પિંડી છોલે – આ વાનગી સવારના નાસ્તા કે લંચ અને ડીનર માં પણ લઈ શકાય છે…

પિંડી છોલે

પિંડી છોલે…જ્યારે પણ પંજાબી વાનગીઓ નો ઉલ્લેખ થાય ત્યારે છોલે તેમાં આગવું મહત્વ ધરાવે છે..તેના વગર પંજાબી વાનગીઓ અધૂરી છે.આ વાનગી સવારના નાસ્તા કે લંચ અને ડીનર માં પણ લઈ શકાય છે.

# સામગ્રી#

 • – ૨ કપ સાતથી આઠ કલાક પલાળેલા કાબુલી ચણા
 • – મીઠું સ્વાદ મુજબ
 • – ૩ ચમચી ચા ની ભૂકી
 • – ચાર નંગ લવિંગ
 • – એક તજનો ટુકડો
 • -એક મોટી એલચી
 • – પાણી જરૂર મુજબ
 • – બે લીલા મરચાં લાંબા સમારેલા
 • – 1 નાની ડુંગળી સમારેલી
 • – અડધું ટામેટું સમારેલું
 • – બે ચમચી કોથમીર ઝીણી સમારેલી
 • – આદુનો એક મોટો ટૂકડો લાંબી ચીરી સમારેલું
 • – અડધી ચમચી સંચળ પાવડર
 • – 1 મોટી ચમચી આમચૂર પાવડર
 • – ચારથી પાંચ મોટી ચમચી ઘી
 • – 1.1/2 મોટી ચમચી પિંડી છોલે મસાલો
 • – 1 ચમચી દેગી લાલ મરચું
 • – 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર
 • – અડધી ચમચી ચાટ મસાલો
 • – બે મોટી ચમચી તેલ

# બનાવવાની રીત#

(૧)સૌપ્રથમ એક કૂકરમાં પલાળેલા ચણા અને એક કોટન કપડા માં ચા ની ભૂકી લવિંગ, બે ટુકડા તજ, મોટુ એલચો એક નંગ ની પોટલી બનાવીને ચણા સાથે મૂકી દેવા સ્વાદમુજબ મીઠુ ઉમેરી દેવો અઢી ગ્લાસ પાણી ઉમેરી દો હવે ચણા ને ચાર સીટી બોલાવી દો

(૨) ચણા બફાઈ જાય એટલે ઝારા ની મદદથી પાણી નિતારીને તેને એક કડાઈમાં લઈ લેવા હવે ગેસ ધીમા તાપે ચાલુ કરી દેવો હવે ચણામાં દોઢ ચમચી પિંડી છોલે મસાલો અડધી ચમચી સંચળ પાવડર આમચૂર પાવડર દેગી લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરીને હલાવી લેવું

(૩)હવે બીજી તરફ એક નાની કડાઈ મૂકવી તેમાં ચાર મોટી ચમચી ઘી બે મોટી ચમચી તેલ લઈને વધારે ગરમ કરવું.આદુનો એક મોટો ટૂકડો લાંબી ચીરી સમારેલું.બે લીલા મરચાં લાંબા સમારેલા

(૪) મસાલાવાળા ચણાને હલાવીને ચણા ઉપર ડુંગળી સમારેલી ટામેટા સમારેલા મરચાં કોથમીર સમારેલાં પાથરી દેવો હવે ઘી અને તેલ ગરમ થઇ ગયું છે તે ગરમ ઘી અને તેલ ને ચણાની ઉપર રેડી દેવું અને તરત જ ઢાંકણ બંધ કરી દેવું 5 મિનીટ ધીમા ગેસ પર ઢાંકણ બંધ રાખીને તેને થવા દેવું

(૫)હવે જે ચણાનું બાફેલું પાણી છે તેને આ ચણામાં ઉમેરી દો 10 થી 15 મિનિટ માટે આ છોકરાને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર ઉકળવા દો તૈયાર છે આપણા પિંડી છોલે

ડુંગળી વગર પણ આ છોલે તમે કરી શકો છો….

# પિંડી છોલે મસાલો #

સામગ્રી

 • – ૨ મોટી ચમચી જીરૂ
 • – ૧ મોટી ચમચી અજમો
 • – ૧ મોટી ચમચી કાળા મરી
 • – ૧૦ થી ૧૨ મોટી એલચી
 • – ૫થી ૬ લીલી એલચી
 • – ૨નંગ જાવંત્રી
 • – ૫ નંગ લવિંગ
 • – ૧/૨ જાયફળ
 • – ૩થી ૪ તમાલપત્ર
 • – ૧ મોટો તજનો ટુકડો

#બનાવવાની રીત#

1… સૌ પ્રથમ બધા ખડા મસાલાને એક પેનમાં લઈને પાંચથી સાત મિનિટ માટે શેકી લેવું ઠંડું પડે એટલે તને મિક્સર જારમાં પીસી લેવું પિંડી છોલે નો ઓથેન્ટિક મસાલો તૈયાર છે

2…આ મસાલો તમે ત્રણ મહિના માટે સાચવી શકો છો આ મસાલો સમોસામાં પણ તમે વાપરી શકો છો


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.