એક રૂપિયાથી શરૂ કરી હતી કમાણી ને પહોંચાડી આવક ૩૦૦ કરોડ સુધી, જાણો એ pulse candyની સકસેસ સ્ટોરી …..

આ તો સાંભળ્યું હતું ટીપે ટીપે સરોવર બને છે પરંતુ આ હજુ સુધી નહોતું જોયું કે એક એક રૂપિયો કરીને ૩૦૦ કરોડ પણ કમાઈ શકાય છે. જી હા એક એક કરીને ૩૦૦ કરોડ. આજ અમે તમને કોઈ કાલ્પનિક કહાની કે કોઈ બનાવટી કહાની નથી જણાવવા જઈ રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by Pulse (@passpass_pulse) on

આ સત્ય છે કે એક કંપની એક એક રૂપિયાની ટોફી(ચોકલેટ) વહેંચીને આજ ૩૦૦ કરોડથી પણ વધારેની થઈ ગઈ છે અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આ ૩૦૦ કરોડમાં તમારો પણ એક રૂપિયો હશે. જો નથી તો આજ જ બજારમાંથી એક રૂપિયાની pulse candy/ટોફી ખાઓ. એમ કહેવામાં આવે છે કે આ ટોફી તમારી જીભને એક નવો સ્વાદ આપશે અને તમારું મન થશે કે આ હજુ વધારે ખાવામાં આવે .

શું છે આ ટોફીમાં ખાસ

 

View this post on Instagram

 

A post shared by Pulse (@passpass_pulse) on

આ ટોફી કાચ્ચી કેરીનાં સ્વાદમાં આવે છે જોકે આ રીતનો સ્વાદ ઈન્ડિયા વાળા પહેલા પણ ચાખી ચૂક્યા છે જ્યારે Parle (kachha mango bite) લઈને આવ્યું હતું. આ સ્વાદને pulse એ એક નવું રૂપ આપ્યું અને કેરીનાં સ્વાદની સાથે થોડા ખાટ્ટા મીઠા મસાલા આ ટોફીમાં નાખવામાં આવ્યા જે કાચ્ચી કેરીનો સ્વાદ ખતમ થઈ ગયા બાદ મોં માં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pulse (@passpass_pulse) on

હકીકતમાં,DS GROUP એ ફેબ્રુઆરી ૨૦૧૫માં એક નવી ટોફી માર્કેટમાં લોંચ કરી. ગુજરાતથી ચાલેલી આ કાચ્ચી કેરી વાળી ટોફીએ ખૂબ જલ્દી આખા દેશમાં ટોફીનાં સ્વાદને બદલી દીધો અને લોકોની જીભ પર પોતાની જગ્યા બનાવી લીધી. માત્ર ૮ મહિનામાં જ DS ગ્રુપ એ આ ટોફીની બદોલત ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Pulse (@passpass_pulse) on

આ પહેલા આ રેકોર્ડ ફક્ત કોક ઝીરોનાં નામ પર હતો. હવે આ ટોફીની ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં ખૂબ માંગ છે અને સાથે જ ભારતની કેન્ડી માર્કેટમાં તહલકો મચાવ્યા બાદ હવે DS GROUP દુનિયાનાં બીજા પણ ઘણા દેશોમાં pulse સપ્લાય કરે છે. જોતા જોતા જ ૨ વર્ષમાં આ કંપનીએ ૩૦૦ કરોડનો વેપાર કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Pulse (@passpass_pulse) on

આ ટોફીનાં મસાલા બમ ફોર્મ્યુલાને DS GROUP એ પેટેંટ કરાવી લીધા છે pulse જાં સફર તેના સ્વાદ સાથે એટલે પણ ખાસ છે કે બે વર્ષમાં એક ટોફીએ પાન મસાલા (રજનીગંધા) બનાવનાર કંપની DS GROUP ને નવી ઉંચાઈ પર પહોંચાડી દીધી…

તમને અમારો આ આર્ટિકલ કેવો લાગ્યો અમને જરૂર જણાવશો. આ રીતનાં બીજા રોચક આર્ટિકલ વાંચવા અમારું ફેસબુક પેઈજ લાઈક કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ