એશ મેક અપ વગર પણ લાગે છે એકદમ મસ્ત, તસવીરો જોઇને બોલી ઉઠશો WOW!

ઐશ્વર્યા રાયની મેકઅપ વગરની અદ્ભુત તસ્વીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય

image source

ઐશ્વર્યા રાયની ગણતરી વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં થાય છે. તેણીએ બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે અને આજે પણ તેના કરોડો ચાહકો છે. હાલ તેણી ઘણી ઓછી ફિલ્મો કરી રહી છે કારણ કે તેણી પોતાની દીકરીના ઉછેર પાછળ વધારે સમય આપવા માગે છે.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યારાય એક ખુબ જ સાદુ અને સરળ જીવન જીવે છે. ઐશ્વર્યા ઘણી નાની ઉંમરે મોડેલ બની ગઈ હતી. તેણીને જ્યારે મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તેણી માત્ર 21 વર્ષની જ હતી. અને આજે ચાલીસી વટાવ્યા બાદ પણ તેણી તેટલી જ આકર્ષક લાગી રહી છે.

image source

આજે અમે તમને ઐશ્વર્યાની કેટલીક મેકઅપ વગરની તસ્વીરો બતાવીશું. આજે ઘણી બધી એક્ટ્રેસીસ મેકઅપ વગર ઘરની બહાર પગ નથી મુકતી તેવા સમયે કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જે ખુબ જ સરળતાથી મેકઅપ વગર પણ જાહેરમાં આવી શકે છે. તેમાંની એક છે ઐશ્વર્યા રાય બચ્ચન.

ઐશ્વર્યા રાયને જુઓ મેકઅપ સાથે અને મેકઅપ વગર

image source

એવું નથી હોતું કે આવું આપણી સાથે જ બનતું હોય કે ક્યારેક આપણે કુદરતી રીતે જ સુંદર દેખાતા હોઈએ તો ક્યારેક સુંદર ન લાગતા હોઈયે. તો ઐશ્વર્યા જેવી સૌંદર્ય સામ્રાજ્ઞી સાથે પણ અહીં તેવું જ થયું છે. અહીં તમને ઐશ્વર્યાના લૂકથી જરા પણ ઇર્ષા નહીં થાય.

તાલ ફિલ્મમાં ઐશ્વર્યા રાય વિધાઉટ મેકઅપ

image source

તાલ ફિલ્મ સુભાષ ઘાઈ દ્વારા નિર્મિત તેમજ દીગ્દર્શીત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં લગભઘ અરધા ભાગમાં ઐશ્વર્યા રાયને વિધાઉટ મેકઅપ બતાવવામાં આવી છે. અને જો મેકઅપ કર્યો પણ હશે તો તે હળવી લીપસ્ટીક જ કરવામાં આવી હશે. તમે અહીં જોઈ શકો છો કે માત્ર લિપસ્ટિકમાં પણ તેણી કેટલી આકર્ષક લાગી રહી છે.

કીશોરાવસ્થામાં ઐશ્વર્યા વિધાઉટ મેકઅપ

image source

આ તસ્વિર ઐશ્વર્યાની કિશોરાવસ્થાની છે તેણી તે સમયે લગભગ શાળાના છેલ્લા વર્ષોમાં અથવા તો કોલેજમાં હશે. તેણીએ અહીં યેલો સિલ્ક સાડી પહેરી છે અને કોઈ જ મેકઅપ નથી કર્યો.

રાવણ ફિલ્મમાં વિધાઉટ મેકઅપ ઐશ્વર્યા રાય

image source

મણિરત્નમ હંમેશા પોતાની અભિનેત્રીઓને બને તેટલી સાદી અને ઓરીજનલ દેખાડવા ઇચ્છે છે અને માટે જ તેઓ મેકઅપનો નહીવત અથવા તો નો-મેકઅપ લૂક જ લે છે. અભિષેકબચ્ચન સાથેની ફિલ્મ રાવણમાં તેણી ઘણા બધા સીનમાં મેકઅપ વગર જોવા મળી છે.

સાઉથની એક ફિલ્મના શુટિંગ વખતે ઐશ્વર્યા રાય

image source

આ તસ્વીરમાં ઐશ્વર્યાએ કોઈ જ મેકઅપ નથી કર્યો તેણીની મોટી આંખો અને તીખા નાકે જ આ તસ્વીરમાં કમાલ બતાવી છે. મણિરત્નમે ઐશ્વર્યા પર સિલ્વર મેકઅપ કર્યો હતો અને ત્યાર બાદ તેને લુંછાવડાવી દીધો હતો અને તેના કારણે તેણીનો આ શાઈની લૂક આવ્યો છે.

વિધાઉટ મેકઅપ ફેન્સની વચ્ચે

image source

ઐશ્વર્યાની આ તસ્વીરમાં તમે તેણીને સંપુર્ણ સાદા ટ્રેડીશનલ ઇન્ડિયન વસ્ત્રોમાં જોઈ શકો છો. અને તેણીએ જરા પણ મેકઅપ નથી કર્યો. તેની આ હિમ્મત માટે તેણીને દાદ આપવા જેવી છે. આ રીતે તેણી દર્શાવે છે કે તેણીને સુંદર દેખાવા માટે મેકઅપની કોઈ જ આવશ્યકતા નથી.

સાડીમાં વિધાઉટ મેકઅપ ઐશ્વર્યા રાય

image source

ફરીવાર આ તસ્વીર રાવણ ફિલ્મની છે જેમાં તેણીએ સાદી સાડી પેહરી છે અને ચહેરા પર કોઈ જ મેકઅપ નથી. તેમ છતાં તેણી સુંદર લાગી રહી છે. અહીં પણ તેણીની મોટી આંખો અને અને તેની ત્વચાના કોમ્પ્લેક્શન તેને સુંદર બનાવી રહ્યા છે.

મોડેલીંગ સમયની તસ્વીર

image source

આ તસ્વિર ઐશ્વર્યાએ જ્યારે મોડેલિંગમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તે સમયની છે. અહીં પણ તેણી મેકઅપ વગર સુંદર લાગી રહી છે.

ઐશ્વર્યાનું કુદરતી સૌંદર્ય

image source

આ તસ્વીરમાં ઐશ્વર્યાએ સાબિત કર્યું છે કે તેનું સૌંદર્ય કોઈ જ મેકઅપનું મોહતાજ નથી. તેણી તે વગર કુદરતી રીતે જ સુંદર લાગી શકે છે.

એક ડાન્સ પ્રેક્ટિસ દરમિયાન ઐશ્વર્યા વિધાઉટ મેકઅપ

image source

આ તસ્વીરમાં ઐશ્વર્યા રાય કોઈ પર્ફોમન્સ માટે ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે અને તે દરમિયાન તેણીએ જરા પણ મેકઅપ નથી લગાવ્યો અને અહીં પણ તેણી હંમેશની જેમ આકર્ષક અને ફ્લોલેસ લાગી રહી છે.

એક પ્રસંગમાં ઐશ્વર્યા વિધાઉટ મેકઅપ

image source

આ તસ્વીરમાં ઐશ્વર્યા એક ઇવેન્ટમાં હાજરી આપવા જઈ રહી છે તેમ છતાં તેણીએ કોઈ જ મેકઅપ નથી કર્યો પણ તેણીના વાળ તેણીએ સારી રીતે સ્ટાઇલ કર્યા છે. તેણીની તસ્વીરો લેવા ફોટોગ્રાફર્સ પડાપડી કરી રહ્યા હતા અને તે જ સમયે આ અત્યંત નજીકની તસ્વીર લેવામાં આવી છે. જેમાં તેણી અત્યંત સુંદર લાગી રહી છે.

અવોર્ડ ફંક્શન માટે ડાન્સ પ્રેક્ટિસ કરી રહેલી ઐશ્વર્યા

image source

અહીં ફરી એકવાર તમે ઐશ્વર્યા રાયને ડાન્સની પ્રેક્ટીસ કરતી જોઈ શકો છો તે પણ વિધાઉટ મેકઅપ.

ભગવાનના દર્શન માટે મેકઅપ વગર આવી ઐશ્વર્યા

image source

એક જાણીતા મંદીરના પ્રાંગણમાં ઐશ્વર્યા રાય બચ્ચન કોઈ પણ જાતના મેકઅપ વગર જોવા મળી હતી. તેણીએ માત્ર મંદીરના પુજારી દ્વારા લગાવવામાં આવેલો કંકુનો ચાંદલો જ લગાવ્યો હતો.

સાદા વ્હાઇટ વસ્ત્રોમાં મેકઅપ વગર જુઓ ઐશ્વર્યાને

image source

અહીં તમે જોઈ શકો છો કે ઐશ્વર્યા રાયે જરા પણ મેકઅપ નથી લગાવ્યો જો લગાવ્યો હશે તો તે પણ માત્ર લીપગ્લોઝ જ લગાવ્યું હશે. બાકી સંપૂર્ણ મેકઅપ વગર તેણી આ સફેદ વસ્ત્રોમાં સુંદર લાગી રહી છે. તેણીનો સ્કીન ટોન અત્યંત સુંદર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ