PSI રિવોલ્વર સાફ કરતા હતા અને ગોળી છૂટતા નિર્દોષનુ થયુ મોત, ક્યાંની છે આ કરુણ ઘટના જાણો તમે પણ

ગુજરાતના રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલ એસટી બસ ડેપોમાં આવેલી એસટી પોલીસ ચોકીમાં સાંજે ફરજ પર હાજર પીએસઆઇ પી.પી.ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને આ ગોળી એક સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઇ ગોહેલ(ઉ.વ.૨૯)ને વાગી ગઈ હતી. આ ગોળી વાગતા હિમાંશુભાઈનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. તેમજ આ ઘટનાની પોલીસતંત્રને જાણ થતાં જ એસટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.પી.ચાવડાને તરત જ સંકજામાં લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

image source

આ ઘટના એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ પી.પી.ચાવડા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધીને પીએસઆઇની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ મૃતક હિમાંશુ દિનેશભાઇ ગોહેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે હીમાંશુના પરિવારને તેના મૃત્યુની જાણ કરાતાં તેઓએ હોસ્પિટલ આવીને હોબાળો મચાવ્યો હતો અને પુત્ર હીમાંશુના મૃત્યુને અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ હોબાળો વધી જતાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો હતો જેથી કરીને સ્થિતિ વધારે વણસે નહિ. ત્યારબાદ હીમાંશુના પરિવારજનોને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી તેઓને ન્યાયિક તપાસની ખાતરી આપી ત્યારબાદ આ હોબાળો શાંત થયો હતો અને હિમાંશુ દિનેશભાઇ ગોહેલનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

image source

આ ઘટનાની મળતી વિગતો મુજબ રાજકોટના અંકુર મેઈન રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી-૪ રહેતા હિમાંશુ દિનેશભાઇ ગોહેલ જેઓ રાજકોટના માલવિયા ચોકમાં આવેલ પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમિલીના નામથી એક સ્પા સેન્ટર ચલાવે છે. આ યુવક છેલ્લે શાસ્ત્રી મેદાનમાં આવેલ પોલીસ ચોકીમાં ગયો હતો. ત્યારે ફોજદાર પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી વછૂટી અને હિમાંશુ ગોહેલનો જીવ લઈ લીધો. આ ગોળી વછૂટતાં બસ સ્ટેશનમાં ભયની લહેર દોડી ગઈ હતી અને નાસભાગ શરૂ થઈ હતી. જ્યારે કેટલાક મુસાફરો પોલીસ ચોકી તરફ ગયા તો ત્યાં તેમણે હીમાંશુની લોહિયાળ મૃતદેહ જોવા મળ્યો હતો.

જ્યારે બહારથી પીએસઆઇએ એન્કાઉન્ટર કર્યાની વાત શરૂ થઈ તો પછી થોડીકવાર પછી પીએસઆઇ પી.પી.ચાવડા બહાર આવ્યા ત્યારે પોતાના ફાયરિંગથી નીકળેલી ગોળીએ કોઈને વાગી છે એ વાતની જાણ થતાં પીએસઆઇ પી.પી. ચાવડાએ પોલીસ ચોકીમાં અંદર જઈને પોલીસ કંટ્રોલરૂમને ફોન કરીને પોતાનાથી થયેલ ફાયરિંગની વાત જણાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઈ એન.કે.જાડેજા અને ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર અતુલ સોનારા અને અન્ય સ્ટાફ પણ દોડી આવ્યા હતા.

image source

પોલીસે હાથ ધરેલ તપાસમાં મૃતક યુવક હિમાંશુ ગોહેલને જમણી આંખમાં ગોળી વાગી હતી અને આ ગોળી આરપાર થઈ ગઈ હતી. આ ગોળી આરપાર થતા હીમાંશુને ગંભીર ઇજા થઇ હોવાથી તરત જ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે એફએસએલ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ પી.પી.ચાવડાને સંકજામાં લઈને સર્વિસ રિવોલ્વર કબજે કરી લેવામાં આવી હતી. તેમજ તેમને એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હિમાંશુ ગોહેલ માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ આર્કેડમાં સ્પા સેન્ટર ચલાવે છે અને ફોજદાર પી.પી.ચાવડાને મેચની ટીકીટ આપવા આવ્યો હતો. તે સમયે ફોજદાર પી.પી.ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વરને સાફ કરતા હતા અને હથિયારનું નવું કવર લીધું હોવાથી તેમાં રિવોલ્વર મુકતી વખતે ફાયરિંગ થયુ અને તે ગોળી હીમાંશુની જમણી આંખને ચીરીને માથાના પાછળના ભાગથી બહાર નીકળી હતી અને તેનું ત્યાંજ મૃત્યુ થયું હતું.

image source

જો કે આ બનાવ ખરેખરમાં અકસ્માત હતો કે પછી ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. આ બાબત શંકાસ્પદ જણાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતક હિમાંશુ ગોહેલના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બાબતની જાણ હિમાંશુ ગોહેલના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ધોબી યુવાન હીમાંશુના પરિવારમાં પત્ની ઈશા, છ વર્ષની દીકરી હીનલ, પિતા દિનેશભાઈ છે તેમજ હીમાંશુની પત્નીને ચાર માસની ગર્ભવતી સ્ત્રી છે.

ફોજદાર પી.પી.ચાવડાની થોડા સમય પહેલા જ ગાંધીનગરથી રાજકોટ બદલી થતા તેઓ રાજકોટ આવ્યા હતા અને એ.ડીવી.પોલીસ સ્ટેશન હેઠળની એસટી બસ સ્ટેશનની ચોકીમાં ફરજ બજાવતા હતા.

પોલીસે વધુ તપાસ કરતા વિગતો જાણવા મળી કે ગત ૧૨/૧ ના રોજ ફોજદાર પી.પી.ચાવડા મૃતક હીમાંશુ ગોહેલનો માલવીયા ચોકમાં મળ્યા હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા હતા. ઉપરાંત પોલીસે એસટી બસ સ્ટેશનની ચોકી પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની પણ ફૂટેજ મેળવી હતી.

હીમાંશુએ પિતા પાસેથી રૂપિયા ૪૦ હજાર લઈ ઘરેથી નીકળ્યો હતો.

એસટી ચોકીમાં પીએસઆઇ દ્વારા અકસ્માતે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી વછૂટતાં ધોબી યુવાન હિમાંશુ ગોહેલ(ઉ.વ.૨૯)નું મોત થયું હતું. આ બાબતે હીમાંશુના પિતા દિનેશભાઇ ગોહેલએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકના પિતા દીનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલ બપોરે તેમનો પુત્ર જમીને દુકાને જતો હતો, તે સમયે મને કહ્યું કે મારે ૪૦ હજારની જરૂર છે. જેથી મેં આ રકમ તેને આપી હતી.

ભાગીદારીમાં મોટાપાયે સ્પાનો ધંધો શરૂ કરવાનો હોવાનું માતાને કહ્યું.

પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા તેમને મળવા આવેલ સ્પા સંચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટીકીટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યુંનું અને રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો આક્ષેપ કરીને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તો આ બાબતે યુવાનના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવે છે કે હીમાંશુએ તેમની માતા ભાનુબેનને કહ્યું હતું કે તે મોટી સ્પાની દુકાન ભાગીદારીમાં ૫૪ લાખ લેવાનો છે. પરંતુ આ વાત શક્ય બને તે પહેલાં જ હીમાંશુની મૃત્યુ થઈ ગયું હતું.

image source

મારે મારા પપ્પા જોઈએ છે, છ વર્ષની હીનલનું છાતી ચીરી નાખતું રુદન..

રાજકોટમાં અંકુર મેઈન રોડ પરની વૃંદાવન સોસાયટી-૪માં રહેતો અને માલવીયા ચોકમાં પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમિલીના નામે સ્પા સેન્ટરના સંચાલક હિમાંશુ દિનેશભાઇ ગોહેલ (ઉ.વ.૨૯) નામના ધોબી યુવાનનું એસટી બસસ્ટેશન પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી વછૂટતાં મોત થયું હતું. યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યાં જ છ વર્ષની હીનલે પિતાની છત્રછાયા ગુમાવી હતી. હોસ્પિટલમાં આ છ વર્ષની છોકરીએ મને મારા પપ્પા જોઈએ તેવું રુદન કરતા વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું.

પત્નીએ કહ્યું પીએસઆઇને મારી સામે લાવો.

ઘરેથી કામનું કહીને નીકળ્યા પછી પતિના મોતના સમાચાર મળતા આઘાતથી હિમાંશુની પત્ની ઈશા ભાંગી પડી હતી, તે સાથે જ પીએસઆઇ પ્રત્યે ભારોભાર રોષની લાગણી જાગી હતી. હોસ્પિટલમાં મૃતક યુવાનની પત્ની ઈશા જે હાલ સગર્ભા છે. તેણે કહ્યું કે મારા પતિને છીનવી લેનારએ પીએસઆઇને મારી સામે હાજર કરો. તેવું ખૂબ ગુસ્સામાં જણાવ્યું હતું. પછી બાદમાં સમજાવટથી મામલો શાંત થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ