પોટેટો ફિંગર્સ – સ્ટાર્ટર જે બનાવવા માં એકદમ જ સરળ અને ખાવામાં ટેસ્ટી…

આજે કોઈ પણ બહાર હોટેલ માં જમવા જાઓ તો મેનુ માં સ્ટાર્ટર તો ચોક્કસ થી હશે અને કોઈ પણ લગ્ન પ્રસંગ કે પાર્ટી માં જમણવાર માં સ્ટાર્ટર તો હશે જ. સ્ટાર્ટર ઘણા અલગ અલગ પ્રકાર ના આવે છે તમે દરેક લોકો એ ખાધા પણ હશે. આજે અપને બનાવીશુ ” પોટેટો ફિંગર્સ ” જે બનાવવા માં એકદમ જ સરળ અને ખાવા માં પણ મજા આવશે બાળકો અને મોટા બંને. આ ડીશ ને તમે સ્ટાર્ટર તરીકે પણ લઇ શકો , અથવા સાઈડ ડીશ કે પછી સાંજ ના નાસ્તા માં પણ લઇ શકો. તો ચાલો સામગ્રી અને રેસીપી જોઈ લઈએ.

૭-૮ બટેકા

પાણી

તેલ તળવા માટે

મીઠું

ચીલી ફ્લેક્સ

ઓરેગાનો

૨ ચમચી – કોર્ન ફ્લોર


સૌ પ્રથમ બટેકા ને ધોઈ ચાલ ઉતારી અને જાડી ચીર કરી લો. એક વાસણ માં જેટલી બાટેકા ની ચીર થઇ છે તે ડૂબે તેટલું પાણી લઇ અને ઉકાળવા મુકો. પાણી ને ફાસ્ટ ગેસ પર ઉકાળવા મુકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં બટેકા ની ચીરો કરેલી છે તે નાખી દો. ૫-૭ મિનિટ માટે બટેકા ની ચીર ને ઉકાળવા દો. અને પછી બહાર નીકળી લો. ચીર ને એકદમ ઠંડી થવા દો. ઠંડી થાય એટલે તેમાં કોર્ન ફ્લોર નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે બધી ચીર તેલ માં નાખી દો. નાખતી વખતે ગેસ ફાસ્ટ રાખવો અને પછી ધીમો કરી દો. હવે ૧૦ મિનિટે સુધી તળાવવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. તળાઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી લો, તેમાં ઉપર થી મીઠું નાખો , ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. બસ તૈયાર છે તમારી પોટેટો ફિંગર્સ. છે ને બનાવવા માં એકદમ સરળ , બાળકો તો બાળકો મોટા ને પણ ખુબ જ માજા આવશે. ગરમ ગરમ પોટેટો ફિંગર્સ ને કેચપ કે ચટણી સાથે ખાઓ. મેહમાન આવે ત્યારે ચોક્કસ થી બનાવજો ખુશ થઇ જશે .
નોંધ : અહીં તમે જેટલા બટેકા વધારો તેટલું સામે કોર્ન ફ્લોર નું પ્રમાણ વધારવું બાકી ના મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઇ શકો. તો આજે જ બનાવો આ પોટેટો ફિંગર્સ અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર થી જણાવજો . ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

વિડીઓ જોઇને શીખો કેવીરીતે બનાવી શકશો.