દિકરાનો મા ને પત્ર… – તમારા બાળકોની આવડતને ઓળખો, તેમની ઉપર તમારા સપનાનો ભાર ના થોપશો…

દીકરાનો માં ને પત્ર…

માં હું એટલો મોટો તો નથી થઇ ગયો કે હું તારી સામે કંઈક કહી શકું ???મારામાં એવી કોઈ હિમ્મત નથી પણ માં આજે મારુ રિઝલ્ટ ભલે થોડું ઓછું આવ્યું છે પણ માં હું મોટો થઈને કૈક કરી બતાવીશ માં તું નાસીપાસ ના થા કે મારા દીકરાનું શું થશે જે થશે એ બધું સારું જ થશે માં પપ્પા ને પણ કહેજે કે એ દુઃખી ના થાય મને ખબર છે કે પપ્પા ને મારા ઉપર ખુબ ભરોશોઓ હતો કે મારો દીકરો 80 85 ટાકા લાવશે પણ માં મારી કેપીસીટી આટલીજ હતી અને તમારી ઈચ્છા ઓ મોટી હતી એમાં હું શું કરું ???

મેં મારાથી બનતી બધી મેહનત કરી છે અને મારુ પરિણામ સારું આવે એવી બધીજ મારી તૈયારીઓ હતી પણ માં મારી ક્ષમતા પ્રમાણે હું 70 ટકા લાવ્યો જે કદાચ તને અને પપ્પા ને ઓછા લાગે પણ માં આ તો હજુ ધોરણ 10 નુજ રીઝલ્ટ છે હજી મારે જીવનમાં ઘણી બધી પરીક્ષા આપવાની છે હું જીવન માં ક્યાં પાછો નહી પડું એ મારી તને પ્રોમિસ છે.


હું કૈક એવું કરીને બતાવીશ કે તું તારા સોશિયલ ગ્રુપ માં એવું કહી કે મારો દીકરો ભલે 70 ટકા લાવ્યો તો પણ આજે ક્યાંનો ક્યાં છે એને હું ડિપ્લોમા ઓટો મોબાઈલ માં જવા માંગુ છું એટલે માં મારો 12 સાયન્સ માં ભણવાનો ખર્ચ ઓછો થાય અને માં આપણા ઘરની આવક મર્યાદા જોતા મારે ડિપ્લોમા કરી ડિગ્રી કરવી છે અને હું મારી આવડત પ્રમાણે કોઈ સારી કંપની માં નોકરી કરવા માંગુ છું માં હું ડિપ્લોમામાં ખુબ મહેનત કરી એવો આગળ આવીશ કે મને જાતેજ કોઈ કેમ્પસ ઇન્ટરવ્યું માં સિલેક્ટ કરી દે અને હું તારું અને પપ્પા નું નામ એક દિવસ જરૂર આગળ લાવીશ બસ મને તારા સહકારની જરૂર છે અને તું મારા પર ભરોશો કર બસ માં એજ..


અને દીકરો માં ને આ કાગળ એક પરબીડિયું બનાવી આપે છે અને માં એ ખોલી વાંચે છે અને આંખમાંથી દળ દળ આશું નીકળી જાય છે દીકરો કાગળ આપી જતો રહે છે પણ માં એ કાગળ ચાર વાર વાંચે છે અને કહે છે મારો દીકરો આટલો સમજદાર થઇ ગયો છે. અને એ કાગળ એ એના પપ્પા ને બતાવે છે અને પપ્પા એ કાગળ વાંચી એટલુંજ બોલે છે મને મારા દીકરા પર ભરોશો છે અને સવારે પપ્પા એના રૂમ માં જઇ એના માથે હાથ મૂકી કહે છે બેટા તારી જેમાં ખુશી એમાજ મારી ખુશી તું જે પણ નિર્ણય લઈશ એમાં હું તારી શાથે છું !!!અને દીકરો પપ્પા ને ભેટી પડે છે અને કહે છે થેંક્યુ પપ્પા.. અને માં બાપ દીકરાનો આ પ્રેમાલાપ જોઇ હર્ષ ના આશું વહાવે છે …


અને એની મમ્મી ને કહે છે મારે દીકરા શિવાય કોઈ મહત્વનું નથી એની ઈચ્છા એજ મારી ઈચ્છા અને મારે દુનિયા કે સમાજ શું કહેશે એની શાથે કોઈ લેવા દેવા નથી મારે તો મારા દીકરાની ખુશી એજ મારી ખુશી અને થયું પણ એવુજ બધા ના વિરોધ વચ્ચે એને ..

ડિપ્લોમા ઓટો મોબાઈલમાં મુક્યો અને દીકરો ત્યાં ટોપર આવ્યો અને પછી એને ડિગ્રી કરી અને ત્યાં પણ ટોપ આવ્યો આ બાજુ એના બધા મિત્રો 11 12 માં ગયા અને કોલેજ માં ગયા ત્યાં સુધી તો આ દીકરો એક સારી કંપની માં નોકરી કરતો થઇ ગયો..આજે આ દિકરો અમેરિકામાં સારી ઓટોમોબાઇલ કંપની માં જોબ કરે છે અને એને ભારતની જ કંપની લઇ ગઈ અને આજે એ એના માતા પિતા સાથે અમેરિકા સેટ થયો છે.

માટે તમારા બાળકના રિઝલ્ટ ને એની જિંદગી નું આખરી રિઝલ્ટ ના ઘણો તમારા બાળક પર ભરોશો કરો અને એને શાથ આપો આ 13 થી 21 વર્ષની ઉમર એવી છે કે તેમાં એને સાચા માર્ગ દર્શનની જરૂર છે.અને એ એને ઘરમાંથી મળી રહે તો બાળક માં આત્મવિશ્વાસ વધે છે અને એ ધાર્યું પરીનામ આપે છે.


માટે સમાજ કે સોસાયટી ને બતાવા માટે તમારે તમારા.બાળકને કોઈ પ્રેશર કરવાની જરુર નથી એનામાં રહેલી ક્ષમતા ને ઓળખીને એને શાથ અને સહકાર આપો. અને એલટુ યાદ રાખોકે આપણું બાળક પરિણામ ને આધારિત નથી એ આપળો આધાર અને આપણી જીવવાની આશા છે…અને એની આશા ઓ જોડે જીવવું એજ આપણી જિંદગી…..

લેખક : નયના નરેશ પટેલ.

જે પણ મિત્રોના ઘરે આવા ટીનએજ બાળકો છે એમની સાથે આ પત્ર અને વાત અચૂક શેર કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ