આજે કોઈ પણ બહાર હોટેલ માં જમવા જાઓ તો મેનુ માં સ્ટાર્ટર તો ચોક્કસ થી હશે અને કોઈ પણ લગ્ન પ્રસંગ કે પાર્ટી માં જમણવાર માં સ્ટાર્ટર તો હશે જ. સ્ટાર્ટર ઘણા અલગ અલગ પ્રકાર ના આવે છે તમે દરેક લોકો એ ખાધા પણ હશે. આજે અપને બનાવીશુ ” પોટેટો ફિંગર્સ ” જે બનાવવા માં એકદમ જ સરળ અને ખાવા માં પણ મજા આવશે બાળકો અને મોટા બંને. આ ડીશ ને તમે સ્ટાર્ટર તરીકે પણ લઇ શકો , અથવા સાઈડ ડીશ કે પછી સાંજ ના નાસ્તા માં પણ લઇ શકો. તો ચાલો સામગ્રી અને રેસીપી જોઈ લઈએ.
૭-૮ બટેકા
પાણી
તેલ તળવા માટે
મીઠું
ચીલી ફ્લેક્સ
ઓરેગાનો
૨ ચમચી – કોર્ન ફ્લોર
સૌ પ્રથમ બટેકા ને ધોઈ ચાલ ઉતારી અને જાડી ચીર કરી લો. એક વાસણ માં જેટલી બાટેકા ની ચીર થઇ છે તે ડૂબે તેટલું પાણી લઇ અને ઉકાળવા મુકો. પાણી ને ફાસ્ટ ગેસ પર ઉકાળવા મુકો.
નોંધ : અહીં તમે જેટલા બટેકા વધારો તેટલું સામે કોર્ન ફ્લોર નું પ્રમાણ વધારવું બાકી ના મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઇ શકો. તો આજે જ બનાવો આ પોટેટો ફિંગર્સ અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર થી જણાવજો . ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે.
રસોઈની રાણી : નિરાલી કોરાટ
વિડીઓ જોઇને શીખો કેવીરીતે બનાવી શકશો.