બોલીવૂડના સૌથી ગ્લેમરસ અને ટ્રેડિશનલ આઉટ ફિટ માટે જાણીતા એવા સવ્યસાચી મુખર્જીએ પોતાની કારકિર્દીને ૨૦ વર્ષ પૂરા થયાની ઉજવણી કરી…

આલિયા ભટ્ટ, જનવી કપૂર, તારા સુત્રિયા, અન્યાયા પાંડે અને અન્ય સેલિબ્રિટિઝે ડિઝાઇનર સવ્યસાચી મુખર્જીના બ્રાંડની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી. સવ્યસાચીએ પોતાની બે દાયકાની સફરનું સેલિબ્રેશન એક અનોખા અંદાજમાં કર્યું જેમાં તેમણે પોતાનું નવું કલેક્શન રજૂ કર્યું હતું. જેને બોલીવૂડની અનેક અભિનેત્રીઓને પહેરીને રેમ્પ વોક કર્યું હતું. જેમાં ઇશા અંબાણી પિરામિલ પણ સામેલ છે.


આ દિવસ સવ્યસાચી માટે બહુ મોટો દિવસ હતો. પોતાની ફેશન બ્રાન્ડે ૨૦ વર્ષની લાંબી સફર પૂરી કરી એની ખુશહાલીમાં ઉજવણી કરવા માટે તેણે ફ્રેન્ચ ડિઝાઈનર હાઉસ, ક્રિશ્ચિયન લ્યુબૌટીન સાથે મળીને એક નવું કલેક્શન કાશ્ગર બજારનું અનાવરણ કરવાનો નિર્ણય કર્યો.

સવ્યસાચી કહે છે કે કાશ્ગમ બજાર ડિઝાઇનર કલેક્શન તેમના હૃદયની બહુ નજીક છે કારણ કે આ ફેશન ડિઝાઈનિંગમાં સ્નાતક થયા પછી એક ડિઝાઈનર તરીકેનો આ તેમનો પ્રથમ સંગ્રહ હતો, જેમાં નોમાડ્સ, જીપ્સી અને પ્યોર સિલ્કની કલ્પનાથી પ્રેરિત હતો. આ ફેશન શો દરમિયાન, તેમણે નવી ફેશનના જૂતા અને હેન્ડબેગ્સનો વિશિષ્ટ સંગ્રહ પ્રદર્શિત કર્યો હતો.

ડિઝાઈનર સવ્યસાચીએ પોતાના ઇન્સ્ટા પ્રોફાઈલમાં આ નવા કોલાબ્રેશન વિશે વિગતે જણાવ્યું છે.

ઇશા અંબાણીના ફેવરિટ છે

ઇશ અંબાણીએ તેના પ્રિય ડિઝાઈનર, સવ્યસાચી મુખર્જીના ૨૦ વર્ષ પૂરા થવાની ઉજવણીમાં અનેક ખૂબસૂરત અભિનેત્રીઓ સાથે રેમ્પ વોક કરીને સામેલ થયા હતાં. ઈશા અંબાણી પિરામલ એક સુંદર સરળ કાળા રંગની શિયર ફેબ્રિકની સાડી પહેરી હતી. તેણીએ સ્લેમેન્ટ હીરા અને બ્લ્યુ એમર્લર્ડ ઈયરિંગ અને તેની સાથે તેમના લગ્નની રિંગ પહેરી હતી જે આ સાડી સાથે ખૂબ શોભતી હતી. તેણીના મેકઅપમાં, સ્મોકી આઈઝ સ્ટાઈલનો હેવી આઈશેડો અને લાઈટ રંગની ટ્રાન્સપરેન્ટ લીપ કલરનો ઉપયોગ કર્યો છે.

સાડી સાથે એક ડાઈમંડ બક્લડ બેલ્ટ પહેર્યો છે જે તેમની સ્ટાઈલમાં ઉમેરો કરે છે. લોંગ બ્રાઉન હેરને નીચેથી કર્લ કરેલ છે. આ પ્રસંગે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરીએ રેમ્પ પર ખૂબ જ આકર્ષક દેખાવ કર્યો હતો.

આ સેલિબ્રેશનમાં લાલ કાર્પેટ પર અનેક બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી જેમાં અલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, અદિતિ રાવ હૈદરિ, અન્યાના પાંડે, તારા સુતરિયા, કલ્કી કોચલીન, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનો સમાવેશ થાય છે.

બૉલીવુડના દિવાઝ શોમાં ગ્લેમર ઉમેરીને ચારચાંદ લગાવી દીધા હતા, જેમાં તેમનું શ્રેષ્ઠ ડિઝાઈનર કલેક્શન પહેરીને અગાઉ ક્યારેય ન લાગ્યા હોય તેવું રૂપ નિખર્યું હતું.

એલિયા ભટ્ટ સવ્યસાચી ડિઝાનર ફ્લોરલ પેસલી પ્રિન્ટ સાડીમાં રેમ્પ વોક કરીને બહાર આવી હતી. જહ્નાવી પણ એક સુંદર સુશોબિત એમબ્રોઈડર્ડ સોનેરી ડિઝાઇન સાથે એક લાલ રંગના એપ્લિક સાથે અદભૂત દેખાતા હતા.

બીજી બાજુ, આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ની નવોદિત અભિનેત્રીઓ અનન્યા અને તારાએ તેમના મોહક પોશાકમાં તાજગી અનુભવી રહ્યા હતા. અન્યાયાએ કાળા રંગના બ્લાઉઝમાં બો પહેર્યું હતું જે તેની ગોલ્ડન વર્કવાળી મિની સ્કર્ટ સાથે શોભતું હતું.

બીજી તરફ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ડિઝાઇનરની બાજુમાં રહેલા તેમના પોશાક પહેરીને સૌથી વધુ સ્ટાઇલીશ દંપતિ લાગતા હતા.

The soul of Sabyasachi lies in craftsmanship- a value system that has remained unchanged since I started the brand 20 years ago. As you grow, it is very easy for values to be replaced by misplaced ambition. But I am proud to say that this value system has survived in our organisation. There were times when to cut costs and offer competitive pricing, one could have mechanised hand skills. But we do quite the opposite. Every bit of our merchandise uses more and more craft each year. Sometimes impossible detailing like hand made buttonholes, desi meena in jewellery and cutting kundan, 24 colour screen lining are just some of the many things that go completely unnoticed by a majority of our consumers. But these processes create innumerable jobs year after year. From master weavers to dyers, printers to embroiderers, cutters to tailors, artists to carpenters, metal workers to sculptors, merchandisers to IT professionals, photographers to filmmakers, musicians to writers- the company supports over 27,000 people directly and indirectly. They are based out of West Bengal, Kashmir, Rajasthan, Gujarat, Maharashtra, Uttar Pradesh, Madhya Pradesh, Bihar, Assam, Odisha, Andhra Pradesh, Tamil Nadu and Kerala. Our ecosystem of people who have grown and survived with us is our proudest achievement and no amount of recognition or adulation can ever replace that. These are the people who create the world of Sabyasachi. Tirelessly. Without compromise. Every single day. Music and Video Courtesy: The Sabyasachi Culture Foundation #Sabyasachi #ChristianLouboutin #CLxSabyasachi @cl.india @louboutinworld #KashgaarBazaar #TheWorldOfSabyasachi

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

સબાસાચીની કારકિર્દીની ૨૦ મી વર્ષગાંઠમાં ચમકતા તારાઓ દ્વારા સૌથી વધુ આકર્ષક દેખાવ તેમના પ્રોફાઈલમા ફેન્સ માટે શેર કરેલા છે તે જોવાની મજા આવી જાય તેવું છે. આ અભિનેત્રીઓમાં તમારી ફેવરિકટ કેવી લાગે છે જરૂર કહેવો.