ દ્વારા તો આ કેસ પર ઠંડુ પાણી રેડી દેવાયું હતું પણ પોતાના પ્રયત્નો થી એને આ કેસ ને જીવંત રાખ્યો અને જાતે સબુત એકઠા કર્યા..એના પ્રયત્નો થી જ આજે તારી સાથે ગંદુ કૃત્ય કરનારા એ અપરાધી ઓ આજે જેલ ના સળિયા પાછળ છે..એમના પર ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગઈ છે..”સુરાલી ના માથા પર હાથ ફેરવતાં રાજીવ ભાઈ એ કીધું.

પોતાના પિતા ની વાત સાંભળી સુરાલી ની આંખ માંથી નીકળતાં આંસુ અટકી ગયા અને એના ચહેરા પર સ્મિત ની આછેરી ઝલક જોવા મળી.. “પપ્પા તમારો ફોન આપો ને..મારે મારા એ ફ્રેન્ડ ને કોલ કરવો છે..”સુરાલી એ કહ્યું. રાજીવ ભાઈ જોડે થી મોબાઈલ લઈ સુરાલી બાલ્કની માં ગઈ અને એને કબીર નો નમ્બર ડાયલ કર્યો..બે ત્રણ રિંગ પછી કબીર એ કોલ રિસીવ કર્યો.. “હેલ્લો.. કબીર…THANKS..”સુરાલી એ કહ્યું. “હેલ્લો કોણ..?અને THANKS કઈ બાબત નું?”સામે થી કબીર નો રુક્ષ અવાજ સંભળાયો.

“અરે હું..સુરાલી બોલું..મારો અવાજ ભુલી ગયો..?જો કબીર મજાક ના કર મને ખબર છે તું મારી ગંભીર હાલત માં હંમેશા મારી પડખે ઉભો રહ્યો છે” આ વખતે સુરાલી ના અવાજ માં પહેલાં જેટલી ખુશી નહોતી. “તું ભાન માં આવી ગઈ..ખુબ સરસ..પણ સોરી યાર તને જણાવી દઉં કે કામકાજ ના બોજ ના લીધે હું તારા ખબર અંતર પૂછવા હજુ સુધી આવી શક્યો નહીં”કબીરે કહ્યું. કબીર ની વાત સાંભળી સુરાલી એ થોડું વિચાર્યું પછી કહ્યું”હા તો એ વાત મુક..આજે આવે છે ને તું મળવા માટે મને?”

image source

“જો યાર..સુરાલી…ખોટું ના લગાડતી પણ મારી સગાઈ થઈ ગઈ છે..અને હું મારી જીંદગી થી ખૂબ જ ખુશ છું..હું મારી લાઈફ માં આગળ વધી ગયો છું અને તું પણ આગળ વધી જા.. અને એક બીજી વાત હવે તું મારા લાયક પણ નથી.. એટલે તું મને આજ પછી કોલ કરવાનો કે મળવાનો પ્રયત્ન ના કરતી”કબીરે ગુસ્સા થી કહ્યું.

“તું તારી લાઈફ માં આગળ વધી ગયો એમ ને.. કોંગ્રેચ્યુલેશન ફોર યોર એંગેજમેન્ટ” સુરાલી નું આટલું બોલતા બોલતા તો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.. કબીર ના શબ્દો સુરાલી માટે વજરાઘાત સાબિત થયા અને એ રડતી રડતી બાલ્કની માંથી એના રૂમ માં આવી અને એની મમ્મી ને લપાઈ ગઈ. કોકિલાબેન કે રાજીવભાઈ એ સમજી ન શક્યા કે હમણાં આટલી ખુશ દેખાતી સુરાલી અચાનક કેમ રડવા લાગી.. એ બન્ને એકબીજા સામે પ્રશ્નસુચક આંખે જોઈ રહ્યા આખરે થયું છે શું??

“બેટા સુરાલી કેમ રડે છે..?”રાજીવ ભાઈ એ સુરાલી ના માથે હાથ મૂકી કહ્યું. “કંઈ નહીં પપ્પા..આઈ એમ ઓલરાઇટ.. મને થોડો સમય એકલી રહેવા દેશો”ડૂસકાં ભરતાં ભરતાં સુરાલી એ કહ્યું.. આંખો થી એક બીજા ની સહમતિ લઈ કોકિલાબેન અને રાજીવ ભાઈ સુરાલી ના રૂમ માંથી નીકળી ગયા..એમના ગયા પછી સુરાલી ઘણો સમય રડતી રહી.. કબીર દ્વારા આ પ્રકાર ના વ્યવહાર ની એને આશા નહોતી.. આ ઉપરાંત એ અજાણ્યો મિત્ર કોણ છે એ પણ મમ્મી પપ્પા ને પૂછવાનું બાકી હતું. આખરે કબીર દ્વારા પહોંચેલા માનસિક આઘાત માંથી થોડા ઘણા અંશે બહાર આવ્યા પછી બધી હતાશા ખંખેરી સુરાલી ઉભી થઇ અને આંસુઓ થી ખરડાયેલા પોતાના ચહેરા ને પાણી વડે સાફ કરી એ નીચે હોલ માં ગઈ જ્યાં રાજીવ ભાઈ અને કોકિલાબેન બેઠાં બેઠાં ટીવી જોઈ રહ્યા હતા.

image source

સુરાલી ને પોતાની તરફ આવતી જોઈને એમને ટીવી નો વોલ્યુમ ઓછો કર્યો અને કહ્યું.. “આવ બેટા સુરાલી બેસ.. હવે તું ઠીક લાગે છે..” કોકિલાબેને કહ્યું. સુરાલી કોકિલાબેન જોડે સોફામાં બેઠી અને પૂછ્યું.. “મમ્મી મારા એ મિત્ર નું નામ શું છે?” “અરે તું નથી ઓળખતી એને..એ હમણાં આવતો જ હશે..મેં કોલ કરી એને જણાવી દીધું છે કે સુરાલી ભાન માં આવી ગઈ છે..તારા ભાન માં આવવાની વાત સાંભળી એ ખુશખુશાલ થઈ ગયો અને કહ્યું કે એ મંદિરે જઇ પ્રસાદ ચડાવી થોડીવાર માં આવે છે”કોકિલાબેને હરખાતાં કહ્યું.

એટલા માં ડોરબેલ વાગી એટલે રાજીવભાઈ દરવાજો ખોલવા ઉભા થતા હતા પણ સુરાલી એ એમને અટકાવ્યા અને પોતે દરવાજો ખોલવા માટે ગઈ. દરવાજો ખોલતા જ એને જોયું તો એક માસુમ છોકરો હાથ માં પ્રસાદ નું પેકેટ લઈ હસતાં હસતાં ઉભો હતો…એને જોઈ સુરાલી ની આંખ માં આંસુ ઉભરાઈ આવ્યા અને એ યુવક ને સુરાલી ભેટી પડી અને અટકતાં અટકતાં બોલી..”સોરી..વિશાલ…અને thanks તે જે અત્યાર સુધી મારા અને મારા ફેમિલી માટે કર્યું છે”

એ યુવક બીજું કોઈ નહીં પણ વિશાલ હતો.. સુરાલી ના ગળે ભેટવાના લીધે એના આખા શરીર માં કરંટ દોડવા લાગ્યો હતો..સુરાલી હજુપણ એને કસીને ગળે વળગી રહી હતી અને રડી રહી હતી..શું કરવું એ ન સૂઝતા વિશાલે પોતાના હાથ સુરાલી ફરતે વીંટાળી દીધા અને એને શાંત થવા કહ્યું. થોડીવાર પછી વિશાલ સાથે સુરાલી ઘર માં આવી.. વેલેન્ટાઈન ડે ના દિવસે વિશાલ જોડે પોતે અને કબીરે કરેલા વ્યવહાર છતાં એ પોતાની પડખે એક સાચા મિત્ર ની જેમ ઉભો રહ્યો એ માટે એનો કઈ રીતે આભાર માનવો એ સુરાલી ને સુઝતું નહોતું.

વિશાલ રાજીવભાઈ ના જોડે સોફા પર બેઠો અને બોલ્યો.. “હું આજે પોલીસ સ્ટેશન જતો આવ્યો આવતા અઠવાડિયા થી કોર્ટમાં કેસ ની હિયરિંગ ચાલુ થઈ જશે..આ ન્યુઝ આપવા હું તમારા ઘરે આવતો જ હતો ત્યાં આંટી નો કોલ આવ્યો અને સુરાલી ના કોમા માંથી બહાર આવવાની ખુશખબર આપી એટલે હું ખોડિયાર માં ના મંદિરે દર્શન કરી અહીં આવ્યો”સ્મિત સાથે વિશાલે કહ્યું.

“ખૂબ સરસ દીકરા..જો તું ના હોત તો આ બધું કઈ રીતે શક્ય બનત…આ માટે તારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે..બાકી આવી વિકટ પરિસ્થિતિ માં તો પોતાના પણ પારકા જેવું વર્તન કરે અને તું પારકો હોવા છતાં એ પોતાના થી સવાયો નીકળ્યો”કોકિલાબેને ડૂસકું લેતાં કહ્યું. “આંટી એક બાજુ દીકરો બોલો છો અને બીજી બાજુ આભાર પણ માનો છો..ક્ષણ વાર માં પારકો કરી મુકો છો.. હવે રડવાનું નથી..હવે એ લોકો રડશે જેમને આ જઘન અપરાધ ને અંજામ આપ્યો છે..હજુ લડત પુરી નથી થઈ ખરી લડત હજુ કોર્ટરૂમ માં લડાશે..”કોકિલાબેન ના આંસુ ને પોતાના હાથ વડે લૂછતાં વિશાલે કહ્યું.

image source

“પણ દીકરા તારી આંટી સાચું કહે છે..તું અમારા માટે ફરિશ્તા થી કમ નથી..”રાજીવભાઈ એ કહ્યું. “અરે શું અંકલ તમે પણ…મને આમ ફરિશ્તો બનાવ્યા કરતાં એક માણસ રહેવા દો એમાં જ હું ખુશ છું..અને મેં કંઈપણ મોટું કામ નથી કર્યું…અને જો આભાર માનવો જ હોય તો આંટી ને કહો એમના હાથ ની ગરમાગરમ આદુ મસાલા વાળી ચા પીવડાવી દે..”હસતાં હસતાં વિશાલે કહ્યું. “અને સાથે ગરમાગરમ પકોડા પણ”રાજીવભાઈ એ હસતા હસતા કહ્યું..

એમની વાત સાંભળી બધા ના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.આવા વિકટ સમય માં પણ પોતાના માતા પિતા ના ચહેરા પર હાસ્ય ની ઝલક જોઈ સુરાલી ને વિશાલ માટે ભારોભાર માન ઉભરી આવ્યું.વિશાલ પ્રત્યે એક ગજબ નું ખેંચાણ અત્યારે સુરાલી અનુભવી રહી હતી.પોતાની દીકરી ની આંખો માં વિશાલ માટે ઉભરાઈ રહેલો પ્રેમ રાજીવભાઈ ની પારખું આંખો થી છાનો ના રહી શક્યો.

*************************

સુરાલી પર થયેલા બળાત્કાર ની સુનવણી કોર્ટ માં શરૂ થઈ ગઈ હતી..ડોકટર દ્વારા તૈયાર થયેલ ફોરેન્સિક રીપોર્ટ,રોડ પર ની cctv કેમેરા ની ફૂટેજ અને પોલીસ દ્વારા પૂછપરછ માં અપરાધિઓ નું કબુલનામું કોર્ટ માં રજૂ થયું. બચાવ પક્ષ ના વકીલ દ્વારા સુરાલી ને બળાત્કાર ની રાતે શું શું બન્યું એ વિશે ઘણા સવાલો કરવામાં આવ્યા..એમાંથી અમુક સવાલો ના જવાબ તો આપતાં આપતાં સુરાલી ના હૃદય પર કોઈએ કટાર ચલાવી હોય એવું લાગી રહ્યું હતું. આવા સમયે દરેક સુનવણી વખતે વિશાલ ની હાજરી ના લીધે સુરાલી ને એક નૈતિક હિંમત આપી રહી હતી.સુરાલી જ્યારે ભાંગી પડતી ત્યારે એનો સહારો બનતો વિશાલ..જ્યારે એ રડતી ત્યારે એનો ખભો બનતો વિશાલ..જ્યારે એ ઉદાસ હોતી ત્યારે એના ચહેરા પર મુસ્કાન વિખેરતો વિશાલ… ટૂંકા ગાળામાં સુરાલી ની જીંદગી નું એક અભિન્ન બની ગયો હતો વિશાલ.

image source

ચાર પાંચ મહિના ચાલેલી સુનવણી પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે જજ સાહેબ દ્વારા આરોપીઓ ને સજા સંભળાવી દીધી..ત્રણેય આરોપીઓ ને આજીવન કારાવાસ ની સખત સજા અને પચાસ હજાર રૂપિયા નો દંડ કરવામાં આવ્યો. કોર્ટ ની આખરી સુનવણી વખતે સુરાલી એના માતાપિતા અને વિશાલ હાજર હતા..આખરે સત્ય નો વિજય થયો..સુરાલી ને આજે ન્યાય મળી ગયો હતો..બધા ખુશ હતા…એમાંપણ વિશાલ ની આંખો માં આજે પ્રથમ વાર આંસુ જોઈને સુરાલી એ વિશાલ ને પૂછ્યું. “અરે આજે કેમ રડે છે..?આજે પહેલીવાર તને આમ રડતો જોયો..”

“સુરાલી આ આંસુ ખુશી ના છે…આજે હું ખુબ ખુશ છું કે તને આજે ન્યાય મળી ગયો..”વિશાલે કહ્યું. વિશાલ ની વાત સાંભળી સુરાલી એને ભેટી પડી..સમય ની ગંભીરતા ને સમજી ને સુરાલી અને વિશાલ ને એકાંત મળી રહે એ હેતુ થી કોકિલાબેન અને રાજીવભાઈ ધીમા પગલે એ બન્ને થી થોડા દુર ચાલ્યા ગયા.થોડીવાર પછી સુરાલી વિશાલ થી અળગી પડી અને બોલી.. “વિશાલ યાદ છે આજે શું છે..એટલે આજે કઈ ડેટ છે..? “હા..આજે ૧૪ ફેબ્રુઆરી છે..એનો મતલબ કે આજે વેલેન્ટાઈન ડે છે…”મોબાઈલ પર ડેટ ચેક કરી વિશાલે કહ્યું.

“વિશાલ આજ થી એક વર્ષ પહેલાં તે મને પ્રપોઝ કરેલું અને મેં અને કબીરે તારા સાથે ના કરવાનો દુર્વ્યવહાર કર્યો..એ માટે તો હું માફી ના પણ લાયક નથી પણ આજે હું તને એક વાત કહેવા માગું છું…”સુરાલી એ ધીમા અવાજે કહ્યું. “અરે હું એ બધું ખરાબ સપનું સમજી ને ભુલી ગયો છું..તું પણ એ વિશે ના વિચાર..અને બોલ..સુરાલી તારે શું કહેવું છે..? “એ પહેલાં તું આંખો બંધ કર..”સુરાલી એ કહ્યું. “અરે આ બધું શું છે..આંખો બંધ કરવાનું?તું પણ શું નાના છોકરાઓ જેવું કરે છે”વિશાલે કહ્યું. “આંખો બંધ કરે છે કે નહીં”સુરાલી એ આંખો ના ડોળા પહોળા કરી બનાવતી ગુસ્સો બતાવી કહ્યું.

image source

વિશાલે પોતાની આંખો બંધ કરી દીધી..એટલે સુરાલી પોતાના ઢીંચણ પર બેસી અને પોતાના ખિસ્સા માંથી એક ડાયમંડ રિંગ બહાર કાઢી અને પછી વિશાલ ને આંખો ખોલવા કહ્યું.વિશાલે આંખો ખોલી એટલે સુરાલી એ કહ્યું. “વિશાલ હું તારા પ્રેમ ને લાયક તો નથી રહી..કેમકે મારા જોડે બનેલી બળાત્કાર ની ઘટના પછી હવે હું પહેલાં ની જેમ પવિત્ર નથી..પણ મારા દિલ ની વાત આજે તારી સામે રજુ કરવી જરૂરી સમજતી હતી.વિશાલ હું તને ખુબ જ પ્રેમ કરું છું..આઈ લવ યુ સો મચ યાર…મમ્મી પપ્પા એ પણ પોતાના ભાવિ જમાઈ તરીકે તને મનોમન પસંદ કરી લીધો છે..બસ એક તારા જ જવાબ ની રાહ છે…વિલ યુ બી માય વેલેન્ટાઈન?

“યસ..યસ..યસ…આઈ લવ યુ યાર…અને હું તને પ્રેમ કરું છું તારા શરીર ને નહીં… તું આજે પણ દિલ થી એટલી જ પવિત્ર છે..હજુપણ હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પ્રેમ પહેલીવાર તને જોઈ ત્યારે ઉત્તપન્ન થયો હતો..મારા માટે તો પ્રેમ નો બીજો અર્થ મારી સુરાલી છે…મારી જીંદગી માં કોઈ બીજી છોકરી નું સ્થાન હોઈ જ ના શકે..આઈ એમ ઑલવેઝ વિથ યુ સ્વીટહાર્ટ”આટલું કહી વિશાલે સુરાલી ના હાથ માં રહેલી રિંગ પોતાની આંગળી પર પહેરી લીધી અને એને ઉભી કરી અને ગળે લગાવી દીધી અને એક તસતસતું ચુંબન આપી દીધું.

એક અલગ પ્રકાર ની લાગણી અને પ્રેમ ના સંબંધ માં બંધાયેલા આ પ્રેમીપંખીડા ને જોઈ કુદરત ની પણ આંખો ભીની થઇ ગઇ હશે…પ્રેમ ના આ દિવસે સાચેજ પ્રેમ નો સાક્ષાત્કાર થયો હતો.આજીવન એકબીજા સાથે જીવવા મરવાના કોડ આપી આ પ્રેમી યુગલો એ આજે સાચેજ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી હતી.!!!

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ