કિમ કર્દાશિયનના ઘરમાં છે ગોલ્ડ પ્લેટેડ બાથરૂમ, જેની કિંમત છે અધધધ…ઘરની અંદરની તસવીરો જોતાની સાથે જ તમે બોલી ઉઠશો WOW!

અમેરિકન સેલેબ્રિટી કર્દાશિયન્સની આંખ આંજી નાખતી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ, લક્ઝરી કારથી ગોલ્ડ પ્લેટેડ બાથરૂમ સુધી જાણો કેવી રીતે અમેરિકન સેલેબ્રીટી કર્દાશિયન બહેનો પોતાની કમાણી ઉડાવે છે

તમને જણાવી દઈએ કે કર્દાશિયન્સ તેમજ જેનર કુટુંબની નેટ વર્થ 1.6 બિલિયન ડોલર છે. હવે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે આ અમેરિકન સેલેબ્રિટી કુટુંબ કેવી રીતે પોતાની કમાણી ઉડાવે છે. આ કુટુંબને પૈસાની કોઈ જ પડી નથી માટે તેઓ મન ફાવે તેમ તેને ઉડાવે છે. જેમાં મોંઘામાં મોંઘી કચરા પેટીનો પણ સમાવેશ થાય છે. તો આજે અમે તમને જણાવીએ કે આ અમેરિકન સેલેબ્રીટી કુટુંબ કેવી કેવી મોંઘી વસ્તુઓ ધરાવે છે.

image source

1. ચાર ગોલ્ડ પ્લેટેડ ટોઇલેટ સીટ્સ જેની કીંમત લગભગ 750000 ડોલર છે. જે કીમ કર્દાશિયનના ઘરમાં આવેલા છે.

image source

2. આ કુટુંબ પોતાના ઘરમાં એવા છ રોયલ બેડ ધરાવે છે જેની કીંમત 10 લાખ ડોલર કરતાં પણ વધારે છે.

 

View this post on Instagram

 

🎅🏽

A post shared by Kylie 🤍 (@kyliejenner) on

3. કાયલી જેનર કે જે એક સુપર મોડેલ છે અને કર્દાશિયન ફેમિલિ સાથે સંબંધ ધરાવે છે તેને તેના બોયફ્રેન્ડ ટીગા (Tyga) એ 33,000 ડોલરની ડાયમન્ડ રીંગ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

4. કીમ કર્દાશીયનની જેમ તેની દીકરી પણ કોઈ સેલેબ્રીટીથી ઓછી પોપ્યુલર નથી. તેણીને તેના પ્રથમ બર્થડે પર એક હર્મીસ બેગ ગીફ્ટ કરવામાં આવી હતી જેની કીંમત 10,000 ડોલરથી 60000 ડોલર વચ્ચેની છે.

image source

5. કાયલી જેનરે પોતાના 19મા બર્થડે પર પોતાને જ એક રેન્જરોવર ગીફ્ટમાં આપી હતી જેની કીંમ 2 લાખ ડોલર છે. એટલે કે 1.47 કરોડ રૂપિયા. તો વળી કીમ કર્દાશિયનની લગ્ઝરીયસ કાર્સના કલેક્શનમાં લેમ્બોર્ગીની એવેન્ટાડોરનો સમાવેશ થાય છે જેની કીંમત 7.5 લાખ ડોલર એટલે કે 5.5 કરોડ રૂપિયા છે.

image source

6. થોડા સમય પહેલાં કીમ અને કેન્યેએ હિડન હિલ્સ મેન્શન લીધુ હતું જેની કીંમત તે વખતે 20 મિલિયન ડોલર હતી જેની હાલની કીંમત 60 મિલિનય ડોલર છે. એટલે કે લગભગ 440 કરોડ રૂપિયા. તો વળી કેન્ડલ પણ હોલીવૂડમાં એક મેન્શન ધરાવે છે જેની કીંમત 6.5 મિલિયન ડોલર છે.

image source

7. આ સિવાય કાયલી જેનર એક ગ્લોબલ એક્સપ્રેસ જેટ ધરાવે છે જેની કીંમત 50થી 70 મિલિયન વચ્ચેની છે.

image source

8. તો આ જ કુટુંબમાં મોઢામાં ચાંદીની નહીં પણ સોનાની ચમચી લઈને જન્મેલી શીકાગો વેસ્ટની નર્સરી એટલે કે તેનો રૂમ જ 5.5 લાખ ડોલરનો છે. જેમાં 176000 ડોલરનો તો માત્ર રોકિંગ હોર્સ જ છે જેના પર દુનિયાની જાણીતી જ્વેલરી બ્રાન્ડ સ્વોરોસ્કીના ક્રીસ્ટલ્સથી સજાવટ કરવામાં આવી છે.

image source

9. વિશ્વની જાણીતી મોડેલ કાયલી જેનરની કારના કલેક્શનની કિંમત લગભગ 140 લાખ ડોલર આંકવામાં આવે છે. તો વળી કર્દાશિયનના ઘરના રસોડામાં આવેલા ફ્રીજ પર પણ સ્વરોસ્કીની સજાવટ કરવામાં આવી છે જે ફ્રીજની કીંમત જ 10 લાખ ડોલર છે. તો વળી તેમના ઘરની કચરા પેટી કે જે ડિઝાઈનર છે. લૂઈસ વુઈટોનનની આ કચરાપેટીની કીંમત 10 હજાર અમેરિકન ડોલર છે.

10. અમેરિકન રેપર અને કીમ કર્દાશિયનનો હસબન્ડ કેન્યે વેસ્ટ ડાયમન્ડના દાત ધરાવે છે જેની કીંમત 60 હજાર ડોલર છે.

image source

11. તો વળી આ જ ઘરની નાનકડી દીકરી માટે એક સુંદર ક્રીસ્મસ પ્લેહાઉસ બનાવડાવવામાં આવ્યું હતું જેની કીંમત 22 હજાર અમેરિકન ડોલર છે. આ ગીફ્ટ તેને માત્ર એક વર્ષની ઉંમરે આપવામાં આવી હતી.

આ બધું જ ત્યારે શક્ય બન્યું છે જ્યારે તેમણે બિઝનેસની પસંદગી ખૂબ જ સ્માર્ટલી કરી છે. જેમ કે કાયલી કોસ્મેટિક્સમાં કોરડો ડોલર કમાવી રહી છે, તેણીનો કોસ્મેટિક બિઝનેસ લગભગ 900 મિલિયન ડોલરનો આંકવામાં આવે છે. કાઈલીને દુનિયાની સૌથી નાની બિલિયોનેર ગણવામાં આવે છે. તો વળી કીમ કર્દાશિયનની પણ એક મેકઅપ ચેઈન છે અને તેણીની નેટ વર્થ 350 મિલિયન ડોલર છે. તો વળી કેન્ડલ જેનર વિશ્વની સૌથી વધારે ચાર્જ લેતી સુપર મોડેલ છે. આમ આ કુટુંબ પર પૈસાનો વરસાદ થતો જ રહે છે.

Source: Scoopwhoop

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ