શરીરને અનેક પોષકતત્વો પૂરું પાડતું દૂધ નકલી તો નથી ને? આવી રીતે જાણો…

એક સમય હતો જ્યારે દૂધવાળા ભાઈથી બધાને ફરિયાદ રહેતી હતી કે તે પાણી મેળવ્યા કરે છે.પણ દૂધમાં પાણી મેળવવા સુધી તો ઠીક છે,કારણ કે તે આપણા સ્વાસ્થય માટે એ ટલું ખતરનાક નથી.પણ હવે દૂધમાં અલગ-અલગ પ્રકારનાં કેમિકલ મેળવવામાં આવી રહ્યા છે. હું રાજસ્થાનનાં અલવર જિલ્લામાં યાત્રા કરી રહ્યો હતો. ચા પીવા માટે એ ક દુકાન પર ગાડી રોકી. ત્યાં આસપાસ કશું નહોતું.


લગભગ ૭૦૦-૮૦૦ મીટ દૂર એક ગામ દેખાઈ રહ્યુ હતું. દુકાન પર ચા સિવાય ખાવા માટે સમોસા વગેરા પણ ઉપલબ્ધ હતું. ગ્રાહક અમારા સિવાય કોઇ નહોતુ. દુકાનની પાછળ એક ભાઈસાબ બાલ્ટીમાં પાણી લઈ ગયા અને તેમને ખિસ્સામાંથી એક પડીકી કાઢી અને તે બાલ્ટીમાં નાખી દીધી. બાલ્ટી પરત લઈને આવ્યા તો તે પાણી દુધિયા રંગનું થઈ ચૂક્યું હતું. તેને સીધું જ દૂધવાળી બાલ્ટીમાં નાખી દીધું. અમે અમારો ઓર્ડર કેન્સલ કર્યો અને ત્યાંથી એજ વિચારતા નિકળા કે લોકોની સેહત સાથે શું ખિલવાડ કરવામાં આવી રહ્યો છે.


ખેર,જો આપને દૂધમાં ભેળસેળની ખબર પાડવી છે તો આ સાત રીતે આસાનીથી ખ્યાલ આવી શકે છે કે દૂધમાં પાણી મળેલું છે કે કેમિકલ.


૧.લોકોને સિંથેટિક અને અસલ દૂધમાં ફરક કરવા માટે સૌથી પહેલા તો તેને ઉકાળીને થોડીવાર રાખવું જોઈએ .જો તેનો રંગ સફેદમાંથી પીળો પડવા લાગે તો સમજો દૂધમાં ભેળસેળ છે.

૨.સાચું દૂધ હાથની વચ્ચે ઘસવાથી ચિકાશનો અનુભવ નથી થતો,જ્યારે કે નકલી દૂધમાં તમને સાબુ જેવી ચિકાશનો અનુભવ થશે.


૩.દૂધની તપાસ માટે ચિકણી લાકડીનાં છેડા પર એક ટીપું ઢાળ તરફ નાખો.જો દૂધ સફેદ ધાર જેવું નિશાન બનાવતા નીચે પડે તો સમજો કે દૂધ અસલી છે.જો ફસકીને નિકળી જાય તો નકલી.


૪.કોઇ શીશી કે ટેસ્ટ-ટ્યુબમાં ૧૦ થી ૧૫ મિલીગ્રામ દૂધ લઈને હલાવો.જો દૂધમાં હદથી વધારે ફીણ બનવા લાગે તો સમજો કે કાંઈ ગડબડ છે.

૫.જો સાચા દૂધમાં યૂરિયા હોય છે તો તે હલ્કા પીળા રંગનું થાય છે.ત્યાં જ સિંથેટિક દૂધમાં યૂરોયા ઘાટા પીળા રંગનું થઈ જાય છે.


૬. સાચા દૂધનો સ્વાદ મિઠિ હોય છે જ્યારે સાબુ કે સોડા મળેલા દૂધનાં સ્વાદમાં કળવાશ હોય છે.સંગ્રહ કરવા પર પણ સાચા દૂધને મુકાબલે ખોટું દૂધ ઘાટા પીળા રંગનું થઈ જાય છે.