દાલ પાલક – એકદમ નવી રેસિપીથી બનાવો ખુબ જ ટેસ્ટી અને હેલ્થી દાલ પાલક…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દાલ પાલકની બોઉં જ સરસ રેસિપી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોય આવી દાલ એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૩ કપ કે એક મોટી ઝૂડી ઝીણી સમારેલી પાલક
  • ૧.૫ કપ બાફેલી તુવર ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૩ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૧.૫ ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  • ૧ મોટી ડુંગળી ઝીણી સમારી ને
  • ૧ મોટું ટામેટું ઝીણું સમારી ને
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું
  • ૧ ટી સ્પૂન સંભાર મસાલો
  • ૧.૫ ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

ઉપર થી વઘાર રેડવા માટે –

  • ૧ ટેબલ સ્પૂન ઘી
  • ૧ ટી સ્પૂન
  • ૨ સૂકા લાલ મરચા
  • ૧/૨ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

રીત :

૧. એક મોટી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી ને તતડવા દેવી.

૨. રાઈ તતડે એટલે એમાં જીરું ઉમેરી ને તતડે એટલે લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરવા.

૩. ૨ મિનિટ સાંતળી ને એમાં ડુંગળી ઉમેરવી. ડુંગળી સહેજ રંગ બદલે એટલે એમાં ટામેટું ઉમેરવું.

૪. ધીમા તાપે ૩ મિનિટ સાંતળી ને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરવા.

૫. ટામેટા સરસ સંતળાય એટલે એમાં ધાણાજીરું ઉમેરી ને વધુ સાંતળી લેવું અને પછી એમાં પાલક ઉમેરી લેવી.

૬. પાલક નું પાણી છૂટે એટલે એમાં બાફેલી દાળ ઉમેરી ને ૧/૨ કપ પાણી ઉમેરવું.

૭. સરસ રીતે હલાવી ને આમાં સાંભાર મસાલો ઉમેરવો અને ૫ મિનિટ ઉકાળવા દેવું.

૮. દાળ ઉકળે એટલે લીંબુ ઉમેરી ને મીઠું ચેક કરી લેવું. ૩ મિનિટ જેવું વધારે ઉકાળી ને ગેસ બંધ કરી દેવો.

૯. હવે જમવા ના ટાઈમે એમાં બીજો વઘાર કરવો. એના માટે વાઘરીયા માં ઘી ગરમ કરી ને એમાં જીરું, સૂકા લાલ મરચા અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી ને બનાવેલી દાલ પાલક પર રેડી દેવો.

૧૦. ગરમાગરમ દાલ પાલક ને રોટી, પરાઠા કે પછી ભાત સાથે પીરસો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.