કોરોનાકાળમાં પરિવાર માટે ઘરે હોટલ કરતા પણ વધુ ટેસ્ટી પનીર ટિક્કા…

આજે આપણે બનાવીશું રેસ્ટોન્ટ પનીર ટિક્કા નું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી. જ્યારે આપણે હોટલ માં જઈએ ત્યારે સૌથી પહેલા પનીર ટિક્કા નો ઓર્ડર કરતા હોય છે.કારણ કે બધા નું ફેવરિટ હોય છે.તો આજે તંદૂર વગર અને ઓવન વગર ફકત નોનસ્ટિક માં અને ગેસ પર આપણે પનીર ટિક્કા બનાવીશું.એ પણ પરફેક્ટ રેસ્ટોન્ટ જેવા જ બનશે.તો ચાલો બનાવી લઈએ રેસ્ટોન્ટ સ્ટાઈલ એકદમ ટેસ્ટી પનીર ટિક્કા.

સામગ્રી

 • આદુ લસણ ની પેસ્ટ
 • કાશ્મીરી લાલ મરચું
 • બાંધેલું દહી
 • બેસન
 • જીરું પાવડર
 • મરી પાવડર
 • કસ્તુરી મેથી
 • તેલ
 • ફુદીના ના પાન
 • લીંબુ નો રસ
 • ગરમ મસાલો
 • ડુંગળી
 • કેપ્સીકમ
 • મીઠું
 • પનીર

રીત-

1- સૌથી પહેલા એક બાઉલ લઈ લઈશું.હવે અડધો કપ બાંધેલું દહી લઈ લઈશું.જેમ આપણે મઠો બનાવીએ છે.તેવું લેવાનું છે.હવે એક મોટી ચમચી શેકેલું બેસન લેવાનું છે.હવે મસાલા માં કાશ્મીરી લાલ મરચું લઈશું.તેનાથી આપણા પનીર ટિક્કા નો કલર બહુ સરસ આવે છે.

2- હવે નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ લઈશું.એક ચમચી જીરું લઈશું.જીરું ને વાટી ને લેવાનું છે.હવે એક નાની ચમચી મરી નો પાવડર લઈશું. મસાલા નું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો.હવે એક ચમચી કસ્તુરી મેથી લઈશું.તેને હાથ થી મસળી ને નાખીશું.

3- હવે પાચ થી છ ફુદીના ના પાન લઈશું.તેને હાથ થી તોડી ને નાખવાના.ત્યાર બાદ એક ચમચી ટોમેટો કેચઅપ નાખીશું.તેનો ટેસ્ટ પણ થોડો ખાટો મીઠો આવે છે.હવે એક નાની ચમચી લીંબુ નો રસ નાખીશું.

4- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે નાની ચમચી ગરમ મસાલો નાખીશું.તેનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે.હવે બધું સરસ મિક્સ કરી લઈશું. એકદમ ઘાટી પેસ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું.હવે એક મોટી ચમચી તેલ નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.

5- હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.હવે આપણે વેજીટેબલ નાખીશું.હવે 200 ગ્રામ પનીર લઈશું.તેના મોટા ટુકડા કરી લેવાના છે.પનીર ને આપણે મિશ્રણ માં નાખીશું.બધું સરસ મિક્સ કરી લેવાનું.પનીર પર આપણું કોટીંગ થઈ જવું જોઈએ.હવે બે મોટા કેપ્સિકમ ને મોટા કટ કરી લીધા છે.કટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે પનીર ની સાઈઝ માં જ કટ કરવાનું છે.અને એક મોટી ડુંગળી ને પણ તે જ રીતે કટ કરી લઈશું.તે પણ એડ કરીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકી એક કલાક માટે ફ્રીજ માં મૂકી દઈશું.

6- પનીર ટિક્કા ને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે.હવે એક કલાક થઈ ગયો છે.પનીર માં અને વેજીટેબલ માં બધું સરસ મિક્સ થઈ ગયું છે.અને સરસ મેરીનેટ પણ થઈ ગયું છે.હવે આપણે લાકડા ની સ્ટીક લઈ લઈશું.અને હવે સૌથી પહેલા એક કેપ્સિકમ લઈશું. ત્યારબાદ હવે ડુંગળી લઈશું. ત્યારબાદ પનીર ટુકડો લઈ તેને સ્ટિક માં નાખીશું.

7- હવે ફરી થી કેપ્સીકમ અને ડુંગળી લઈશું અને પનીર લઈશું.તમારી સ્ટીક કેટલી લાંબી છે તે મુજબ સેટ કરી ને એડ કરવાનું.છેલ્લે ડુંગળી ને કેપ્સિકમ થી ફિનિશ કરીશું.અને બધું સાથે સાથે હોવું જોઈએ. છૂટું છૂટું નથી રાખવાનું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું પનીર ટિક્કા ની સ્ટીક પર બધું તૈયાર થઈ ગયું છે.હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.હવે બીજું પણ એ જ રીતે કરી લેવાનું છે.હવે આપણે પનીર ટિક્કા ને શેકવા ની તૈયારી કરી લઈશું.

9- હવે આપણે નોનસ્ટિક ની પેન માં શેકી લઈશું.તેના પર આપણે થોડું તેલ લગાવી લઈશું.હવે આપણે મીડીયમ ગેસ પર શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે. બહુ ડાર્ક કલર નથી કરવાનો.

10- હવે તેને ચારેય બાજુ થી પલટાવી ને શેકી લઈશું. હવે એક સ્ટીલ ની જાળી લઈશું. તેને ડાયરેક ગેસ પર શેકી શું. એટલે સરસ કલર આવી જશે. અને ટેસ્ટ પણ આવી જશે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં ખાવ છો એમાં જે કોલસાનો ટેસ્ટ મળે છે તેઓ ટેસ્ટ પણ આવી જશે. તેને ફેરવતા ફેરવતા રહેવાનું છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ પનીર ટીક્કા રેસ્ટોરન્ટ જેવા થઇ ગયા છે. અને કલર પણ ખુબ સરસ આવી ગયો છે. બન્યા છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા. તેને ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.