આ રીતે ઔષધિય વનસ્પતિ કરી દે છે તમારી ચિંતાને દૂર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

આ ઔષધીય વનસ્પતિ તમારી માનસિકતાણ તેમજ ચિંતાને દૂરકરવામાં તમારી મદદ કરશે, આજના હરિફાઈના યુગમાં દરેક વ્યક્તિ કોઈ નહીંને કોઈક રીતે માનસિક તાણ કે ચિંતામાં રહ્યા કરે છે.

ક્યારેક નોકરીમાં સારા પર્ફોમન્સ માટે તો ક્યારેક પરિવારમાં સારા સાબિત થવા માટે તો ક્યારેક બધાથી અલગ દેખાઈ આવવાની હોડમાં માણસ હંમેશા તાણમાં રહ્યા કરે છે અને તે જ તાણની અસર તેના શરીર પર પણ થાય છે અને ક્યારેક તેના કારણે શરીરમાં દુઃખાવો વિગેરે પણ થતાં હોય છે.

image source

ઘણા લોકો આવી પીડાને દૂર કરવા માટે દવાનો ઉપયોગ કરે છે પણ તેની જગ્યાએ કેટલીક કુદરતી ઔષધીઓ તમારા માટે વધારે લાભપ્રદ સાબિત થાય છે જે તમારી માનસિક તાણને દૂર કરે છે અને શરીરને નુકસાન પણ નથી થવા દેતી. ચાલો જાણીએ તેવી વનસ્પતિક ઔષધીઓ વિષે.

બ્રાહ્મી

image source

બ્રાહ્મીમાં માનસિક તાણ દૂર કરવાના ગુણ સમાયેલા છે અને માટે જ આયુર્વેદના સમયથી વાળમાં લગાવવામાં આવતા તેલમાં બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે છે. તે માથામાં સેરોટોનિન નામના રસાયણનું પ્રમાણ વધારે છે.

તેના કારણે સંપૂર્ણ શરીર સરળતાથી તાણ મુક્ત બને છે. આ ઉપરાંત બ્રાહ્મી તમારા થાકને પણ દૂર કરે છે અને તમારા મગજને પણ શાંત પાડે છે. તે તમારી એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે.

image source

આ રીતે કરો બ્રાહ્મીનો ઉપયોગ

તેના માટે તમારે અરધો કપ દૂધ અથવા તો તેટલા જ પાણીમાં અરધી ચમચી બ્રાહ્મીનો પાઉડર મિક્સ કરી લેવો અને તેને તેમજ ત્રણ-ચાર મિનિટ પલાળી રાખવું અને ત્યાર બાદ તેને બરાબર મિક્સ કરી પી લેવું, તેમાં તમે સ્વાદ માટે મધ પણ ઉમેરી શકો છો.

અશ્વગંધા

image source

માનસિક તાણ તેમજ દૈનિક ચિંતાથી રાહત મેળવવા માટે અશ્વગંધા એક ઉત્તમ ઉપાય છે. એક સંશોધન પ્રમાણે અશ્વગંધા કોર્ટિસોલ અને સ્ટ્રેસ હોર્મોનના સ્તરને અંકુશમાં રાખે છે. જે વ્યક્તિ સતત માનસિક તાણમાં રહેતું હોય તે ખાસ કરીને કોર્ટિસોલ હોર્મોન્સ વધારે છોડે છે.

image source

અને માટે તેમાં હોર્મોન્સનું અસંતુલન ઉભું થાય છે. જેના કારણે ન્યૂરોટ્રાંસમીટર જેવી સમસ્યા ઉભી થઈ શકે છે અને ન્યુરોટ્રાંસમીટરમાં ચિંતા, નિરસપણું, ડીપ્રેશન તેમજ અનિંદ્રાના મુખ્ય લક્ષણોનો સમાવેશ થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી તમે તમારી માનસિક તાણ તેમજ ચિંતાને દૂર કરી શકો છો.

આ રીતે કરો અશ્વગંધાનો ઉપયોગ

image source

અશ્વગંધાના પાઉડરને ½ ચમચી લઈ તેને એક ગ્લાસ હુંફાળા પાણીમાં મિક્સ કરીને રાત્રે સુતા પહેલાં પી લેવું.

હળદર

image source

હળદરનો ઉપયોગ તમે શરીરની બાહ્ય તેમજ આંતરિક સુંદરતા વધારવા માટે કરો છો તેવી જ રીતે તે તમને માનસિક રીતે પણ સ્વસ્થ બનાવે છે. હળદરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સીડન્ટ્સ હોય છે, જે તમારા મસ્તિષ્કમાં લોહીના પ્રવાહને વધારે છે અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધારે છે.

હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે અને નિરસતા, નિરાશા ડીપ્રેસનને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંદ હળદર માનસિક તાણ ઓછી કરીને તમને સ્વસ્થ કરીને તમારી ઉંમર પણ વધારે છે.

આ રીતે કરો હળદરનો ઉપયોગ

image source

રોજ પા ચમચી ઓર્ગેનિક હળદરનું સેવન કરો. તેને તમે પાણીમાં, દૂધમાં કે પછી કોઈ ઉકાળામાં પણ લઈ શકો છો.

તુલસી

image source

આયુર્વેદમાં તુલસીના છોડને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘણી બધી આયુર્વેદીક ઔષધીઓમાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ પુષ્કળ હોય છે. તે તમારી માનસિક તાણને દૂર કરે છે.

image source

તુલસીના નિયમિત્ ઉપયોગથી શરીર ઉર્જામય બને છે અને તે તમને સતત સ્વસ્થ હોવાનો અનુભવ કરાવે છે. તમારા લોહીમાંની શર્કરાને પણ તુલસી નિયંત્રિત કરે છે. આ ઉપરાંત ગર્ભવતિ સ્ત્રીઓ અથવા તો જે પતિ-પત્ની બાળક માટેનું પ્લાનીંગ કરી રહ્યાં હોય તેમને તુલસીનું સેવન લાભ પહોંચાડે છે.

આ રીતે કરો તુલસીનો ઉપયોગ

image source

તુલસીનો ઉપયોગ તમે વિવિધ રીતે કરી શકો છો.

– ઉકાળામાં તુલસીનો ઉપયોગ

– ચામાં તુલસીનો ઉપયોગ

image source

– ગરમ દૂધમાં તુલસીનો ઉપયોગ

– ખોરાક રાંધતી વખતે તુલસીનો ઉપયોગ

– તુલસીના પાઉડરનો ઉપયોગ

– તુલસીની તૈયાર ટેબલેટ કે પછી કેપ્સૂલનો ઉપયોગ

લેવેન્ડર

image source

ચિંતાને ઓછી કરવા માટે લેવેન્ડર ઘણી અસરકારક ઔષધી છે. તે શરીરને આરામ આપે છે અને તેનાથી ઉંઘ પણ સારી આવે છે. કેટલાક સંશોધનો પ્રમાણે લેવેન્ડર સતત રહેતી ચિંતાથી તમને છૂટકારો અપાવે છે.

લેવેન્ડરનો આ રીતે કરો ઉપયોગ

image source

લેવેન્ડરની તમે ચા બનાવીને તેને પી શકો છો અથવા તો લેવેન્ડરના તેલનો ઉપયોગ પણ તમે કરી શકો છો. લેવેન્ડરની મોટી ખાસિયત એ છે કે તેની કોઈ જ આડઅસર નથી હોતી. લેવેન્ડરના તેલનો ઉપયોગ અરોમા થેરાપીમાં કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ