જાણો એવી તો શું વાત હતી કે, અમદાવાદના આ વિસ્તારના વેપારીઓ રસ્તા પર આવીને ભરાયા રોષે, અને પછી કરી આ માંગ

અમદાવાદના શાહપુરમાં દુકાન ખોલવા ન દેવાતા, દુકાનદારોમાં રોષ જોવા મળ્યો.

ગુજરાત તેમજ ભારત ભરમાં ચાર તબક્કાના લોકડાઉન પછી હવે પાંચમાં તબક્કે અનલોક કરી દેવામાં આવ્યું છે. જો કે આ અનલોક વિશેષ શરતો અને માર્ગદર્શિકાઓના આધારે આપ્યું છે. પણ અંતે લોકડાઉન હવે ઉઠાવી લેવામાં આવ્યું છે. ત્યારે લોકો ધીરે ધીરે કોરોના સાથે જીવવા પ્રયત્ન કરી રહ્યા છે. લોકો પોતાના વ્યવસાય ધંધાઓ પર હવે ધીરે ધીરે પરત ફરી રહ્યા છે.

image source

બજારમાં નીતિનિયમો સાથે લગભગ દુકાનો હવે ખુલી રહી છે, ત્યારે સરકાર પણ અંકુશ બહાર નીકળતી સ્થિતિ રોકી શકવામાં સક્ષમ રહી નથી. અનલોકમાં પરિસ્થિતિઓ વધુ ગંભીર થવાની શક્યતાઓ છે. કારણ કે અત્યારે લગભગ બજાર ખુલી ગયા છે, અને લોકોની અવરજવર વધી રહી છે.

image source

ગુજરાત સહીત હાલ સમગ્ર દેશમાં જુન મહિનાથી અનલોક શરુ થઇ ચુક્યું છે. આ અનલોકના સમય દરમિયાન વેપાર ધંધા, ધાર્મિક સ્થળો તેમજ અનેક ક્ષેત્રોને મંજુરી આપી દેવામાં આવી છે. જો કે એટલું જ નહિ મોટા ભાગે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં વેપાર ધંધા અને રોજગારની છૂટ આપીદેવામાં આવી છે, આ સમયે જ્યારે બધી જ દુકાનો ખુલી ગઈ છે ત્યારે અમદાવાદના શાહપુરના મુખ્ય રોડ પર દુકાનો ખોલવા ન દેવાતા ત્યાના દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

image source

જો કે આ વિસ્તાર અતિ સંક્રમિત વિસ્તારથી દુર હોવા છતાં દુકાનો ન ખોલવા દેવાતા વેપારીઓ રોષે ભરાયા છે. આ બધા જ વેપારીઓ દ્વારા આ દુકાનો ખોલવા દેવા માટેની માંગ કરી હતી. જો કે ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે ત્યારે એકમાત્ર રાહતના સમાચાર એટલા છે કે આ સ્થિતિ વચ્ચે પણ લોકો સ્વસ્થ થઇ રહ્યા છે.

image source

આ સિવાય અમદાવાદ જીલ્લાના હાલમાં 3188 લોકો સારવાર નીચે છે, જો કે આવેલા બધા જ કેસમાંથી 9228 લોકો સાજા થઈને પોતાના ઘરે પણ આવ્યા છે. મોટા ભાગે લોકો કોરોનાને હરાવી રહ્યા છે, જો કે હાલમાં કોરોના સંક્રમણનો આંકડો 18 હજારને પાર થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અન્ય જીલ્લાની સરખામણીમાં મોતનું પ્રમાણ વધારે છે. અમદાવાદમાં અત્યાર સુધી 938 લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લા ચોવીસેક કલાકની જો વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણના 492 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીના સૌથી વધારે કેસ દર્શાવે છે. જો કે આ ચોવીસ કલાકમાં 33 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

image source

આજે 455 દર્દીઓને હોસ્પીટલમાંથી સાજા થયા બાદ ઘરે જવા દેવામાં આવ્યા છે. જો કે આ આંકડાઓ સાથે રાજયભરમાં કોરોના કેસની કુલ સંખ્યા 18609 થઇ ચુકી છે, જયારે મૃત્યુઆંક 1155 થઇ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ